યોગથી વૈજ્ઞાનિક રીતે જોવા મળી છે મગજમાં હકારાત્મક અસરો: સી.એલ.ક્ષેત્રપાલ

63

સૌ.યુનિ. ખાતે ૨૬મી આંતરરાષ્ટ્રીય એનએમઆર કોન્ફરન્સનો શુભારંભ: ૨૧ ફેબ્રુઆરી સુધી વિશ્ર્વભરના વૈજ્ઞાનિકો શરીરના વિવિધ ઘટકો, બંધારણ, પ્રોટીન વિશે વકતવ્યો રજુ કરશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં રસાયણ શાસ્ત્ર ભવનના આંગણે ૨૬મી આંતર રાષ્ટ્રીય એન.એમ.આર. કોન્ફરન્સનો ભવ્ય શુભારંભ કુલપતિ નીતિન પેથાણી, સી.એલ.ક્ષેત્રપાલ, સુબ્રમણ્યમ, વિજયભાઈ દેસાણીના હસ્તે કરવામાં આવ્યો છે. તા.૧૮ થી ૨૧ ૪ દિવસ સુધી ચાલનાર આ સેમીનારમાં માનવીય શરીરની વર્તણુક અને તેમાં થતા રાસાયણિક ફેરફારો, માનવ શરીરના મગજમાં ઉત્પન થતા તરંગોને એનએમઆર ટેકનોલોજી દ્વારા ચકાસી માનવજીવનમાં ડોકીયુ કરવામાં આવશે.

એન.એમ.આર.ના ભિષ્મ પિતામહ ક્ષેત્રપાલે જણાવેલ કે ભારતીય યોગ ચિકિત્સા, યોગાસનની માનવ શરીર, મગજ પરની હકારાત્મક અસરો અને પરીણામો વૈજ્ઞાનિક રીતે જોવા મળ્યા છે અને તેના સંશોધનના આધારે આજે વિશ્ર્વભરમાં યોગાસનને લોકો અપનાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીના વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી અને યોગાસનના પ્રચારના પાયામાં એનએમઆરના સંશોધનો રહેલા છે. એનએમઆરના રાષ્ટ્રીય પ્રમુખ સેકટન સુબ્રમણ્યમે ૧૯૯૫માં એનએમઆર સોસાયટીની સ્થાપનાથી લઈ અત્યાર સુધીમાં આ સોસાયટીનું મેડિકલ ક્ષેત્રે યોગદાન, કાર્યપઘ્ધતિની છણાવટ કરેલ. આ પ્રસંગે કુલપતિ નિતીન પેથાણીએ પણ વિશ્ર્વભરમાંથી પધારેલ સંશોધનકારોને આવકારતા જણાવેલ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે આ સેમીનાર થકી એનએમઆર ક્ષેત્રે અનેક નવા દિશા સુચન આપનાર સંશોધનો આ વૈજ્ઞાનિકોની ૪ દિવસની કોન્ફરન્સ બાદ પ્રાપ્ત થશે જેમાં યુનિવર્સિટી કળીરૂપ બની છે તેનો આનંદ વ્યકત કરેલ. ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ પણ આ ટેકનોલોજી કેટલી વરદાનરૂપ છે તેની માહિતી આપી હતી.

આ પ્રસંગે કેમેસ્ટ્રી ભવનના પૂર્વ વડાઓ, વિવિધ ભવનનાં અધ્યક્ષો, આત્મીય યુનિ.ના કુલપતિ શિલાચંદ્રન, અનામીકભાઈ શાહ, ક્ધવીનર રંજન ખુંટ, જોઈન્ટ સેક્રેટરી શીપ્રા બલુજા, ડો.મનીષ શાહ વિગેરે સાથે સમગ્ર કેમેસ્ટ્રી ભવન પરીવાર ઉપસ્થિત રહ્યો હતો.

આજના પ્રારંભિક સત્રના પ્રવચનમાં ફ્રાન્સ યુનિ.ના ડો.ગીઆન વૈગલીયાએ માનવ શરીરમાં મેમબ્રેન, રેગ્યુલીન, પ્રોટીનને સોલીડ સ્ટેટ એન.આર.ની મદદથી કઈ રીતે જાણી શકાય તેની છણાવટ કરેલ. વૈજ્ઞાનિક એસ.એસ.અત્રેલએ માનવીય બ્લડ, પ્લાઝમાની મેટા બોલીઝમ સિસ્ટમ અને ગર્ભ વિકાસ વિજ્ઞાન, આઈવીએફ પઘ્ધતિમાં એનએમઆરની ખુબ જ જીણવટભરી માહિતી આપેલ. નોરબર્ટ મુલરે વર્તુળાકાર બંધારણ ધરાવતા કેલ્શીયમ, સેન્સર પ્રોટીન અને તેના ત્રિપરીમાણીય બંધારણમાં થતા ફેરફારને લીધે થતી કેલ્શીયમ ચેનલ એકટીવેશન પઘ્ધતિની કામગીરીની છણાવટ કરેલ.

Loading...