Abtak Media Google News

આપણા દેશમાં અત્યારે લોકસભાની પવન ફૂંકાઇ રહ્યો છે.

ચૂંટણી – પ્રચાર ચરમ સીમાએ પહોંચ્યો છે.

સ્પર્ધક ઉમેદવારો પોત પોતાના મત વિસ્તારોમાં દોડાદોડ કરી રહ્યા છે. મતદારોને મળી રહ્યા છે. સલાહ સૂચનો કરી રહ્યા છે.

જે લોકો સીટિંગ છે, ને બીજીવાર ચૂંટણી લડી રહ્યા છે. તેમાંના અમુક લોકો તેમની સાંસદ તરીકેની કામગીરીનો હિસાબ આપતાં દેખાય છે.

તમારો મત વિસ્તાર તમારો ઇષ્ટદેવ છે, આરાઘ્યદેવ છે, તમાર શૂરાપૂરા છે, તમારા કુળદેવી છે.. તમારા મતદારો અને મત વિસ્તારના બંધુ-ભગિનીઓને, તમે આપેલાં વચનોને અનુલક્ષીને પૂરેપૂરા વફાદાર રહેવું એ તમારી ફરજ છે, જવાબદારી છે અને તમારો ધર્મ પણ છે. એમ ન માનવું અને ‘હોતા હૈ ચલતા હૈ’છેતરામણું વલણ અપનાવવું એમાં અધાર્મિકતા છે.

આ વાત તેમણે બરાબર યાદ રાખીને એ મુજબ વર્તવું જોઇતું હતું. પરંતુ તેમણે એમાંનું કાંઇ જ કર્યુ નહોતું. મતદારોને અવાર નવાર મળવાની એમની સમસ્યાઓ જાણવાની અને તેના સંતોષકારક ઉકેલમાં તેમને પ્રમાણિકપણે સાથ આપવાની ફરજ બજાવવી જોઇતી હતી. એમના કમનશીબે તેમણે એવું કાંઇ કર્યુ નહોતું !

હવે મતદારો આવા સવાલો પૂછે છે. જો તેમણે પ્રજાના પ્રતિનિધિ તરીકે તેમના મત વિસ્તારને તેમનો ઇષ્ટદેવ, તેમના શૂરાપૂરા અને તેમના કુળદેવી ગણીીને તેમના મત વિસ્તારને વફાદાર રહીને અને તેના મતદારોને આત્મીયજન ગણીને તેમની સાથે સેવા સહકાર ભયો વ્યવહાર કર્યો હોત તો અત્યારની ચુંટણીમાં પ્રચાર કરવા ન નીકળવું પડત, ઉલ્ટું સામે ચાલીને મતદારો તેમને સાથ સહકાર આપણ!

લોકશાહીમાં શાસનની ધૂરા હંમેશા સત્તાધારી પક્ષ પાસે જ હોય છે. મતદારો જયારે કોઇપણ ઉમેદવારને પોતાનો મત આપે છે ત્યારે તેમને ખબર નથી હોતી કે તેઓ જ ઉમેદવારને ચુંટીને મોકલશે તે શાસક પક્ષમાં હશે કે વિરોધ પક્ષમાં ચૂંટણી પછી જે પક્ષને સમુહને પ૦ ટકા કરતા વધુ બેઠકો મળી હોય છે. તે પક્ષ અને તેના સંસદસભ્યો સત્તામાં આવે છે. આ રીતે દેશમાં પ૦ ટકા જેટલા સંસદસભ્યો તો એવા હોય છે જેમને લોકોએ ચુંટીને મોકલ્યા હોવા છતાં તેમની પાસે કોઇ સત્તા જ નથી તેમનું કામ તો માત્ર વિરોધ જ કરવાનું હોય છે. જે લોકપ્રતિનિધિ પાસે કોઇ સત્તા જ ન હોય તે લોકોની સેવા કેવી રીતે કરી શકવાનો અને આવા લોકપ્રતિનિધિને સંસદમાં ચુંટીને મોકલવાનો મતલબ પણ શું છે? અને યાદ રહે કે આવા સત્તાવિહોણ લોકપ્રતિનિધિઓની સંખ્યા અડધોઅડધ જેટલી હોય છે.

