યસ, વી આર રેડી… કોરોનાને મ્હાત આપીશું: કલેકટર

78

કોરોના કહેર વચ્ચે દિવસ-રાત કામ કરતા વહિવટી તંત્રનો બુલંદ હોસલો

લોકડાઉનની ચૂસ્ત અમલવારી દરમિયાન જન જીવનને પણ ધબકતું રાખવા માટે વહીવટી તંત્રનું ટોપ ટુ બોટમ પ્લાનીંગ: કલેકટર, અધિક કલેકટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ફૌજ દિવસ-રાત જોયા વગર આપી રહ્યાં છે સેવા

જિલ્લાવાસીઓને કામ વગર બહાર ન નિકળવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને પોતાના આરોગ્યની તકેદારી રાખવા જિલ્લા કલેકટર રેમ્યા મોહનની લાગણીસભર અપીલ

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પરિસ્થિતિ હાલ કાબુમાં છે તેની પાછળ મુખ્ય ભૂમિકા ભજવનાર એવા જિલ્લા કલેકટર રેમ્યા મોહનની સુચના મુજબ તમામ સરકારી વિભાગો દ્વારા કોરોનાને નાથવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કોરોનાની મહામારીથી જિલ્લાને ઉગારવા કલેકટર કચેરી દિવસ-રાત ધમધમી રહી છે. જિલ્લા કલેકટર, અધિક કલેકટર, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, નાયબ મામલતદારો આ યુદ્ધના સૈનિક બનીને લોકડાઉનની કપરી પરિસ્થિતિ દરમિયાન જનજીવનને ધબકતું રાખવા માટે દિવસ-રાત જોયા વગર કામ કરી રહ્યાં છે. ત્યારે હાલની સમગ્ર સ્થિતિને લઈને ‘અબતક’ દ્વારા જિલ્લા કલેકટર રેમ્યા મોહન સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

અબતક: આપ પહેલા કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા અત્યારે રાજકોટમાં ફરજ બજાવો, રાજકોટ માટે શું કહેશો?

કલેકટર : હાલમાં જે કપરી પરિસ્થિતિ છે ત્યારે રાજકોટમાં સમાજના આગેવાનો, પદાધિકારીઓ, સામાજિક સંસ્થાઓ અને વહિવટી ટીમ ખૂબ જ સારી રીતે આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળી તે રીતે મહેનત કરી રહ્યાં છે. બધાના સહકારથી અમને પણ એવું લાગે છે કોરોના વાયરસનો જે પ્રશ્ર્ન વિશ્ર્વભરમાં ચાલી રહ્યો છે ત્યારે રાજકોટને અમે સાથે રહીને બહાર લાવીશું.

અબતક: બીજા રાજ્યો, શહેરો કરતાં રાજકોટની પરિસ્થિતિ ઘણાં અંશે કંટ્રોલ કરી શક્યા છીએ શું કહેશો?

કલેકટર : લોકડાઉન અમલી બન્યું ત્યારબાદ અમુક કિસ્સાઓ સામે આવે છે. લોકો લોકડાઉનનું પાલન નથી કરતા કારણ વગર બહાર ફરે છે. ત્યારે રિલેટીવલી ઘણા લોકો લોકડાઉનનું પાલન કરે છે. સોશ્યલ ડિસ્ટન્સ રાખે, નીતિ-નિયમોનું પાલન કરે છે. તેથી આપણે આ જે કોરોનાની સર્કિટ છે તેને તોડી શકીશું તેવું બને. કેસ થાય કે ન થાય આ એક ઈન્ફેકસેસ્યસ ડિસીસ છે. તેના પર આપણે ભાર નહીં મુકીએ. પરંતુ કેસ થાય તો તેનું મેનેજમેન્ટ કેવી રીતે થાય અને વધારાના સ્પ્રેડને કેવી રીતે ઈમીડીએટ એકશન લઈ કેવી રીતે અટકાવીએ અને પેશન્ટને સારવાર તેમજ તેમને કઈ રીતે સાચવીએ વગેરે બાબતોમાં વધારે ફોકસ હોવું જોઈએ.

