Abtak Media Google News

નીરવ મોદીએ હોંગકોંગમાં છુપાઈને ત્યાંના અરબપતિઓ સાથે મજબુત સંબંધો બનાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ વચ્ચે થનારી મુલાકાતમાં કરોડોનું કૌભાંડ કરીને ફરાર થનારા નિરવ મોદી વિશે ચર્ચા કરી શકે છે. કારણકે નીરવ મોદી હોંગકોંગમાં છુપાયેલો હોવાની શંકા છે. હવે ૨૮મી એપ્રિલે નરેન્દ્ર મોદી અને ઝિનપિંગની અનૌપચારિક મુલાકાતમાં સીમાના વિવાદ ઉપરાંત નીરવ મોદીની શોધનો મામલો પણ ચર્ચામાં આવી શકે છે. બની શકે કે વડાપ્રધાન ચીનમાં છુપાયેલા ‘મોદી’નો ફેંસલો કરીને જ આવે.  જોકે ચીને નીરવ મોદીનો ફેંસલો હોંગકોંગ લોકલ ઓથોરિટી પર છોડી દીધો છે પરંતુ અંતિમ નિર્ણય ચીન જ લેશે.

30824 Modi Pm Pti

સુત્રોના આધારે નીરવ મોદીના હોંગકોંગના અરબપતિઓ સાથે મજબુત સંબંધો હોવાનું સામે આવ્યું છે. આ મામલે વડાપ્રધાન અને ઝિનપિંગ પહેલા રક્ષામંત્રી નિર્મલા સીતારમણ પણ સોમવારે ચીન પહોંચી ચુકયા છે તો વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પહેલાથી જ ચીનમાં છે તે ચીન, રશિયા તેમજ મધ્ય એશિયાના મંત્રીઓ સાથે શંધાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં હાજરી આપશે.

Vbk Narendra Modiવડાપ્રધાને પણ ચીની રાષ્ટ્રપતિની મુલાકાત લઈ નીરવ મોદી અંગે ગંભીરતા દર્શાવી છે: ચીનના ઉપરાષ્ટ્રપતિ વાંગ કિવશાને સોમવારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની મુલાકાત લીધી હતી. ડોકલામ વિવાદ બાદ માનવામાં આવે છે કે, સરહદોને કારણે ૭૨ દિવસમાં ડોકલામ સ્ટેન્ડ ઓફ વાતચીત કેન્દ્રમાં રહેશે માટે આ મુલાકાત ચીન-ભારત બન્ને દેશો માટે મહત્વની રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.