મહેસુલી કર્મચારીઓનું આજથી વર્ક ટુ રૂલ આંદોલન

પડતર પ્રશ્ર્નો હલ ન થતા મહામંડળે ફરી સરકાર સામે બાંયો ચઢાવી: મહેસુલ સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર

મહેસુલી કર્મચારીઓએ આજથી પડતર પ્રશ્ર્નો ઉકેલવાની માંગ સાથે વર્ક ટુ રૂલ આંદોલન છેડયું છે. ઘણા સમયથી પડતર પ્રશ્ર્નો ઉકેલવાની વાત અઘ્ધતાલ રહી હોય ફરી મહામંડળે સરકાર સામે બાયો ચઢાવીને જંગ શરુ કર્યો છે.

મહેસુલી કર્મચારીઓના પ્રશ્ર્ને ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળ છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યું છે. અગાઉ પણ આંદોલન શરુ કરાયું હતું પરંતુ યોગ્ય ઉકેલ લાવવાની બાહેધરી મળતા આંદોલન સમેટાયું હતું. ત્યારબાદ આજ સુધી સરકારે કર્મચારીઓના પ્રશ્ર્ને હકારાત્મક વલણ દાખવ્યું ન હોય આજથી મહામંડળના આદેશ અનુસાર રાજયભરના મહેસુલી કર્મચારીઓનું વર્ક ટુ રૂલ આંદોલન શરુ થયું છે. આ અંગે રાજકોટ જીલ્લા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ કે.એમ.ઝાલા અને મહામંત્રી એચ.ડી. રૈયાણીએ જણાવ્યું છે કે મહામંડળના આદેશ મુજબ રાજકોટ જીલ્લામાં મહેસુલી કર્મચારીઓ અચોકકસ મુદત સુધી મહેસુલ સિવાયની કામગીરીનો બહિષ્કાર કરે છે.

Loading...