Abtak Media Google News

યુનિવર્સિટીમાં સંશોધકો, અધ્યાપકો, વિદેશી તજજ્ઞો તા સમાજ માટે ઉપયોગી બનશે ડિજિટલાઈઝ હસ્તપ્રતો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સાંસ્કૃતિનું ખરૂ જતન કરવા માટે સૌરાષ્ટ્રની આગવી ઓળખ ઉભી થાય તે માટે ચારણી સાહિત્યના સ્વરૂપે ૧૦૦ થી ૧૦૦૦ વર્ષ જૂનું ૧૨૦૦૦થી વધુ હસ્તપ્રતોનું ડિજીટલાઈઝેશન કરવાની કામગીરી યુનિવર્સિટીના કુલપતિના માર્ગદર્શન હેઠળ તેમજ સ્વામિનારાયણ મંદિર કુંડળધામના સ્વામી જ્ઞાનજીવનદાસ, સ્વામી બ્રહ્મપ્રકાશ સહિતના સંતો સહિત ૧૦૦ જેટલા કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યાં છે અને આગામી ચાર થી પાંચ દિવસમાં કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ થશે. Vlcsnap 2018 02 17 13H23M11S82

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સપના ઈ.સ.૧૯૬૭માં થઈ હતી. આદ્યકુલપતિ ડોલરરાય માંકડ સંસ્કૃત, કંઠસ્ પરંપરા અને પુરાતત્ત્વોના ઉંડા અભ્યાસી હતા. ગુજરાતની અન્ય યુનિવર્સિટીની તુલનામાં સૌરાષ્ટ્રની આગવી ઓળખ માટે ચારણી સાહિત્ય અને કંઠસ્ પરંપરાની સામગ્રીનો યોગ્ય ઉપયોગ થાય તે માટે હસ્તપ્રત ભંડારની સપના ગુજરાતી ભવનમાં કરવામાં આવી હતી.

Vlcsnap 2018 02 17 13H22M04S174

કંઠસ્ પરંપરા અને લોકસાહિત્યની હસ્તપ્રતો મેળવવા માટે રતુદાન રોહડીયાની નિમણૂંક કરવામાં આવી હતી. ૧૨૦૦૦ જેટલી હસ્તપ્રતો એકઠી કરી તેના સુચિપત્રો બે ભાગમાં તૈયાર કરવામાં આવ્યા. આ હસ્તપ્રતો અને ગ્રંો આધારિત ૩૦ જેટલા મહાનિબંધો અને ૯૦ જેટલા લઘુશોધ નિબંધો તૈયાર યા. ચારણી સાહિત્યનો ઈતિહાસ અને અન્ય ૪૦ જેટલા પુસ્તકો હસ્તપ્રત ભંડારને આધારીત પ્રગટ યા. આ હસ્તપ્રત ભંડારમાં વિવિધ ભાષાના ગ્રંથો સચવાયા છે. જેમાં સંસ્કૃત, હિન્દી, વ્રજ, પ્રાકૃત, ગુજરાતી, રાજસની, માગ્ધી, મરાઠી, ગુરુમુખી, ઉર્દુ, કચ્છી અને ફારસી ભાષાની મહત્વની રચનાઓ છે.

આ હસ્તપ્રત ભંડારમાં સાહિત્ય, સંસ્કૃતિ, ઈતિહાસ, ખગોળ, ભૂગોળ, જયોતિષ, અલંકાર શા, શબ્દ કોષ, વ્યાકરણ શા અને આયુર્વેદ વિશેની વિગતો મળે છે. ભારતની ભવ્યતાની ઉજાગર કરતા આ ગ્રંોમાં સચવાયેલા વારસાનું વૈજ્ઞાનિક પધ્ધતિએ જતન કરી તેનું ડિજીટલાઈઝેશન કરવાનો વિચાર હાલના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણને આવ્યો. તેમજ ભગવાન સ્વામિનારાયણ મહારાજની પૂર્ણ કૃપાથી સ્વામિનારાયણ મંદિર કુંડળધામના જ્ઞાનજીવનદાસ સ્વામી અને બ્રહ્મપ્રકાશ સ્વામી વગેરે સંતોના આશિર્વાદ મળ્યા અને આ કાર્ય માટે કુલસચિવ ડો.ધિરેન પંડયાના માર્ગદર્શનના મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક અંબાદાન રોહડીયા, સહ નિયામક જે.એમ.ચંદ્રાવાડીયા અને સ્વામિનારાયણ સંપ્રદાયના ૧૦૦ જેટલા કાર્યકર્તાઓ રાત-દિવસ કામ કરી જહેમત ઉઠાવી રહ્યાં છે.

