Abtak Media Google News

એઇડસ હોય કે કેન્સર, વાઉ પ્રોજેકટના સ્વયંસેવકોનો મુખ્ય ધર્મ છે: સેવા તેમના માટે જાત-પાત, ગરીબ-તવંગર કે ઊંચ-નીચના ભેદભાવો અસ્તિત્વ જ નથી ધરાવતા

કુદરત જયારે માનવી પાસેથી બધું જ છીનવી લે છે. ત્યારે એ વિકટ સમયને પચાવીને આગળ વધવા માટે કુદરત માણસમાં આત્મબળનું સિંચન કરે છે. પડધરી તાલુકામાં વાઉ પ્રોજેકટના સ્વયંસેવકોને જેટલા કેસ જોવા મળ્યા. એ તમામ કરુણ હતા. સાવ અંતરિયાળ વિસ્તાર ગણાતો એ પ્રદેશ પોતાની અંદર કોણ જાણે કેટલી દુ:ખભરી દાસ્તાન દફન કરીને બેઠો છે. અહીં જેમના વિશે વાત કરવાના છીએ એ પુખ્ત યુવાન છે. ૧૮ વર્ષની ઉમર થઇ ગઇ હોવા છતાં આર્થિક અને સામાજીક કારણોસર તે હજુ દસમા ધોરણમાં જ અભ્યાસ કરી રહ્યો છે. એનું નામ હર્ષ (નામ બદલ્યું છે.)

જિંદગી એની સાથે એટલી ક્રુર રમત રમી ગઇ કે એની  કળ વળવામાં કદાચ દાયકાઓ વીતી શકે! થોડા વર્ષો પહેલા એના માતા-પિતા બન્ને એઇડસની બિમારીને કારણે મૃત્યુ પામ્યા હતા. કુટુંબીજનોએ પણ એને આશરો આપવાને બદલે કડવા વેણ બોલીને ઘરમાંથી કાઢી મૂકયો. મિત્રો, સગા-વહાલા સૌ કોઇને એનો સાથ છોડી દીધુ. મુશ્કેલીના સમયમાં એની પાસે રહેવા છત સુઘ્ધાં ન રહી. હાલમાં તે પોતાના બનાવેલ ઝુંપડાના ઘરમાં એકલાવ્યું જીવન જીવી રહ્યો છે. કપડા ધોવાથી માંડીને ભોજન બનાવવા સુધીના રોજિંદા કામો તે જાતે કરે છે હર્ષનું જીવન વધુ મુશ્કેલીભર્યુ ન બને એ માટે વાઉ પ્રોજેકટ મૉ-બાપની જેમ પડછાયો બનીને એની સાથે ઉભો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.