તમે પણ છો ડેઝર્ટના દીવાના તો આ જરૂરથી ટ્રાઈ કરો

479

ટ્રીપલ ચોકલેટ મુસ

સામગ્રી  :

  • 200 ગ્રામ ગ્રેટેડ ડાર્ક ચોકલેટ
  • 200 ગ્રામ ગ્રેટેડ વાઈટ ચોકલેટ
  • 200 ગ્રામ ગ્રેટેડ લાઈટ ચોકલેટ
  • 1 ટેબલ સ્પૂન ખાંડનો પાવડર
  • 1 ½ ચમચી જિલેટીન પાણીમાં ઓગળેલા
  • 2 કપ વિપ ક્રીમ

રીત :

ત્રણેય ચોકલેટને ત્રણ અલગ અલગ બાઓલમા કાઢી માઈક્રોવેવમા એક એક મિનીટ માટે મેલ્ટ કરો.

હવે ત્રણેય મેલ્ટ ચોકલેટ ને એક બાઓલમા નાખી ફરીથી એક મિનીટ માટે ગરમ કરો.

માઇક્રોવેવમાંથી બાઉલ કાઢો અને તેમા દળેલી ખંડ મિક્સ કરી બરાબર વ્હિસ્ક મશીનથી મિક્સ કરો.

હવે જેલટીન નાખી ફરી વ્હીસ્ક મશીનથી મિક્સ કરો.

હવે વિપ ક્રીમ નાખી મિક્સ કરો.

હવે મિક્સ ચોકલેટને સર્વિંગ બાઓલમાં લેયરમાં સેટ કરી ફ્રીઝરમાં એકથી બે કલાક માટે ઠંડુ થવા મૂકી દો.

તો બસ કિડ્સની ફેવરીટ ડીશ તૈયાર છે.

Loading...