Abtak Media Google News

ગુજરાત હાઈકોર્ટમાં મહિલા ન્યાયમૂર્તિઓને પદભાર માટેની કવાયત દરમિયાન સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટના જજ તરીકે મહિલાને તક આપવાનો નિર્દેશન વચ્ચે મહિલા ઉમેદવાર મેઘા જાનીએ આ કવાયતમાંથી સ્વૈચ્છાએ હડી જવાનો નિર્ણય કરી આશ્ચર્ય સર્જયું હતુ.

ધારાશાસ્ત્રી મેઘા જાનીએ મંગળવારે જ ગુજરાત હાઈકોર્ટના મહિલા જજ તરીકેની નિમણુંકની પ્રક્રિયામાંથી સ્વૈચ્છાએ આપોઆપ દૂર હટી જવાનો નિર્ણય જાહેર કર્યો હતો. પરંતુ તેમણષ આ નિર્ણયના કારણની સ્પષ્ટતા કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

હાઈકોર્ટે મેઘા જાનીનુંનામ અન્ય બે ધારાશાસ્ત્રી અને એક ઉચ્ચ અધિકારી સાથે ગુજરાત હાઈકોર્ટના જજ તરીકેની સંભવિત યાદીમાં સામેલ કર્યા હતા. ગયા ડિસેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટનાં કોલેજીયને હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે વી.પી. પટેલની નિમણુંક કરી હતી.

ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકેની પસંદગીની પ્રક્રિમાંથી મેઘા ગજાનીએ ઘટી જવાના નિર્ણયની જાહેરાત એવા વખતે કરવામાં આવી જયારે કેન્દ્ર સરકારે મેઘા જાનીની સાથે અન્ય બે ધારાશાસ્ત્રીઓ બી.ડી. કારીયા અને સંગીતા વિસેનના નામો જાહેર કરવામાં આવ્યા હતા. આ મુદે પણ મેઘા જાનીએ ફોડ પાડી લીધો હતો. કે મે અન્ય બે ઉમેદવારોના નામની પસંદગીને અગાઉ જ લીલીઝંડી આપી દીધી હતી.

ગુજરાત હાઈકોર્ટના ન્યાય મૂર્તિ તરીકેની પસંદગીની પ્રક્રિયા માટે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ મેઘા જાનીનુંનામ સુચવ્યું હતુ જેમાં કોલેજીયમે કરેલા ત્રણ નામોની પસંદગીમાં અને જાનીના નામો પસંદ કર્યા હતા આ પ્રક્રિયામાં જાનીનું નામ સૌથી આગળ હતુ પરંતુ ગઈકાલે એકાએક પોતે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિની રેસમાં નથી એવી જાહેરાત કરી દેવામાં આવી હતી.

મહિલા ધારાશાસ્ત્રી મેઘાજાનીએ પોતાના નિર્ણયનું કારણ બતાવવાનો ઈન્કાર કરી દીધો હતો.ન્યાયતંત્રના સુત્રોમાં હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે પસંદ થયેલા મહિલા ધારાશાસ્ત્રીના પદ માટેના સવિનય ઈન્કારનો મુદે ભારે ચર્ચામાંઆવ્યો છે.મેઘાજાનીએ મંગળવારે જ આ રેસમાંથી હટી જવાનું નિર્ણય હતા કોલેજીયમે આ રેસમાં બી.જી. કારીયા અને સંગીતા વિસેનના નામોની જાહેરાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.