Vlcsnap 2018 02 17 13H21M29S68

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિહજી ચૌહાણે ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડોલરરાય માંકડે આ હસ્તપ્રતોને ગામડે ગામડે જઈ ભેગી કરેલી તેની અંદર ચારણ કવિઓ, ગઢવી અને સમાજના એવા લોકો હતા કે આ બધી સુચી હસ્તપ્રેતો જુદી જુદી લીપીઓમાં છે. જુદી જુદી ભાષામાં પણ છે. ૧૯૬૭માં હસતપ્રેતો ભેગી કરી રતુભાઈ રોહડીયાએ ભંડાર ઉભો કયો. મને એવું લાગ્યું કે સૌરાષ્ટ્રક યુનિવર્સિટી પાસે ૫૦૦ વર્ષની કૃતિઓ હોય, હસ્તલીપીઓ હોય અને એ લીપીનો વારસો ન જાળવી શકીએ અને બંધ પેટીમાં અંદર રહેશે તો તેને પણ કાળક્રમે ૫૦ વર્ષ થાય એટલે નાના મોટા નુકશાન આવવું તે સ્વાભવિક છે. એટલે અમારા મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક પ્રો. અંબાદાનભાઈએ વિચાર કરી છેલ્લા દસેક દિવસથી કુંડલ સ્વામી નારાયણ મંદિર જ્ઞાનજયોત સ્વમીના સંતો દસ દિવસથી આવ્યા છે. જેમાં નાનો મોટો ખર્ચ થશે તેની બધી વ્યવસ્થા હરીભકતો કરે છે.અમોએ ફકત રહેવાની વ્યવસ્થા કરી છે.Vlcsnap 2018 02 17 13H21M19S228

યુનિવર્સિટી પર સ્વામીનારાયણ ભગવાનની મોટી કૃપા થઈ છે. અને આબધી લીપી અનેક ભાષાઓમાં છે. અને આ બધી હસ્તપ્રતોને લઈને તેનું ડીજીટલાઈઝેશન કરવાનું કામ ચાલુ છે. સ્કેનર દ્વારા આ બધા જ હસ્તપ્રેતોનું કલાસીફીકેશન થઈ ડીજીટલ બનાવવામાં આવશે અને સમગ્ર વારસો છે. તેમાં ભગવાનની સ્મૃતિથી લઈ અનેક ગ્રંથોની માહિતી છે. અને આ બધી જ માહિતી ભવિષ્યની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંશોધકો અધ્યાપકો બધાને કામ લાગે, સાધુ સમાજને તેમજ સંપ્રદાયને કામ લાગે તેના માટે આ હસ્તપ્રેતોનું ડીજીટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે.Vlcsnap 2018 02 17 13H20M39S92

હજુ પણ આ ડીજીટલાઈઝેશનને પાંચ દિવસ લાગશે ત્યારબાદ પૂર્ણ પ્રક્રિયા થાય અને લગભગ ૪ થી ૫ લાખ પેઈઝનું એક સાથે સ્કેન કરવું એ ભારતની આ એક માત્ર યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે. અને ખાસ તો સ્વામીનારાયણ કુંડલ મંદિર છે. તેમના જ્ઞાન જીવન દાસ સ્વામીએ મંજૂરી આપી અને પ્રથમ કુલપતિએ ભેગુ કરી ડીજીટલાઈઝેશન કર્યું ત્યારબાદ વેબસાઈટ પર મૂકી સમાજ લાભ લઈ શકશે. ખાસ તો છેલ્લા દસ દિવસથી કામ કરી રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વયં સેવકો અને મેઘાણી સાહિત્ય કેન્દ્રના નિયામક અમાદાનભાઈનો હું ખૂબ આભારી છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.