Abtak Media Google News

ભક્તિનગર અને હાપલીયા પાર્કના યુવકનું મેસેન્જર મારફતે ખોટી ઓળખ આપી રૂ.૧૩૫૦૦ તફડાવ્યા: સાયબર ક્રાઈમ સેલે બે ગુનાનો ભેદ ઉકેલ્યો

શહેરમાં સાયબર ક્રાઈમ બનાવને નાથવા સાયબર ક્રાઈમના ટેકનીકલ સ્ટાફ દ્વારા બે ગુનાનો ભેદ ઉકેલી શહેરના બે યુવકોના ફેસબુક હેક કરી ખોટી ઓળખ આપી આર્થિક જરૂરીયાત હોવાના બહાને રૂ.૧૩૫૦૦ ઓનલાઈન મેળવી જવાના ગુનામાં અમદાવાદથી સ્વીગીનો ડિલીવરીની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં અનેક લોકોને શિકાર બનાવ્યાની કબુલાત આપી છે.

વધુ વિગત મુજબ શહેરના મનશાતિર્થ એપાર્ટમેન્ટમાં રહેતા ધવલ પરસોતમભાઈ નશીત નામના યુવકનું ફેસબુક એકાઉન્ટ હેક કરી સંબંધી અને મિત્રો વર્તુળોને મેસેન્જર મારફતે આર્થિક જરૂરીયાત હોવાનું કહી ધવલના મિત્ર આશિષ સુરેશભાઈ રાણપરા મારફતે પેટીએમ વોલેટ મારફતે રૂ.૮૫૦૦ની રકમ મેળવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. જયારે કોઠારીયા રોડ પર હાપલીયા પાર્કમાં રહેતા રૂતુલ વલ્લભભાઈ ઠુંમરનું ફેસબુક એકાઉન્ટ હેક કરી મેસેન્જર મારફતે ફરિયાદીની ખોટી ઓળખ આપી રૂતુલના સગા અને મિત્રો પાસેથી આર્થિક જરૂરીયાત હોવાનું કહી રૂતુલના મામાના પુત્ર કેવીન પાસેથી રૂ.૫ હજાર ઓનલાઈન પૈસા મેળવી લીધાની ફરિયાદ નોંધાવી છે.

454

ઉપરોકત બન્ને ફરિયાદના આધારે સાયબર ક્રાઈમના ટેકનીકલ સ્ટાફ દ્વારા કરાયેલી તપાસના અંતે બન્ને ફરિયાદના ફેસબુક આઈડી અને મેસેન્જર હેક કરનાર એક ઈસમ દ્વારા ખુલતા જેના આધારે સાયબર ક્રાઈમના એ.સી.પી.ના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.બી.દેશાઈ અને પી.એસ.આઈ. કે.જે.રાણા સહિતના સ્ટાફ દ્વારા અમદાવાદના મેઘાણીનગરમાં રહેતો જીનીયસ વિજય પટેલની ધરપકડ કરી હતી.

પોલીસે જીનીયસ વિજય પટેલની પ્રાથમિક પુછપરછમાં આઈ.ટી.આઈ. સુધી અભ્યાસ કર્યો છે અને સ્વીગીમાં ડીલીવરીબોય તરીકે નોકરી કરે છે. પોતે ફેસબુક આઈડીના અબાઉટ ફંકશનમાં જઈ મોબાઈલ નંબર લખ્યો હોય તેના આધારે પાસવર્ડ મેળવી આઈ ઓપન કરી ફેસબુક ધારકની ઓળખ આપી પેટીએમ વોલેટ તેમજ બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવતો અને અત્યાર સુધીમાં ૪૦ થી ૫૦ ફેસબુક ધારકને ભોગ બનાવ્યાની ઝડપાયેલ જીનીયસ પટેલ વિરુદ્ધ વલસાડના પારડી પોલીસ મથકમાં એન.જી.ઓ. ચલાવનાર મહિલાએ વિડીયોની યુ-ટયુબ ચેનલ હેક કરવા બાબતે ફરિયાદ નોંધાયેલ છે. ફેસબુક એકાઉન્ટ હેક કર્યા હોય તેવા ભોગ બનનાર વ્યક્તિઓએ સંપર્ક સાધવો અને ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ વી.કે.ગઢવી તપાસ ચલાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.