Abtak Media Google News

મહિલા સૈનિકોને ટ્રેનીંગ અપાયા બાદ દેશના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત લડવા માટે યુધ્ધ મોરચે પણ મોકલાશે

દેશના સંરક્ષણ વિભાગમાં સૈન્યમાં મહિલાઓને અડધો અડધ નોકરીની તકો આપવાના સરકારના નિર્ણયને પગલે સૈન્યમાં જોડાવવા મહિલાઓમાં ભારે ઉત્સાહનો જુવાળ ઉભો થયો છે.

તાજેતરમાં જ સૈન્યમાં પાયોગીક ધોરણે સૈન્યની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા સૈનિક બનવા માટે ૧૦૦ જગ્યાઓ સામે બે લાખ મહિલા ઉમેદવારોએ અરજી કરી છે.

દેશના સૈન્યમાં મહિલાઓને સમાન તક ના સરકારના નિર્ણયને દેશમાંથી ભારે પ્રતિસાદ મળ્યો છે. તાજેતરમાં જ ઈન્ડીયન એરફોર્સ છ મહિલા ફાઈટર પાયલોટની ભર્તી કરી હતી ત્યારબાદ હવે ૧૫ લાખના શકિતશાળી સૈન્યદળ માટે સરકારે પ્રથમ તબકકામાં ૫૦૦ મહિલા જવાનોની ભર્તી માટેની જાહેરાત કરતા બે લાખ મહિલાઓએ સૈન્યમાં ભરતી માટે અરજી કરી છે.

સૈન્ય દ્વારા મહિલા સૈન્ય એકમો ને ઉભા કરવા માટે કમરકસી છે. પ્રથમ વખ્ત સૈન્ય દ્વારા મહિલા પ્રોવોસ યુનિટ માં બે અધિકારી, ત્રણ જૂનીયર કમિશનર, અને ૪૦ જવાનોની ભર્તીની મંજૂરીની પ્રક્રિયા હાથ ધરી છે. અત્યારે શસ્ત્ર સૈન્ય બળમાં મહિલાઓને માત્ર અધિકારીઓ તરીકે ભર્તી કરી અને તેમને કલીયરીકલ અને વહીવટી કામ સોંપવામાં આવે છે. અને યુધ્ધ જહાજો અને સબમરીનોથી દૂર રાખવામાં આવે છે. હવે મહિલાઓને સૈન્ય તરીકે સેવારત કરવાની સરકારે પહેલ કરી છે. સૈન્ય દ્વારા ૧૦૦ મહિલાઓની ભર્તી માટેની અરજી કરતા બે લાખ મહિલા ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ૨૫મી એપ્રીલ બેલગામમાં ભર્તી કરવામાં આવશે સૈન્ય દ્વારા ૧૭૦૦ મહિલા સૈન્યની ભર્તી કરવાનું આગામી ૧૭ વર્ષનું આયોજન છે. જેમાં દર વર્ષે ૧૦૦ મહિલાની ભર્તી થશે સૈનિક તરીકે ભરતી કરવામાં આવનારી મહિલાઓને બેંગ્લોરમાં ટ્રેનીંગ આપવામાં આવશે. તેમને દેખાવકારોને કાબુમાં લેવા અને મહિલા ઉપદ્રવ્ય સામે જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વ પ્રાંતમાં ફરજ પર મૂકવામાં આવશે. આવા વિસ્તારોમાં કે જયા મહિલા પોલીસ ને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યાં મહિલા સૈન્યને તૈનાત કરવામા આવશે. વિશ્ર્વમાં મલેશીયા, સીંગાપૂર, શ્રીલંકા, બાંગ્લાદેઅને અમેરિકાના યુધ્ધ જહાજો અણુ સબમરીનો બેલ્સ્ટીક મિશાઈલોના જહાજોમા મહિલા પાયલોટો કાર્યરત છે. ત્યારે ભારતમાં પણ હવે અમેરિકા રશિયા, તૂર્કીને પાકિસ્તાનની જેમ મહિલા સૈનિકો દેશની સુરક્ષા માટે લશ્કરમાં જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.