અબતક: કોરોના પોઝિટીવ પેશન્ટ માટે હોસ્પિટલમાં કેવા પ્રકારની સુવિધાઓ રાખવામાં આવે છે?

કલેકટર : કોરોના પેશન્ટને આઈસોલેશનમાં રાખતા હોઈએ. તેની સાથેના કલોઝ કોન્ટેકસ હોય, પોતાના પરિવારજનો, મિત્રો, ધંધા કરતા હોય તો ત્યાં તેને મળતા લોકો તેનું કોન્ટેક ટ્રેસીંગ કરીને આ લોકોને લક્ષણો ન હોય તો ફેસેલીટી કવોરન્ટાઈનમાં રાખીએ અને જે પેશન્ટ છે તેમને સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ રાજકોટમાં હમણાં જ તેનું ઉદ્ઘાટન થયું તે જ હોસ્પિટલને ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તરીકે નિમવામાં આવી છે, ત્યાં બધીજ વ્યવસ્થાઓ આઈસીયુ સહિતની મોર્ડન ફેસીલીટી છે જે કોરોના વિરુધ્ધ જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ઉપયોગ થાય છે.

અબતક: સરકારે જાહેર કર્યું હતું કે, જીવન જરૂરીયાતની વસ્તુઓ મળી રહેશે. સસ્તા અનાજની દુકાનો પર ગરીબોને રાશન મળી રહેશે તે ચેનલને તંત્ર દ્વારા કઈ રીતે હેન્ડલ કરવામાં આવે? કેટલા લોકો સંકળાયેલા છે?

કલેકટર : સસ્તા અનાજની દુકાનો રુરલમાં ૫૦૦થી વધુ છે. અગ્રતા ધરાવતા કુટુંબના વ્યક્તિઓને ૫ આઈટમની ફૂડ બાસ્કેટ બધાને આપી ચૂકયા છીએ. સાથો સાથ બીજી કેટેકરી નોન અગ્રતા ધરાવતા કુટુંબો પરંતુ બીપીએલ હોય તો તેમને પણ સરકારે લીધેલા નિર્ણય મુજબ ૫ આઈટમની ફૂડ બાસ્કેટ મળશે. નોન અગ્રતા ધરાવતા બીપીએલમાં પણ રાકજોટમાં ૩૦,૦૦૦ કુટુંબ છે. ઉપરાંત અન્ન બ્રહ્મ યોજના હેઠળ રાજકોટના ૩૦,૦૦૦ લોકો જેમાં ૧૦,૦૦૦ રૂરલ અને ૨૦,૦૦૦ સિટીમાં વિતરણ થઈ ચૂકયું છે. અલગ અલગ કેટેગરીના લોકોને સરકારી સિસ્ટમ થ્રુ અને રાજકોટ માટે ૧૦,૦૦૦ અલગ રાશન કીટ બનાવડાવી છે. સંસ્થાઓને સાથે રાખી જ્યાં જરૂર પડે ત્યાં વિતરણ ચાલું છે. તાલુકામાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને તે લોકો જે ઈન્સીડર કમાન્ડ જે વિસ્તાર માટે હોય. ત્યાં પણ સંસ્થાઓ પ્રાઈવેટ અને સરકારી કીટનું સારી રીતે વિતરણ કરી રહ્યાં છે. રાજકોટમાં કોઈ એવી સ્થિતિથી કે કોઈ પરપ્રાંતિય મજૂર ગરીબ વ્યક્તિને દિવસમાં બે ટાઈમનું જમવાનું ન મળતું હોય.

અબતક: રાજકોટના લોકોએ લોકડાઉનમાં તંત્રને કેટલો સહયોગ આપેલ?

