Abtak Media Google News

આ હિરો બ્રિટીશ કાઉનની શોભામાં ચાર ચાંદ લગાડશે

બુકારા કરોવની ખાણમાંથી વર્ષ ૨૦૧૫ નવેમ્બરમાં ૩૦૦ કરોડ વર્ષ જુનો એક પથ્થર મળી આવ્યો હતો. જેની રચના રફ તો આકાર ટેનીસ બોલ જેવડી હતી. આ હિરો વિશ્ર્વનો સૌથી મોટો ડાયમંડ હતો. જેની નિલામી કેનેડાની બુકારા કંપની દ્વારા સૌથી ઉંચી બોલીમાં બ્રિટીશ ડાયમંડના મોટા ડિલરની પાસેથી રૂ. ૩૫૦ કરોડની કિંમતમાં ખરીદવામાં આવી હતી. જેની માહિતી વેનકોયુલ્વેરની કંપની દ્વારા ગત કાલ આપવામાં આવી છે. ૧,૧૦૯ કેરેટના આ ડાયમંડનું નામ લેસેદી લા રોના મતલબ આપણો ઉજાસ જે બોસ્ટવાનાની રાષ્ટ્રીય ભાષા છે તેમાં રાખવામાં આવ્યું છે. સોથેબી ઓકશનની આ બોલી વિશે બુકારાના પ્રેસિડેન્ટ વિલિયમ લેમ્બે જણાવ્યું હતું કે, આ બોલી ડાયમંડની દુનિયાની સૌથી મોટી બોલી સાબિત થઈ છે, જેની ચુકવણી ૪૭,૭૭૭ પ્રતિ કરેટમાં કરવામાં આવી છે. તો આ ડાયમંડને હવે કોતરીને આકાર આપવામાં આવશે. ઘણી વખત એવું થતું હોય છે કે બોલી બરાબર કરવામાં આવતી નથી માટે ડાયમંડનું વેચાણ થતુ નથી કારણકે વસ્તુને તેને ન્યાય આપનારી કિંમત મળતી નથી પરંતુ આ ઓકશનેતો ઈતિહાસ સર્જી દીધો હતો. બેમ્બે જણાવ્યું હતું કે આ પત્થર કંપનીના સ્ટોકનો સૌથી વધુ વજન ધરાવતો હિરો હતો. આ રફ ડાયમંડનું કદ ૩,૧૦૬.૭૫ કેરેટ કુલ્લીનામનુ હતું. જે ૩૦૦ કરોડ વર્ષ જુનો હિરો હતો હવે આ પથ્થરને ૧૦૫ ડાયમંડમાં કોતરી લેવામાં આવશે. જેને બ્રિટીશ ક્રાઉનમાં સજાવવામાં આવશે. લેસેડીને માન સન્માન સહિત આકાર આપવામાં આવશે તેવું તેના માલિક લોરેન્સ ગ્રાફે જણાવ્યું હતું તો આ ડાયમંડ બ્રિટિશ ક્રાઉનની શોભામાં ચાર ચાદ લગાડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.