Abtak Media Google News

નૈઋત્યનું ચોમાસુ ફરી સક્રિય થઈ રહ્યું છે: ત્રણ દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવા વરસાદની આગાહી

ચાતક નયને વરસાદની રાહ જોઈ રહેલા જગતાત માટે સારા સમાચાર મળી રહ્યા છે. છેલ્લા ૧૦ દિવસથી સ્થિર થઈ ગયેલું ચોમાસુ આગળ ધપી રહ્યું છે. રવિવારથી ગુજરાતમાં સાર્વત્રીક વરસાદની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર છેલ્લા દશેક દિવસથી સ્થિર થઈ ગયેલુ નૈઋત્યનું ચોમાસુ હવે ફરી એકટીવ થઈ રહ્યું છે. આગામી ત્રણ દિવસ એટલે કે ગુ‚વાર શુક્રવાર અને શનિવાર એમ ત્રણ દિવસ રાજયમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપયાથી લઈ હળવો વરસાદ વરસી શકે છે. ચોમાસુ હાલ સક્રિય થઈ રહ્યું છે. હાલ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં સ્થીર છે જે આગળ વધી મધ્ય પ્રદેશમાં જો ત્યારબાદ બંગાળની ખાડી તરફ આગળ ધપશે ત્યાંથી ટર્ન લઈ ફરી ગુજરાત તરફ આવે તેવી સંભાવના છે. જે રાજયમાં સાર્વત્રીક અને સંતોષકારક વરસાદી આપી શકે છે.

સામાન્ય રીતે એકવાર ચોમાસુ સક્રિય થયા બાદ સિસ્ટમો બનતી રહે છે. આજે સતત બીજા દિવસે ગુજરાતભરમાં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતુ ગઈકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ઝાપટા પડયા હતા આજે રાજકોટનું મહતમ તાપમાન ૨૭.૯ ડિગ્રી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા પવનની ઝડપ ૧૯ કીમી પ્રતિકલાક રહેવા પામી હતી જયારે ગઈકાલનું મહતમ તાપમાન ૩૬.૫ ડીગ્રી નોંધાયું છે.

સૌરાષ્ટ્રમાં જૂન મહિનાના પ્રારંભે જ વરસેલા વરસાદી ઝાપટાને પગલે અનેક ખેડૂતોએ વાવેતર કરી દીધુ હતી, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાના વાદળો વરસી રહ્યા છે. કેટલાક જિલ્લાઓમાં વાતાવારણ પલટાયું હતું તેમ જ અમરેલી, જૂનાગઢ અને જામનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં હળવો વરસાદ શરૂ થયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત્ છે અને મોડી રાત્રીથી વહેલી સવાર સુધી પવનના સૂસવાટા ફૂંકાઇ રહ્યો છે. બુધવારે સવારથી મેઘાવી માહોલ છવાયો હોય તેવું વાતાવરણ છવાયું હતું અને હળવા-ભારે ઝાપટા પડી રહ્યા છે. મંગળવારની રાત્રે જામનગર, વંથલી, વેરાવળ, ઊનામાં હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતાં, જયારે બુધવારે સવારે અમરેલીમાં વરસાદી ઝાપટું પડયું હતું. જામનગરના અમુક વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટા વરસ્યા હતાં. જયારે અમુક વિસ્તારો કોરાધાકોડ રહ્યા હતાં. જસદણમાં બુધવારની વહેલી સવારથી વરસાદી વાતાવરણ થતા રસ્તાઓ ભીંજાય એટલા ૧૦ મિનિટ છાંટા પડયા હતાં. જોકે સવારથી જ વાતાવરણ વાદળછાંયુ છે અને સૂર્યનારાયણદેવ એ દર્શન પણ મોડા કરાવ્યા હતાં. ઊના શહેરમાં કાળાવાદળોથી વચ્ચઆકાશ ઘેરાઇ ગયું હતું અને પવન સાથે સરવાદનું જોરદાર ઝાપટું ૧પ મિનિટ સુધી વરસી ગયેલ હતું. રોડ ભીના થઇ ગયા હતાં. લોકો ધોધમાર વરસાદની આશા રાખી હતી, પરંતુ નિરાશ થયા હતાં. થોડીવાર બાદ તડકો નિકળતા સખત બફારાને કારણે લોકો પરસેવે રેબઝબ થઇ ગયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.