Abtak Media Google News

પોલીસના રાજદીપસિંહ સાથે દુર્વ્યવહારથી કોંગ્રેસ આક્રમક મુડમાં

જો ન્યાય નહીં મળે તો હાઇકોર્ટમાં જવાની ચીમકી

પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ વધારાના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા લોકશાહી ઢબે કરવામાં આવેલો વિરોધનો ગળુ દબાવવાનો પોલીસ દ્વારા કરવામાં આવેલા હિન પ્રયાસમાં કોંગી અગ્રણી રાજદીપસિંહ જાડેજા સાથે કરેલા ગેરવર્તુળક અને અશ્વ પર રોષ ઠાલવવાના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને લેખીત રજુઆત કરી જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવા માંગ કરવામાં આવી છે.

વધુ વિગત મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી કોંગ્રેસ દ્વારા ભારતભરમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમના ભાગરુપે તા.ર૯ ને સોમવારને રોજ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવા માટે પોલીસ પાસેથી મંજુરી માંગવા છતાં ન અપાતા કોંગ્રેસ દ્વારા લોકશાહી ઢબે વિરોધ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કોંગી અગ્રણી રાજદીપસિંહ જાડેજા દ્વારા વોર્ડ નં.૧૦ થી અશ્ર્વ પર સ્વારી કરી નીકળીને યાજ્ઞીક રોડ પર પહોચ્યા ત્યારે પૂર્વ પ્લાનીંગ સાથે અને જેનો વિસ્તાર પણ નથી આવતો તેવા એસીપી રાઠોડ, ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. વી.કે. રાઠોડ, ભકિતનગર પોલીસ મથકના જેબલીયા ખાખીના મદમાં એક ગુન્હેગાર સાથે કરે તેવું વર્તન કરી અશ્ર્વને મોઢાના ભાગે ઉગ્રતા પૂર્વક માર મારી રાજદીપસિંહ જાડેજાને ગાળો આપી અને અશ્ર્વ પરથી પછાડવાનો પ્રયાસ કરી ત્રણેય પોલીસ વાન બેસાડી માર માર્યોનો વિડીયો વાયરલ થતા બુઘ્ઘ્ીજીવીઓમાં ધેરા પ્રત્યાધાત પડયા હતા.

Dsc 0953

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં અગ્રણીઓ દ્વારા શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને વિડીયો કોન્ફરન્સ રજુઆત કરવામાં આવી જેમાં જવાબદાર ત્રણેય પોલીસ અધિકારી સામે શહેરમાં શાંતિ ડહોળાય તેમજ લોકશાહીનો અવાજ દબાવવાના કરેલા પ્રયાસથી હત્યાની કોશિષની કલમ હેઠળ તેમજ  અશ્ર્વને મારેલા મુકાથી એનીમલ એકટ હેઠળ અને શહેરમાં કાયદાનું પાલન કરાવતા ત્રણેય અધિકારીએ માસ્ક ન પહેર્યા હોય તો તેમની સામે પગલા લેવા માંગ કરવામાં આવી હતી.

Dsc 0980

તેઓની તાત્કાલીક ધરપડક કરવામાં આવે તેવી અમારી માંગણી છે. અને અમારા આગેવાન અને ભોગ બનેલા ડો. રાજદીપસિંહ જાડેજાની ફરીયાદ પરથી ગુનો દાખલ કરવામાં આવે જો ઉ૫રોકત અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં નહિ આવે તો અમોએ ના છુટકે ન્યાય માટે અમો હાઇકોર્ટમાં જવાની ફરજ પડશે જેના જવાબદાર માત્રને માત્ર આપ પોતે રાજકોટના પોલીસ કમિશ્નર તરીકે રહેશો. તેમ જણાવ્યું હતું. આ રજુઆતમાં શહેર પ્રમુખ અશોક ડાંગર, વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા, મહેશભાઇ રાજપૂત, હેમાંગભાઇ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઇ ચોવટીયા અને પ્રદીપભાઇ ત્રિવેદી નગર સેવિકો અને અગ્રપી સહિત મોટી સંખ્યામાં ભાઇ-બહેનો ઉ૫સ્થિત રહ્યા હતા.

એ.સી.પી. પી.આઇ. અને પી.એસ.આઇ સામે ગુનો નોંધો

Dsc 0971

રાજકોટ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારો કરવામાં આવતા તેના વિરોધમાં કોંગ્રેસપક્ષના આગેવાનો દ્વારા વિરોધ વ્યકત કરવામાં આવી રહ્યો હતો ત્યારે કોંગી અગ્રણી રાજદીપસિંહ જાડેજા સહિતનાને એસીપી રાઠોડ, પીઆઇ વી.કે.ગઢવી, ફોજદાર પી.બી.જેબલિયા તથા અન્ય સ્ટાફ દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને એસીપી રાઠોડએ ઘોડાને ફડાકા માર્યા હતા અને રાજદિપસિંહ જાડેજાને પણ બળજબરી પૂવર્ક નીચે ઉતારી ગાળાગાળી બેફામ વાણી વિલાસ કરી ગેરવતર્ણૂક કરી બળજબરીથી પોલીસ જીપમાં બેસાડી દઇ પોલીસે ગુનો નોંધી અટકાયત કરી હતી.

કાલાવડ રોડ પર રામ પ્લોટમાં રહેતા એડવોકેટ રાજદીપસિંહ અજીતસિંહ જાડેજાએ એ.ડિવિ. પોલીસ મથકમાં એસીપી રાઠોડ, ભક્તિનગર પીઆઇ વી.કે.ગઢવી તથા ફોજદાર પી.બી. જેબલિયા તથા અન્ય સ્ટાફ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.