કલેકટર : રાજકોટમાં મોટાભાગના લોકો સહયોગ આપે છે. ત્યારે મારી ખાસ વિનંતી છે કે, આપણે એસેન્સીયલ આઈટમો જેવી કે દવાઓની દુકાન હોય તેને ખુલ્લી રાખવા માટે પરમીશન આપીએ. બે લોકોને બેસવા પાસ આપીએ ત્યારે બહાર ૨૦ ગાડીઓ ઊભી હોય. ત્યારે વ્હીકલ ડીટેઈન સહિતના પ્રશ્ર્નો ઉભા થાય. પરંતુ જેમને તાત્કાલીક દવાની જરૂરત હોય તેના પર તંત્રને શંકા જાય તેવી સ્થિતિ ન ઉદ્ભવે માટે સહકાર આપો તેવી બધાને વિનંતી છે.

અબતક: દુનિયાભરમાં દેશમાં કેસો વધી રહ્યાં છે ત્યારે હજુ પણ લોકડાઉન વધારવામાં આવે તો તે બાબતે આપ શું કહેશો?

કલેકટર : અત્યારે તો એ બાબતે કોમેન્ટ નહી કરી શકીએ. પરંતુ જે કાંઈ પરિસ્થિતિ હશે તેને પહોંચી વળવા માટે અમે તૈયાર છીએ એટલી ખાતરી આપી શકું છું.

અબતક: લોકોને શું સંદેશો આપશો?

કલેકટર : સરકાર કોઈપણ નિર્ણય લેશે કે લેવાની હોય તે દેશના હિત માટે હોય છે. રોગચાળાને ફેલાવતો અટકાવવાના જ નિર્ણય હોય છે. ગરીબ, મધ્યમ વર્ગ, ધંધાદારી બધાના પ્રશ્ર્ન હોય. ત્યારે બધાએ સહન શક્તિ વધારી, હિંમત રાખી આપણાં જ માટે વડીલો, બાળકો માટે જ છે. આ રોગ સ્પ્રેડ થાય તો બહુ મુશ્કેલી થશે. આપણે બીજા દેશોની પરિસ્થિતિ જોઈ શકીએ છીએ તેના કરતા ભારતની પરિસ્થિતિ ખૂબ સારી છે. તેથી આ જ પરિસ્થિતિમાં બ્રેક લગાડી. સરકાર જેમ કહે તેમ પાલન કરીને હિંમત ન હારી, બીજા રિએકશન ન આવે, જો રિએકશન આવે તો સાથો સાથ લો-એન્ડ ઓર્ડરની સીચવેશન બગડે. તેથી તંત્રએ તે તરફ પણ ધ્યાન આપવું પડે. માટે સાથે રહીને શાંતિથી પડકારનો સામનો કરીએ. તેવી મારી ખાસ વિનંતી છે.

અબતક: રાજકોટના કલેકટર તરીકેની આપ ફરજ બજાવો છો તો એક મહિલા તરીકે આ સમયમાં તમારી દિનચર્યા કેવી છે? ફેમેલી સપોર્ટ કેવો છે?

કલેકટર : અત્યારના સમયમાં કોઈ ટાઈમ ફીકસ નથી હોતો, અમૂક દિવસ અગિયાર વાગ્યે ક્યારેક રાત્રે બાર વાગ્યે, એક વાગ્યે ઘરે જવાનું થાય છે. મારું ફેમીલી ખૂબજ સપોર્ટીવ છે. તેમના સપોર્ટના કારણે હું કોઈપણ ટેન્શન વગર સેવા આપી શકું છું.

અબતક: આ સમયમાં લોકોએ શું તકેદારી રાખવાની જરૂર છે જેથી આ મહામારીમાંથી બચી શકીએ?

કલેકટર : લોકોએ એ કાળજી રાખવી જોઈએ કે પોતાના માટે પોતાની ફેમીલી માટે ગ્રુપમાં ભેગા ન થાય. સોશિયલ ડિસ્ટન્સ રાખે, જો કોઈને ઈન્ફેકશન હોય તો તેનો ચેપ આપણને ન લાગે, રેગ્યુલર હેન્ડ વોશીંગ કરીએ. જો કોઈ બિમાર હોય તો તાત્કાલીક તેનું રિપોર્ટીંગ જરૂરી છે. તેથી વધુ સ્પ્રેડ ન થાય અને રોગોને ફેલાતો અટકાવી શકીએ. જો આ કરીશું તો મને ખાતરી છે કે આ રોગને અટકાવી શકાશે.

Loading...