Abtak Media Google News

અનેક સોસાયટીના લોકોને નવા રોડનો લાભ મળશે અંજલીબેન રૂપાણીના હસ્તે કામનો આરંભ કરાયો

વોર્ડ નં.૦૨માં રૂ.૨૬૦ લાખના ખર્ચે ટી.પી. સ્કીમ નં.૦૯ શીતલપાર્ક સોસાયટી ૧૮.૦૦ મી. ટી.પી. રોડથી જામનગર રોડને જોડતા ૨૪.૦૦ મી. ટી.પી. રોડને ડેવલપ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

રૂ.૮૦ લાખના ખર્ચેટી.પી. સ્કીમ નં.૦૯ના ૨૪.૦૦ મી. ટી.પી. રોડને લાગુ ૧૫.૦૦ મી., ૧૨.૦૦ મી. તથા ૦૯.૦૦ મી. ટી.પી. રોડને ડેવલપ કરવાના કામનું ખાતમુહૂર્ત કરતા રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર બિનાબેન આચાર્ય, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર સોફીયાબેન દલ દ્વારા કરવામાં આવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૨માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વોર્ડ નં.૦૨માં શીતલપાર્ક સોસાયટીથી જામનગર રોડને જોડતા ૨૪.૦૦ મી. ટી.પી. રોડ તથા ૨૪.૦૦ મી. ટી.પી. રોડને લાગુ આંતરિક રસ્તાઓથી વોર્ડ નં.૦૨ની અવંતિકા પાર્ક, રાજીવનગર, શીતલપાર્ક, સંજયનગર ગાયત્રીધામ, મોમીન સોસાયટી, મોચીનગર-૦૨ અને બજરંગવાડી વિસ્તારને વધુ સારી સુવિધા મળી રહે તે માટેના કામનું ખાતમુહૂર્ત કરતા રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર બિનાબેન આચાર્ય, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર સોફીયાબેન દલના વરદ હસ્તે કરવામાં આવેલ.

આ વિકાસ કામ થવાથી વોર્ડ નં.૦૨માં શીતલપાર્ક સોસાયટીથી જામનગર રોડને જોડતા ૨૪.૦૦ મી. ટી.પી. રોડ તથા ૨૪.૦૦ મી. ટી.પી. રોડને લાગુ આંતરિક રસ્તાઓથી વોર્ડ નં.૦૨ની અવંતિકા પાર્ક, રાજીવનગર, શીતલપાર્ક, સંજયનગર ગાયત્રીધામ, મોમીન સોસાયટી, મોચીનગર-૦૨ અને બજરંગવાડી વિસ્તારને વધુ સારી સુવિધા મળી રહેશે.

આ પ્રસંગે વોર્ડ નં.૦૨ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, રાજેન્દ્રસિંહ ગોહિલ, જયસુખભાઈ પરમાર, ધૈર્યભાઈ પારેખ, રાજનભાઈ સિંધવ, પૃથ્વીસિંહ વાળા, દશરથસિંહ વાળા, ભાવેશભાઈ ટોયટા, ગુલાબસિંહ જાડેજા, નીલેશભાઈ વ્યાસ, ઈસ્માઈલભાઈ પરાસરા, કૃણાલ દવે, નિરંજનભાઈ દવે, યોગરાજસિંહ જાડેજા, યુસુફભાઈ કરાટ, હિરેનભાઈ ટંકારીયા, પ્રશાંતભાઈ સિંધવ, કલાભાઈ ધોળકિયા, પ્રવિણભાઈ સાકડેચા, માનસિંગભાઈ પરમાર, ચંદુભાઈ જોષી, ધનસુખભાઈ ખોરાસીયા, ભરતભાઈ વીરડા, ચંદ્રસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ મિરાણી, પુરોહિતભાઈ વિનોદીયા, રાજુભાઈ પારેખ, છેલભાઈ રાવલ, પ્રિતેશભાઈ પોપટ, કૌશિકભાઈ અઢીયા, નીલેશભાઈ તેરૈયા, શૈલેષભાઈ ડોડીયા, વિજય ચાવડીયા, માધવીબેન ઉપાધ્યાય, જસુમતીબેન વસાણી, દેવયાનીબેન રાવત, અનુબેન પરમાર, પલ્લવીબેન, દેવ્યાનીબેન રાવલ, દીપાબેન કાચા, હર્ષિદાબા કનોજીયા, નરેન્દ્રસિંહ ગોહિલ, કમલેશભાઈ રાઠોડ, જયરાજસિંહ જાડેજા વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.