Abtak Media Google News

ઉનાળાની ગરમી શરૂ થતાં જ સૌથી પહેલી અસર જો કોઈને થતી હોય તો એ છે આપણાં ભોજન પર કારણ કે ગરમીમાં આપણને કશું ખાવું ગમતું નથી એમાં પણ ખાસ કરીને બપોરના સમયે ભોજન લેવાનું આવે તો આપણે થોડા ઇરિટેટ થઈ જતાં હોઈએ છીએ. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ઉનાળામાં શું જમવું એ  આપણને ખબર જ નથી હોતી અને સમજ્યા વગર કઇ પણ ખાઈ લેતા આપણે બીમાર પડીએ છીએ. જેનાથી આપણે એસિડિટી અને અનેક બીમારી આવી પડે છે. તો ઉનાળામાં બીમાર ન પડવું હોય તો આ વસ્તુને કરો એવોઈડ.

નોનવેજ ફૂડ –

Health Tips
Health tips

નોનવેજ ફૂડ પાચનમાં હેવી હોવાથી તેનું ઝડપથી પાચન થતું નથી. નોનવેજ ફૂડમાં મસાલાનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે છે જેથી ઉનાળામાં નોનવેજ ફૂડ ખાવાથી પેટમાં બળતરા થઈ છે તેમજ ડાયેરિયા પણ થવાની પૂરી સંભાવના રહે છે. ડાયેરિયામાં શરીરનું મોટા ભાગનું પાણી નીકળી જાય છે જેથી શરીરમાં પાણીની ઉણપ આવે છે અને અન્ય બીમારીઓ પણ પ્રવેશે છે માટે ઉનાળામાં નોનવેજ ફુડ બિલકુલ ન ખાવા જોઈએ.

તીખું અને તળેલું –

Health Tips
Health tips

આપણને સૌને તળેલી વસ્તુઓ ખુબ જ ભાવતિ હોય છે જેમ કે બટાટાની ચિપ્સ, પૂરી તેમજ અન્ય વસ્તુઓ જેનાથી આપણે સૌથી વધુ બીમાર પડીએ છીએ. ઉનાળામાં બને ત્યાં સુધી તળેલી વસ્તુ ન ખાવી જોઈએ. તળેલી વસ્તુના વધુ પડતાં સેવનથી ભયંકર બીમારીઓ પણ આવી શકે છે.

આદું –

Health Tips
Health tips

આપણે આદુનો ઉપયોગ શિયાળામાં કરતાં હોઈએ છીએ કારણ કે તેનાથી આપણાં શરીરમાં ગરમી પેદા થાય છે.  એમાં પણ ઘણા લોકોને આદત હોય છે આદુંવળી ચા પીવાની પણ ઉનાળામાં આદુવાળી ચા ન પીવી જોઈએ કારણ કે નાકમાંથી લોહી નીકળવાની પણ ફરિયાદ આવતી હોય છે. ખાસ કરીને મહિલાઓએ આ વાત પર વધુ ધ્યાન દેવું જોઈએ માસિક ધર્મ સમયે તેમને વધુ મુશ્કેલી પડી શકે છે.

જંક ફૂડ –

Health Tips
Health tips

ઉનાળો હોય એટલે મોટેભાગે લોકો બપોરે જમતા હોતા નથી અને રાત્રે બહારના જંક ફૂડ આરોગતા હોય છે જેમ કે ગુર્ગર, પીઝા, ફ્રેંચ રાઈસ, સ્પ્રિંગ રોલ વગેરે જેનાથી ફૂડપોયઝનિંગ પણ થઈ શકે છે. માટે ઉનાળામાં જંક ફૂડ બિલકુલ ન ખાવા જોઈએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.