Abtak Media Google News

રોયલ પાર્ક સ્થા. જૈન સંઘ દ્વારા ડુંગર હીર મહામહિલા મંડળના અગિયારમાં નારી શકિત શંખનાદ મહિલા શકિત બે દિવસીય સંમેલન યોજાયું

ગુજરાતરત્ન સુશાંતમુનિ મહારાજ સાહેબ તેમજરાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં પૂ.ભદ્રાબાઈ મહાસતીજીની પ્રેરણાથી તથા  રોયલપાર્કસનકવાસી જૈન મોટા સંઘના ઉપક્રમે ભારતના સમસ્ત સનકવાસી જૈન  ડુંગર હીર મહામહિલામંડળના અગિયારમાં નારી શક્તિ શંખનાદ- મહિલા શક્તિ બે દિવસીય સંમેલન રાજકોટના ડુંગર દરબાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ ભારતના કાલાવડી શરૂ કરી અને પૂર્વ ભારતના કોલકતા સુધીના વિવિધ શહેરના મહિલા મંડળો તેમના તમામ સદસ્યો સાથે લગભગ ૨૫૦૦ બહેનોએ આ ઐતિહાસિક સંમેલનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ધનકુંવરબાઈ મહાસતીજીની પૂણ્ય સ્મૃતિમાં તથા અપૂર્વશ્રુત આરાધિકા પૂજય સાહેબજી લીલમબાઈ મહાસતીજીની પ્રેરણાથી આજી ૧૧ વર્ષ પહેલાંશેઠ ઉપાશ્રયમાં આ મહિલા મંડળનો માત્ર૧૦ મંડળ સાથે શુભારંભ થયો હતો જે આજે ૧૨૦ મંડળ સાથે ૧૮૦૦ બહેનોની વિરાટ સંખ્યા પર પહોંચી ગયું છે.

છેવાડાના બહેનોના ધાર્મિક તેમજ આંતરિક ઉતનના શુભ હેતુી શરૂ યેલા મંડળમાં ધર્મ,અધ્યાત્મ અને આંતરિક ઉતનને લગતી અનેક પ્રકારની હરિફાઈઓનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. બે દિવસીય આ મહાસંમેલનમાં નાદુરસ્ત તબિયત હોવા છતાં બહેનોને જીવન પદર્શન કરાવવા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ  સંમેલનમાં પધાર્યા હતા અને બહેનોને શાસન પ્રભાવિકા બનવા,વૈયાવચ્ચ કરવા,ગૃહ ઉદ્યોગ કરી સ્વનિર્ભર બનવા અને અનેક વિધ પ્રવૃતિઓ સો સો આંતરિક ઉતન કરીને કુટુંબને ઉપાશ્રય બનાવવાની પ્રેરણા કરી હતી.નારીમાં અખૂટ શક્તિઓનો ભંડાર છે.

જો તેમને સાચી દિશા મળે તો તે કલ્પના બહારના પરિણામો સર્જી શકે છે. સંમેલનનો શુભારંભગુજરાતરત્ન પૂજ્ય  સુશાંતમુનિ મહારાજ સાહેબના મંગલાચરણી યો હતો. આ તકે મતી અંજલિબેન રૂપાણી, વિભાવરીબેન દવે,ભાવનાબેન જોશીપુરા, દર્શિતાબેન શાહ તથા રોયલપાર્ક  મોટાસંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠે પ્રસંગોચિત્ત ઉદબોધન કર્યાં હતાં અનેમહામહિલામંડળ દિનપ્રતિદિન પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. માનવીય સંબંધો પર આધારિત વિવિધ વિષયો પર વકતૃત્વ સ્પર્ધા તેમજ નાટ્ય સ્પર્ધામાં ૧૪૦ જેટલાં પ્રવેશપત્રો મળ્યાં હતાં, જેમાં બહેનોએ પોતાની પ્રતિભા દ્વારા અભિનયના ઓજસ પાર્યા હતાં.

બે દિવસીય સંમેલનને સફળ બનાવવા આદર્શયોગિની પૂજ્ય  પ્રભાબાઈ મહાસતીજી અને અખંડ સેવાભાવી પૂજ્ય  ભદ્રાબાઈ મહાસતીજીની પ્રેરણાી પૂ.અજીતાબાઈ મહાસતીજી, પૂ.પન્નાબાઈ મહાસતીજી તેમજ અન્ય મહાસતીજીઓના માર્ગદર્શન નીચે ડુંગર-હીર મહામહિલા મંડળના બહેનોએ  વિણાબેન,  સુલોચનાબેન,  પ્રગતિબેન,  પ્રવિણાબેન,  અલ્પાબેન,  મયુરીબેન,  રત્નાબેન ઉપરાંત રાજકોટના મહિલા મંડળ તેમજ અર્હમ ગ્રુપનાં અને પ્રોગ્રેસીવ ગ્રુપના ભાઈઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે  સંજયભાઈ મહેતા, મેહુલભાઈ રવાણી તા  ભાવેશભાઈ શાહે સુંદર સેવા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.