Abtak Media Google News

ફેશન કા હૈ યે જલવા

હરિવંદના કોલેજ દ્વારા આજરોજ અરવિંદ મણીયાર હોલ ખાતે ફેશોનિષ્ટા ૨૦૧૯નું અદભૂત આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજની દિકરીઓએ વિવિધ થીમો પર રેમ્પ વોક કરી પોતાની પ્રતિભાને ખીલવવાનો પ્રયાસ કર્યો હતો. કોલેજના આયોજનમાં મોટી સંખ્યામાં યુવતિઓએ ભાગ લીધો હતો. સમગ્ર આયોજનમાં કોલેજના પ્રિન્સીપાલ તેમજ વિવિધ વિભાગના ડીન તેમજ શિક્ષકોએ મેનેજમેન્ટમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

કાર્યક્રમમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીનીઓએ ફેશોનિષ્ટામાં રંગ રાખ્યો હતો જેમાં તેઓ વિવિધ થીમ જેમ કે, ગુજરાતી, મરાઠી, રાજસ્થાની, પંજાબી, બંગાળી જેવા પ્રાંતના પારિવારીક પારિધાનોમાં સજ્જ થઈ સંસ્કૃતિની ઝાંખી કરી હતી. સ્ત્રી સશક્તિકરણ જેવા કાર્યો ખરા અર્થમાં થાય અને દિકરીઓની સ્કીલ ડેવલોપમેન્ટ માટે તે મહત્વનું રહે આવા નેક ઉદ્દેશથી યોજાયેલા ફેસોનિષ્ટામાં યુવતીઓએ ઉમંગભેર ભાગ લઈ કાર્યક્રમની શોભા વધારી હતી.Img20190201113430

હરિવંદના કોલેજના વિદ્યાર્થીનીઓએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે અમારી કોલેજ દ્વારા ફેસનિસ્ટા ૨૦૧૯ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં અમે બધા એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં બધાએ વિવિધ એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, બેંગોલી, રાજસ્થાની વગેરે કપડા પહેરીને રેમ્પવોક કર્યું હતુ અને અમને લોકોને બેસ્ટ, સ્માઈલ, બેસ્ટ, પર્સનાલીટી, બેસ્ટ ડ્રેસઅપ વગેરે માટે ઈનામ આપવામાં આવ્યું હતુ આજનો દિવસ અમારા સૌ માટે યોગદાન બની રહેશે.

સ્પોર્ટસથી લઈ ફેશન સુધી દિકરીઓની પ્રતીભા ખીલી: કૃપાબેન ચૌહાણ 

Vlcsnap 2019 02 01 14H32M57S228

હરિવંદના કોલેજના ટ્રસ્ટી કૃપાબેને ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, કોલેજની દિકરીઓ અલગ અલગ ઈવેન્ટમાં ભાગ લે છે. સાથોસાથ તેમની પ્રતિભા અને કોલેજનું નામ પણ રોશન કરે છે. કોલેજ તો ઠીક પરંતુ તેમના માતા પિતાનું પણ ગૌરવ વધારે છે. સ્પોર્ટસ ક્ષેત્રમાં પણ કોલેજની વિદ્યાર્થીનીઓ ભાગ લે છે. જે વિદ્યાર્થીઓની સરખામણીમાં ખૂબજ વધુ છે. આપણે રમત ગમતની વાત કરીએ તો વિદ્યાર્થીનીઓ નેશનલ લેવલ સુધી પહોચવા ખૂબજ કાર્યરત છે. જેની પાછલ તનતોળ મહેનત પણ કરે છે.

ફેશોનીસ્ટા ૨૦૧૯નો ખિતાબ મેળવી ગર્વની લાગણી અનુભવી: માધવી પરમાર

Vlcsnap 2019 02 01 14H40M25S93

અબતક સાથેની વાતચીત દરમિયાન હરિવંદના કોલેજની વિદ્યાર્થીની માધવી પરમાર એ જણાવ્યું કે આજે અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે ફેશોનીસ્ટા ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મને ફેશોનીસ્ટા ૨૦૧૯નો ખિતાબ મળેલ છે. મને ખૂબજ ખુશી થાય છે કે આવી ઈવેન્ટથી અમારી અંદર રહેલ સ્કીલને બહાર લાવી શકાય. હું છેલ્લા એક મહિનાથી તૈયારી કરતી હતી. અને ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને આજે વિજેતા જ બનીને ખુબજ ખુશી થાય છે.

કાર્યક્રમમાં મેનેજમેન્ટનો સહકાર આવકાર્ય: પૂર્વીબેન સોનેજાVlcsnap 2019 02 01 14H32M32S223

હરિવંદના કોલેજના લો ડીપાર્ટમેન્ટના પ્રિન્સીપાલ પૂર્વીબેન સોનેજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જરાવ્યું હતું કે, કાર્યક્રમ પાછળ અમોને અમારા મેનેજમેન્ટનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે. જેમાં અમારા ટ્રસ્ટી કૃપાબેન ચૌહાણ જે અમારા દરેક કાર્યક્રમમાં અમારી સાથે જોડાયેલા હોય છે અને તેઓનું પુરતુ માર્ગદર્શન પણ મળે છે.

વિદ્યાર્થીઓના પર્ફોમન્સ અદ્ભૂત: હેતલબા જાડેજાVlcsnap 2019 02 01 14H40M08S179

હરિવંદના કોલેજના મેનેજમેન્ટ હેડ પ્રો.હેતલબા જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીનીઓએ ફેશન ઈન્સ્ટાની વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લીધો છે.આ ઈવેન્ટમાં વિવિધ થીમ પણ રાખવામાં આવ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી આ ઈવેન્ટ કોલેજ દ્વારા કરવામાં આવે છે. આજે વિદ્યાર્થીનીઓએ ખુબજ સા‚ પર્ફોમન્સ બનાવી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.