Abtak Media Google News

૨૯૩ કિલો બિન આરોગ્યપ્રદ ખોરાક અને ૧૩.૫ લીટર એકસપાયર કોલ્ડ્રીંકસનો નાશ: નોટિસ ફટકારાઈ

કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે સતત બીજા દિવસે શહેરમાં નામાંકિત હોટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજે વુડી ઝોન પીઝા, પટેલ ડાયનીંગ હોલ અને સાહેબ બ્રીસ્ટોમાં ચેકિંગ દરમિયાન ૨૯૩ કિલો જેટલો વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો અને ૧૩.૫ લીટર એકસપાયરી કોલ્ડ્રીંકસ મળી આવ્યું હતું જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને ત્રણેયને નોટિસ ફટકારવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે કાલાવડ રોડ પર મેકડોનાલની ઉપર વુડી ઝોન પીઝા, ક્રિસ્ટલ મોલ પાસે જયોતિનગર ચોકમાં પટેલ ડાયનીંગ હોલ અને સાહેબ બ્રીસ્ટોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. ચેકિંગ દરમિયાન ત્રણેય હોટલોમાંથી ૨૯૩ કિલો જેટલા અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. જયારે તારીખ વિતી ગઈ હોય તેવું ૧૩.૫ લીટર કોલ્ડ્રીંકસ પણ મળી આવ્યું હતું જેનું સ્થળ પર નાશ કરી તમામને નોટિસ ફટકારવામાં આવી હતી. જો નિયત સમયમાં કિચન વેસ્ટના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો બીપીએમસી એકટની કલમ મુજબ સીલીંગની કાર્યવાહી હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.