Abtak Media Google News

ડિપ્રેશન કારણ કોઈ એક કે બે વ્યક્તિ હોવાનું કહેતા નેહાનું કહી પે નિગાહે, કહી પે નિશાના

બોલીવુડની પ્રખ્યાત સીંગર નેહા કકકરે પોતે ડિપ્રેશનમાં હોવાનો ખુલાસો સોશીયલ મીડિયા પર કર્યો હતો. તાજેતરમાં જ તે અભિનેતા હિમાંશ કોહલી સાથે રિલેશનશીપમાં હોવાની વાતો અહેવાલમાં આવી હતી અને આ વાતને થોડા સમયમાં તેણે પોતે બ્રેકઅપ કર્યા હોવાનું કહ્યું હતું. જો કે ડિપ્રેશનથી બહાર આવેલી નેહાએ પોતાની હાલત પાછળ કોઈ એક કે બે વ્યક્તિ ન હોવાનું સ્પષ્ટ કરતા પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હા હું ડિપ્રેશનમાં છું, વિશ્ર્વના નકારાત્મક લોકોની હું આભારી છું.

મારી જીંદગીના સૌથી ખરાબ દિવસો દેવામાં તમને સફળતા મળી છે તેના બદલ અભિનંદન’ ૩૦ વર્ષીય ગાયીકાએ વધુ એક પોસ્ટમાં સ્પષ્ટ કર્યું હતું. જો કે તેણે કોઈ એકને નહીં પરંતુ સ્ટારડમમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવને લીધે આ પોસ્ટ કરી હોવાનું નેહાનું માનવું છે. તેણે તેની બીજી નોટમાં લખ્યું હતું કે, ‘હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મારી હાલત પાછળ એક કે બે વ્યક્તિ નથી, વિશ્ર્વ મને મારુ ખાનગી જીવન જીવવા નથી દેતુ, જે લોકો મને પ્રેમ કરે છે.

મારા કામને સરાહનીય માને છે તેનો હૃદયથી આભાર પરંતુ જે લોકો મારા વિશે જાણ્યા વિના જ કાંઈ પણ કોમેન્ટો કરે છે અથવા ટીકા કરે છે તેમને હું વિનંતી કરું છું કે તેઓ જજમેન્ટલ ના બને, મારૂ જીવન ખુબજ અઘરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે, હું વિનંતી કરૂ છું કે, મને શાંતિથી જીવવા દો’

Screenshot 1 7

રસપ્રદ વાત તો એ છે કે, નેહાએ પોતે હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ કર્યા હોવાનું કહ્યું અને ત્યારબાદ આ ડિપ્રેશનની પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર કરી. જો કે પોસ્ટમાં તેણે કયાંય પોતાના બ્રેકઅપ કે રિલેશનશીપને લઈને આંગણી ચિંધી નથી પરંતુ તેનો ઈસારો એકસ બોયફ્રેન્ડ કોહલી તરફ કર્યા હોવાના સંકેતો એટલા માટે સ્પષ્ટ થાય છે કારણ કે તેણે સોશ્યલ મીડિયા ઉપરથી છેલ્લા કેટલાક સમયથી હિમાંશ કોહલીને અનફ્રેન્ડ કર્યો છે.

ગત વર્ષે ઈન્ડિયન આઈડલ-૧૦ના સેટ ઉપર બન્નેએ રિલેશનશીપમાં હોવાનું સ્વીકાર્યું હતું. ઈન્ડિયન આઈડલ-૨થી નેહાના સિંગીંગ કેરીયરની શરૂઆત થઈ હતી. તેણે એક ઈન્ટરવ્યુમાં પોતાના સ્ટારડમ વિશે કહ્યું હતું કે, હું તમામ લોકોને કહું છું કે, વર્તમાન સમયમાં હું મારા સ્વપ્નને જીવી રહી છું, મેં કયારેય વિચાર્યું ન હતું કે આ સ્વપ્ન હકીકતમાં તબદીલ થશે. લોકોએ મને ખૂબજ મોટી બનાવી દીધી છે જે મેં એક ફિમેલ સીંગર તરીકે કયારેય પણ ધાર્યું ન હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.