Abtak Media Google News

રાહુલ ગાંધીએ યુથ કોંગ્રેસના કારનામાની જબરી ટીકા કરી: કોંગ્રેસે યુથ કોંગ્રેસના કાર્યકરોને સસ્પેન્ડ કર્યા

કેરળ યુથ કોંગ્રેસે જાહેરમાં વાછરડાની કતલ કરતા જબરો વિવાદ ઉઠવા પામ્યો છે. કોંગ્રેસના ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધીએ યુથ કોંગ્રેસના આ કારનામાની ભારે ટીકા કરી છે. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે કોઇપણ પશુના લે-વેચ પર કડક પ્રતિબંધ લાદ્યો છે. આ સિવાય કતલખાનાને પશુનું વેંચાણ કરવા પર સખત કાર્યવાહી ના પગલે જેલ અને રોકડ દંડની જોગવાઇ છે. ભારતીય ન્યાય પ્રક્રિયામાં પશુ માટે કડક સજાની જોગવાઇ કરવામાં આવી છે. મુંગા અને નિર્દોષ પ્રાણીઓ કતલખાને ન ધકેલાય તે માટે ન્યાયપ્રક્રિયામાં નવી કોલમ ઉમેરવામાં આવી છે.

રવિવારે કેરળ પોલીસે યુથ કોંગ્રેસના અમુક કાર્યકરોને જાહેરમાં વાછરડાની કતલ કરવા સબબ ગીરફતાર કર્યા હતા. કોંગ્રેસના યુવા કાર્યકરોએ કેન્દ્ર સરકારની નીતિના વિરોધમાં આવુ હલકુ કૃત્ય કર્યુ હતું. કેરળ બીજેપીના પ્રમુખ રાજશેખરને યુવા કોંગ્રેસના આ કારનામાનો વિડીયો પણ અપલોડ કર્યો છે. તેમણે ટ્વીટર ઉપર કોંગ્રેસના આ કારનામાને નિર્દયી કૃત્ય ગણાવ્યું હતું. માત્ર ભાજપ જ નહીં સીપીઆઇના વડાએ પણ આ કૃત્યનો જબરો વિરોધ કર્યો હતો.

કેન્દ્ર સરકારે પશુના લે-વેચ પર પ્રતિબંધ મૂકતા અને પશુને કતલખાને ધકેલાતા રોકવા નવી નીતિ અને પ્રતિબંધ અમલમાં મૂકતા તેના વિરોધમાં કેરળ યુવા કોંગ્રેસના કાર્યકરોએ આવો વિચિત્ર દેખાવ કર્યો હતો. દેશભરમાંથી યુવા કોંગ્રેસના આ કારનામાની ટીકા થઇ રહી છે. કેરળના ક્ધનુર ગામમાં યુવા કોંગ્રેસ અને ડાબેરીઓ દ્વારા બીફ ફેસ્ટ યોજવામાં આવ્યો હતો. જેના પગલે તેમણે વાછરડાઓને કત્લ-એ-આમ કરી હતી. તેમણે કેન્દ્ર સરકારે લાદેલા પ્રતિબંધના વિરોધમાં આ કાર્યક્રમ કર્યો હતો. કોંગ્રેસે પણ કેરળના કાર્યકરોની આ કામગીરીને વખોડી કાઢી છે. ભાજપની ફરિયાદ પરથી પોલીસે યુવા કોંગ્રેસના કાર્યકરો સામે આઇપીસી કલમ ૧૨૦ અંતર્ગત ગુનો નોંઘ્યો છે.

કોંગ્રેસના ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કેરળ યુવા કોંગ્રેસના કાર્યકરોનું આ કૃત્ય માફીને લાયક નથી. તેમણે આગળ કહ્યું હતું કે રાષ્ટ્રીય કોંગ્રેસ આ પ્રકારના પ્રદર્શનને કે વિરોધને જરાય સમર્થન કરતુ નથી. કેરળમાં જે થયું તે તમામ રીતે પક્ષને અને મવડી મંડળને અસ્વીકાર્ય છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, શુક્રવારથી કેરળ યુવા કોંગ્રેસે કેન્દ્ર સરકારે પશુઓના રક્ષણ માટે લાદેલા પ્રતિબંધના વિરોધમાં કાર્યક્રમો શ‚ કરી દીધા હતા. જેના અંતર્ગત ગઇકાલે જાહેરમાં કેટલાક વાછરડાઓની કત્લ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.