Abtak Media Google News

શૌચાલય બાંધકામમાં સારી કામગીરી કરનાર સખીમંડળોનું બહુમાન કરાયુ

મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલંધરાના અધ્યક્ષસ્થાને સોમનાથ ખાતે મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને વેરાવળ નગરપાલીકાના સંયુક્ત ઉપક્રમે આયોજીત મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી કાર્યક્રમમાં મહિલા અગ્રણીઓએ માર્ગદર્શન આપ્યું હતું.

Mahila Swachta Din 08 08 2018 1તાલાળા તાલુકાના ૧૨ ગામોમાં ૬૮૬ વ્યક્તિગત શૌચાલયોનું બાંધકામ કરવામા સહભાગી થનાર રાતીધાર ગ્રામ સખીમંડળ, સુત્રાપાડા તાલુકાના ૮ ગામોમાં ૪૩૫ શૌચાલય બનાવવા સારી કામગીરી કરનાર માધવ મહિલા વિકાસ મંડળ, ઉના તાલુકાના તડ ગામે ૧૨૭ શૌચાલયના બાંધકામ માટે મદદ કરનાર ક્રિષ્ના મંગલમ જુથ, વેરાવળ તાલુકાના ૯ ગામોમાં ૧૦૩ વ્યક્તિગત શૌચાલય બાંધકામમા ઉપયોગી થનાર જય ભવાની સખી મંડળ અને ગીર ગઢડા તાલુકાના કોદીયા ગામે ૬૦ શૌચાલય બનાવવામાં સહભાગી થનાર મહાકાળી મંગલમ જુથ સહિત આ પાંચેય મંડળની મહિલાઓનું જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રેયાબેન જાલંધરા, રાજ્ય બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા, વેરાવળ નગરપાલીકના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી તથા અન્ય મહાનુભાવોના હસ્તે બહુમાન કરાયું હતું.

સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે ઘરે-ઘરે જઈને ફળિયા મિટિંગ કરી ગામની મહિલાઓને અને લોકોને શૌચાલયના ઉપયોગ-ફાયદા અને સ્વચ્છતા લર્ક્ષી સમજણ આપી ૩૫૦ શૌચાલય બનાવવામાં સહભાગી થનાર રામેશ્ર્વર સખીમંડળની મહિલાને શિલ્ડ અને સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. તેમજ જિલ્લાકક્ષાની સ્વચ્છતા હેકથોન સ્પર્ધામાં ભાગ લેનાર વિધાર્થીનીઓ સપનાબેન આસોદરીયા, ફૈઝમીન એ. હાલા અને પુજાબેન કુશવાહાને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

Mahila Swachta Din 08 08 2018 3

આ પ્રસંગે ધન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન, જિલ્લાની સકસેસ સ્ટોરી, ભૂગર્ભ ગટર અંગેનું વીડીયો નિદર્શન પ્રદર્શિત કરાયું હતું. તા. ૧ થી ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ સુધી ચાલનાર સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૧૮ એપ્લીકેશન દ્રારા પોતાના અભિપ્રાયો આપી ગીર સોમનાથ જિલ્લાને સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણમાં પ્રથમ નંબરે લાવવા આ એપ્લીકેશનમાં પોતાનો મત આપવા લોકોને અનુરોધ કરાયો હતો.

આ પ્રસંગે સા.ન્યાય સમિતિની ચેરમેનશ્રી કિરણબેન સોસા, નગરપાલીકા પુર્વ પ્રમુખશ્રી જગદિશભાઈ ફોફંડી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સંજય મોદી, ચીફ ઓફિસર જતીન મહેતા, અગ્રણી ડાયાભાઈ જાલંધરા, નગરપાલીકના સભ્યો તથા મોટીસંખ્યામા મહિલાઓ સહભાગી થઈ હતી.

Mahila Swachta Din 08 08 2018 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.