Abtak Media Google News

મહિલા બુટલેગરે સંબંધ રાખવાનીના પાડતા જનતા રેડ કર્યાનો આક્ષેપ

ધ્રાગધ્રા તાલુકાના નવલગઢ ગામે આજે સવારે રહિશો દ્વારા દેશીદારુના અડ્ડા પર જનતા રેઇડ કરી હજારો લીટર દેશીદારુ ઝડપી પાડ્યો હતો. આ જનતા દરોડામા પોલીસની ભુમિકા પર અનેક સવાલો ઉઠતા સ્થાનિક પોલીસે પોતાના બચાવ માટે હજારો લીટર દેશીદારુ સાથે ઝડપાયેલ મહિલા બુટલેગરને હથીયાર બનાવી જનતા રેઇડ કરેલ ગામના રહિશોમા બે મહિલા સહિત ચાર શખ્સો પર છેડતીની ફરીયાદ નોંધાવી હતી
આ તરફ ધ્રાગધ્રા તાલુકા પીઆઇ એસ.પી. વાસુનીયા દ્વારા જણાવાયુ હતુ કે જનતા રેઇડ કરેલ નવલગઢ ગામના પ્રહલાદભાઇ મહિલા બુટલેગર સાથે અગાઉ સબંધ બાંધવાની વાત કરતા મહિલા બુટલેગરે સ્પષ્ટ ઇનકાર કરેલ જેથી પ્રહલાદભાઇ ઠાકોર દ્વારા પોતાના ખેતર પાસે રહેલી ખરાબાની જમીન આપવાની વાત કરેલ છતા પણ મહિલા બુટલેગરે સબંધ રાખવાની મનાઇ ફરમાવતા અંતે પ્રહલાદભાઇ દ્વારા ગામ લોકોને ભરમાવી જનતા રેઇડ કરેલ જ્યારે દરોડા દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો દ્વારા વિડીયો વાઇરલમા જનતા રેઇડમા સાથે રહેલી એક મહિલા આ બુટલેગર મહિલાને માર મારતા હોવાનો પણ વિડીયો વાઇરલ થતા સ્થાનિક પોલીસે આ બાબતે પણ ફરીયાદ કરી મહિલા બુટલેગરને માર મારવો તથા છેડતીની થઇ હોવાની ફરીયાદ લઇ નવલગઢ ગામના પ્રહલાદભાઇ ઠાકોર, પ્રહલાદભાઇના પત્નિ, સુખદેવભાઇ ઠાકોર તથા ગીતાબેન જનતા રેઇડ કરનારની સાથે આવેલા આ શખ્સો વિરુધ્ધ ફરીયાદ દાખલ કરી છે.

જોકે આ બાબતે પોલીસે પોતાના બચાવ માટે મહિલા બુટલેગર પાસે ફરીયાદ કરાવી હોવાનો આક્ષેપ નવલગઢ ગ્રામજનો દ્વારા કરાયો છે ત્યારે હવે જોવાનુ રહ્યુ કે અગામી સમયમા ગ્રામજનો દ્વારા આ બાબતે શુ પગલા લેવાશે ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.