Abtak Media Google News

તાણ, આંચકી, વાઇ એવા શબ્દોથી કદાચ કોઇ અજાણ નહીં હોય પરંતુ શું સૌ કોઇ તેના ઉપાયો અને ઉપચારથી વાકેફ છે. તો તેનો જવાબ નકારાત્મક જ હશે. અને ભારતમાં જ્યાં આ બિમારીને અંધશ્રધ્ધા સાથે પણ જોડવામાં આવે છે. જેનું તારણ એવું આવે છે કે જે કોઇ વ્યક્તિને આંચકી કે વાઇ આવે છે તેના પર ભૂતપ્રેમની છાયા છે. જેના કારણે તેનાં દર્દીને યોગ્ય ઉપચાર અને દવાનાં બદલે ભૂવાની પાસે લઇ જવામાં આવે છે. પરંતુ આ બાબતે વિશ્ર્વકક્ષાએ જન જાગૃતિ ફેલાવવા એ બિમારીથી પીડાતી એવી નાનકડી કેસીડી મેગન જેનો જન્મ કેનડાના નોવા સ્કોટીયા થયો હતો અને ૨૦૦૮માં તેને આંચકી,વાઇની ગંભીરતા સમજી તેના વિશે લોકોને જાગૃત કરવાનો દ્રઢ નિશ્ર્ચય કર્યો હતો. જેના પરિણામ સ્વરુપ તેની સાથે નોવા સ્કોટીઆની ધ એપીલેપ્શી એશોસિએશન નામની સંસ્થા પણ જોડાઇ અને દુનિયા આખીમાં એિ૫લેપ્સી એટલે કે તાણ-આંચકી વિશે લોકોને જાગૃત કરતા આવ્યાં છે.

૨૬ માર્ચ એટલે પર્પલ ડે જેનો મુખ્ય હેતુ લોકો એપીલેપ્સ એટલે કે તાણ-આંચકીને દૂર કરવા અને તેનાથી પીડાતા દર્દી સાથે યોગ્ય વર્તન વ્યવહાર કરવા બાબતે જાગૃત કરવાનો દિવસ.

વર્લ્ડ દિવસ ડે, ૨૦૦૯માં આ અભિયાનને સફળતા મળતા એ સંસ્થા સાથે ૧ લાખ વિદ્યાર્થીએ ૯૫ કાર્ય સ્થળો અને ૧૧૬ રાજકીય સંસ્થાઓ જોડાઇ હતી.

આટલાં બહોળા પ્રતિસાદ બાદ દુનિયાભરનાં વાઇનાં દર્દીઓએ પણ અભિયાનમાં જોડાવાની ઇચ્છા દર્શાવી હતી. અને વર્ષ ૨૦૧૭માં ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

પર્પલ દિવસની પહેલ કરનારી કેસીડી મેગનને પણ ૨૦૧૨માં ક્વીન્સ, ડાયમંડ જ્યુબીલી મેડલ, વર્ષ-૨૦૧૫માં લાબી કૌસોલીસ દ્વારા  પાર્લામેન્ટમાં અભિનંદ તેમજ વર્ષ ૨૦૧૭માં કેનેડા એસઓએસ (જઘજ) દ્વારા ઇન્સ્પાઇરીંગ યુથ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

તો આ રીતે જે દર્દથી પોતે પીડાતી હતી તે દર્દને સમજી અને લોકો તે વિશે જાગૃત થાય તેમજ જે લોકો એ દર્દથી પીડાય છે તેની પીડાની ગંભીરતાને લોકો સમજે અને તેનો સમયસર ઉપચાર કરાવે તેવા હેતુથી પર્પલ ડે ની શરુઆત કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં આ અભિયાનમાં વિશ્ર્વભરનાં લોકો પર્પલ કલરનું પહેરણ પહેરીને અથવા તો પર્પલ રીબીન સાથે રાખીને જોડાયા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.