Abtak Media Google News

ધોતી કહો કે ધોતિયું આમ તો પુરુષોનો પોશાક છે, પરંતુ જો તમે ફ્લ્મિ જબ વી મેટ જોઇ હોય તો તેમાં કરીના કપૂરને વ્હાઇટ ટી-શર્ટ સાથે એકદમ ખૂલતો અને પગની પાની પાસેથી થોડું ફિટિંગવાળા પાયજામા જેવા ડ્રેસમાં જોઇ હોય તો તમને ખ્યાલ આવશે કે હવે ધોતી માત્ર પુરુષો માટેનો જ પોશાક નથી.

જબ વી મેટ ફ્લ્મિમાં કરીના કપૂરે પહેરેલા ખૂલતા પાયજામાને જોતાંની સાથે જ ફેશન ઇન્ડસ્ટ્રીમાં ધરખમ ફેરફર જોવા મળ્યો અને ડ્રેસ ડિઝાઇનર્સે બોટમવેરમાં તરત જ ધોતી પેન્ટ ડિઝાઇન કરવાનું શરૂ કરી દીધું. જોકે તે પછી તો શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટ, સોનમ કપૂરને પણ આ આઉટફીટમાં તેમની ફ્લ્મિોમાં જોવામાં આવ્યા.

કેવી રીતે ધોતી પેન્ટ બની ફેશન :

ધોતી પેન્ટ એક્ઝેટલી ધોતિયા જેવા નથી હોતા. તે યુવતીઓ માટે રેડી-ટુ-વેર સ્ટિચ્ડ પેન્ટ છે. ધોતી પેન્ટના ફેબ્રિક્સ, ડિઝાઇન્સ, પેટર્ન, પેન્ટની લંબાઇ વગેરેમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. ફેબ્રિકમાં કોટન, ક્રેપ, જ્યોર્જટ, મસલીન વગેરે મટીરિયલમાંથી ધોતી પેન્ટ તૈયાર કરવામાં આવે છે.

ઉનાળામાં બોટમવેરમાં ધોતી પેન્ટ ખૂબ જ કર્મ્ફ્ટેબલ અને કૂલ રહે છે કેમ કે તે ખૂલતા હોવાને લીધે પગની ત્વચાને પૂરતી હવા મળી રહે છે અને ત્વચા શ્વાસ લઇ શકે છે. ઉનાળામાં જીન્સના હેવી પેન્ટના સ્થાને ધોતી પેન્ટ પહેરવાનું ગમે છે, કેમ કે તે લાઇટવેટ હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે ધોતી પેન્ટ આપણા દેશની યુવતીઓમાં તો ઠીક, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતા ફેશન શોઝમાં પણ સ્થાન પામ્યા છે. બોલિવૂડની હિરોઇનો પણ અનેક વાર ધોતી પેન્ટ પહેરેલી જોવા મળી છે.

ધોતી પેન્ટને કઇ રીતે ક્યા આઉટફીટ સાથે પહેરશો :

1. ધોતી પેન્ટ અને જેકેટ :

You-Can-Also-Try-These-Trendy-Tops-With-Dhoti
you-can-also-try-these-trendy-tops-with-dhoti

ફેન્સી અને આકર્ષક એમ્બ્રોઇડરી કરેલા જેકેટ સ્ટાઇલ સ્ટેટમેન્ટ તો ગણાય જ છે, આવા જેકેટ સાથે કોઇ પણ આઉટફ્ટિ સુંદર લાગે છે, ત્યારે લોકોમાં આકર્ષણનું કેન્દ્રબિંદુ બનવા માટે તમે આવા લોંગ જેકેટની સાથે ધોતી પેન્ટ અને તેની સાથે એક્સેસરીઝમાં કાનમાં લોંગ ઇયરિંગ્સ પહેરી શકો છો. લગ્નપ્રસંગમાં આ પોશાક એકદમ સ્ટાઇલિશ અને ટ્રેન્ડી લાગશે.

2. ધોતી પેન્ટ અને ક્રોપ ટોપ :

You-Can-Also-Try-These-Trendy-Tops-With-Dhoti
you-can-also-try-these-trendy-tops-with-dhoti

ફેશનેબલ છતાં કેઝયુઅલ લુક મેળવવા માટે ક્રોપ ટોપ સાથે પ્રિન્ટેડ પેન્ટ પહેરો. તેનાથી તમે એકદમ સ્ટાઇલિશ લાગશો. આ આઉટફ્ટિ સાથે હિલ્સ અને ચોકરની એક્સેસરીઝ પહેરો. એથી તમારા કર્વ્સ આકર્ષક લાગશે.

3. ધોતી પેન્ટ અને પેપલમ ટોપ :

You-Can-Also-Try-These-Trendy-Tops-With-Dhoti
you-can-also-try-these-trendy-tops-with-dhoti

પેપલમ ટોપ એ ધોતી પેન્ટ સાથે મોડર્ન અને ટ્રેડિશનલ ફેશનનું પરફેક્ટ કોમ્બિનેશન છે. આની સાથે ક્રાફ્ટેડ ઇયરિંગ્સ પહેરો અને પગમાં પહેરો હિલ્સ, મોજડી અથવા જૂતી જે તમને કર્મ્ફ્ટેબલ લાગતાં હોય. પાર્ટીમાં સૌની નજર તમારા પર જ હશે એમાં શંકા નહીં.

4. ધોતી પેન્ટ અને અનારકલી :

You-Can-Also-Try-These-Trendy-Tops-With-Dhoti
you-can-also-try-these-trendy-tops-with-dhoti

અનારકલી આજની આધુનિકાના વોર્ડરોબમાં સ્થાન ધરાવે જ છે. અનારકલી સાથે ધોતી પેન્ટ તમને યુનિક લુક આપશે. તેની સાથે મેચિંગ અથવા કોન્ટ્રાસ્ટ કલરનો દુપટ્ટો વનસાઇડ નાખશો, તો વાત જ ન પૂછો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.