શાસક પક્ષના પણ જે સંસદસભ્યો હોય છે. તે બધા પાસે સત્તા હોય છે. તેવું પણ માની લેવાની જરુર નથી. ખરી સત્તા તો વડા પ્રધાન અને પ્રધાન મંડળ પાસે હોય છે. એન શાસક પક્ષના દરેક સંસદસભ્યને પ્રધાન બનાવવામાં આવતાં નથી. આચ પરિસ્થિતિમાં મતદારોનું ખરેખરું કલ્યાણ કરી શકે તેવા તથાકથિત લોકપ્રતિનિધિઓની સંખ્યા તો એકદમ અલ્પ બની જાય છે. નવાઇની વાત એ છેકે જે ઉમેદવાર કયારેય લોકોનો પ્રતિનિધિ જ નથી બન્યો તે સત્તાશાળી પ્રધાન બની શકે છે. આ માટે લોકોના પ્રતિનિધિ હોવું જરુરી નથી પણ વડાપ્રધાનના પ્યારા થવું આવશ્યકત છે. આવા ઉમેદવારને વડા પ્રધાન પહેલા મીનીસ્ટર બનાવી દે છે અને પછી રાજયસભાની બેઠક ફાળવી લોકપ્રતિનિધિ બન્યા વગર સંસદસભ્ય પણ બનાવી છે. પ્રજાના વોટથી ચુંટાયા હોવાનું કહેવાતા લોકપ્રતનિધિઓનું આ અપમાન નથી તો શું છે?  નવાઇની વાત  તો એ છે કે ખુદ વડાપ્રધાન પણ લોકસભાની ચુંટણી જીત્યા વિના સત્તાના સિંહાસન ઉપર બેસી શકે છે.

આજે કોઇ નાના ગામનો કે શહેરના મઘ્યમ વર્ગનો કોઇ યુવાન રાજનીતિમાં પ્રવેશ કરીને લોકોની સેવા કરવા માંગતો હોય તો તેના માટે કોઇ જગ્યા છે ખરી? જેની પાસે નાણા નથી પણ સંગઠનની તાકાત છે. સમાજસેવાની ધગશ છે. બુઘ્ધિપ્રતિભા છે અને ઇમાનદારી છે. તેના માટે રાજકારણમાં કોઇ જગ્યા છે ખરી?  જે યુવાન અથવા તેના પિતાશ્રી પાસે ધનની તાકાત નહીં હોય તેઓ આજના રાજકારણમાં આપબળે આગળ આવી શકે તેવી બહુ ઓછી ગુંજાઇશ છે. મોટા ભાગની સત્તા તો રાજકારણીઓના નબીરાઓને મળી જાય છે.

રાજશાહીમાં ધાર્મિક સત્તા ધર્મગુરુઓના હાથમાં રહેતી અને ધર્મની કોઇ પણ પ્રવૃતિઓમાં રાજા તરફથી ભાગ્યે જ જ દખલ કરવામાં આવતી  આજે કહેવાતી લોકશાહીમાં રાજય તરફથી ચેરીટી કમિશ્નર, ટેમ્પલ બોર્ડ  વગેરે સંસ્થાઓ દ્વારા ધર્મગુરુઓની સત્તાઓ આંચકી લેવામાં આવે છે અને ધર્મસ્થાનોનો વહીવટ પોતાના હાથમાં  લેતા પણ કોઇ રાજકારણીઓને અટકાવી શકતું નથી.

સંસદીય લોકશાહી શાસન પઘ્ધતિમાં મતદારો મહતવના બની રહે છે. ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા પણ મહત્વની બને છે. વિશ્ર્વાસ પણ અગત્યની ભૂમિકા ભજવે છે.

મતદારોને આકર્ષવાનું કામ સૌથી મહત્વનું ગણાય છે, જેમાં કૂળકપટ, પ્રપંચ, કાવાદાવા, દગાબાજી, ખોટા વચનોનો આશરો લેવાતો રહે છે. મતની હલકટ ખરીદી એ લોકશાહી અને તેની ચુંટણી પ્રક્રિયાની અધોગપતિનાં જ સંકેતો છે, દેશનાં અધ:પતનની એ શરુઆત છે. અને ચાશ કરોડથી વધુ ખર્ચ કરીને ચુંટાતા સંસદ સભ્યોનૉ ‘ધનોત પનોત’ના પડઘા જ છે !

આપણો દેશ સ્વતંત્રતા પામ્યો ત્યારથી રામરાજયની રાહ જોઇ રહ્યો છે. આપણા નેતાઓને એવી બાંહેધરી આપી હતી!

આવી બાંહેધરીને લગભગ સીત્તેર વર્ષ વિતી ગયા છે. હજુ વધુ કેટલા વર્ષ વિતાવવા પડશે તે તો ભગવાન જાણે !

દેશની સ્વતંત્રતા માટે જે લોકો લડયા અને જુલ્મો સહ્યા એમાંથી એક બહુ મોટો વર્ગ એવો છે. જે આ દેશમાં રામરાજય રાહમાં હતા ન હતથઇ ગયા છે! એમણે તેમની આંખો મિંચાતી વખતે તેમાં ‘રામરાજય’ ના સ્વપ્નનો સુરમો આંજયો હોવાનો સંભવ છે ! એમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો સમાવેશ થઇ શકશે !…

દેશની પ્રજાના ઇષ્ટદેવ શૂરાપુરાઓ, કુળદેવીઓ વગેરે એનાં સાક્ષી છે. એમ સખેદ કહેવું પડે છે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.