Abtak Media Google News

ઇન્ડોનેશિયામાં આવેલું બાલી ખૂબ જ પ્રચલીત પર્યટન સ્થળ છે. જેનું નયનરમ્ય વાતાવરણ, કુદરતી દ્રશ્યો અને જ્વાળામુખી તેની ખાસીયત છે. જે વધુ પ્રચંડ બનતા હજારો મીટરો સુધી તેનો ગોટમગોટ ધુમાડો ફેલાયો હતો. તો મુસાફરોને ફ્લાઇટો રદ થતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તો પર્યટકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. આ ધુમાડો હવામાં ૪૦૦૦ મીટર સુધી ઉપર ફેલાયો હતો જેના કારણભુત ૨૮ ફ્લાઇટો રદ્ કરાઇ હતી.

એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે મુસાફરોને આરામ મળે માટે તેમને ખાસ આરામગૃહની વ્યવસ્થા કરાવી હતી તેમજ તેમના મનોરંજન માટે વિડિયો રુમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ફ્લાઇટો રદ્ થવાથી અંદાજે ૨૦૦૦ પેસેન્જરોને મુશ્કેલી સર્જાઇ હતી જેમાં વધુ પ્રમાણમાં ઓસ્ટ્રેલિયાનાં લોકો હતા.

તો અનેક પેસેન્જરોના કામ-ધંધા અટક્યા હતા. અધિકારીઓએ રહેણાંક વિસ્તારોમાં પણ હાઇ એલર્ટ જાહેર કરી દીધો હતો.  જ્વાળામુખી માંથી નિકળતી રાખથી બાલીમાં ખૂબ જ પ્રદૂષણ થઇ ચુક્યું છે. ૨૫૦૦૦ લોકો તો સ્થળાંતર પણ કરી ચુક્યા છે. જ્વાળમુખીમાંથી સપ્તાહમાં બીજી વખત આ પ્રકારે રાખ નિકળી રહી છે. માઉન્ટ અગંગમાં હાલ પણ ૧૨૦ અળગતા જ્વાળામુખીઓ રહેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.