Abtak Media Google News

પાકિસ્તાનની મજબૂરી કે રામ વસ્યા?

પાક. અને ભારતના સંબંધ સામાન્ય થશે ત્યારબાદ જ વિશ્ર્વ પાકિસ્તાનનો વિકાસ જોતુ રહી

જશે તેવો ઈમરાન ખાનનો દાવો : ભારત સાથે સમાધાન કરવા તલપાપડ હોવાના સંકેતો આપ્યા

ભારતના સહકાર વગર પાકિસ્તાન શક્તિશાળી રાષ્ટ્ર ક્યારેય બની શકે નહીં તે વાતનો એકરાર પાક. વડાપ્રધાન ઈમરાન ખાને આડકતરી રીતે ર્ક્યો છે. ભારત સો સંબંધો સામાન્ય બન્યા બાદ આખુ વિશ્ર્વ પાકિસ્તાનનો વિકાસ જોતું રહી જશે તેવો દાવો ઈમરાન ખાને કર્યો છે. તાજેતરમાં જ ઈમરાન ખાન ભારત સો સંબંધો સામાન્ય બનાવવા માટે અમેરિકાની મધ્યસ્નિો પોકાર કરી ચૂકયા હતા ત્યારે તેમણે ફરીી ભારતના સહકારની ઈચ્છા આડકતરી રીતે વ્યકત કરી છે ત્યારે આગામી દિવસોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે સમાધાન થશે તેવું માનવામાં આવે છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તાજેતરમાં કહ્યું હતું કે, મારી અને પાકિસ્તાનની ઉંમર એક સરખી છે. પાકિસ્તાન મારા કરતા માત્ર પાંચ વર્ષ મોટું છે. હું આ દેશની સો મોટો થયો છું, પાકિસ્તાનના સપક પાકિસ્તાન ઈસ્લામીસ્ટ વેલફેર સ્ટેટ બને તેવું ઈચ્છતા હતા. હું જ્યારે નાનો હતો ત્યારે વેલફેર સ્ટેટ એટલે શું તેની ખબર નહોતી પરંતુ જ્યારે મેં ઈંગ્લેન્ડની મુલાકાત લીધી ત્યારે મેં જાણ્યું અને પાકિસ્તાનને વેલફેર બનાવવા પ્રયાસો કરીશ તેવું નક્કી કર્યું હતું.  મેં પાકિસ્તાનની કુદરતી સંપતિ જાળવવા પણ પ્રયાસ કર્યા છે. ઈમરાન ખાનના આ નિવેદન પરી ભારત સો પાકિસ્તાનના સંબંધ ક્યારે અને કેવી રીતે સુધરશે તેનો અંદાજ લગાવી શકાય છે. અત્યાર સુધી ભારતના શાસકોએ પાકિસ્તાન તરફ કુણું વલણ દાખવીને લોકોના રોષનો ભોગ બનવું પડયું છે. આવી રીતે પાકિસ્તાનમાં ઈમરાનની હાલત અત્યાર છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાન સામે લોકો રોષીત છે. સરકાર દ્વારા લેવાયેલા પગલાનો વિરોધ ઈ રહ્યો છે. પ્રારંભીક તબક્કે પાકિસ્તાન અને ભારત વચ્ચે સંબંધો સુધારવા ભારત તરફી વડાપ્રધાન મોદી હા લંબાવશે તેવી ધારણા વિશ્ર્વને હતી પરંતુ અત્યાર સુધી ભારત સરકાર તરફી કોઈપણ ભોગે નમતું ન જોખવાની રણનિતી અપનાવાઈ છે. જેના સારા પરિણામ મળી રહ્યાં છે. થોડા સમયી સરહદ પારના આતંકવાદના કિસ્સા ઘટી ગયા છે. આતંકવાદને લગતો કોઈ લોહીયાળ બનાવ સામે આવ્યો નથી. નાના મોટા છમકલા કાશ્મીરમાં યા છે જે પાકિસ્તાન તરફ ભારત દ્વારા દાખવાયેલી દમદાર ભૂમિકા સામે લાવી રહ્યું છે.

7537D2F3 12

પાકિસ્તાન સામે પગલા લેવામાં ભારત તરફી ભૂતકાળમાં અનેક ભૂલો શાસકોએ કરી હતી. પાકિસ્તાન સો સંધી કરવાી પાકિસ્તાન વારંવાર અવળચંડાઈ કરતું હતું પરંતુ હવે સમય બદલાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ બાબતે ભારતની કુટનીતિ સમજી ગયા છે પરિણામે જો ભારત નહીં આગળ આવે તો પોતે આગળ વધી પાકિસ્તાન અને ભારત વચ્ચે સમાધાનની ચાવીરૂપ ભૂમિકા ભજવશે તેવું જણાય આવે છે.

છેલ્લા ઘણા સમયી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે મૌન સમજૂતી ઈ હોય તેવુ જણાય રહ્યું છે. બન્ને દેશો વચ્ચે જે મુદ્દે તનાવ રહે છે તે મુદ્દો એટલે કે આતંકવાદનો ખાત્મો કરવા એક ડગલુ પાકિસ્તાન આગળ આવ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ોડા સમય પહેલા જ કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાન વચ્ચે સમાધાન માટે ડોનાલ્ટ ટ્રમ્પ સીવાય કોઈ સક્ષમ ની. આ સો જ પાકિસ્તાને ભારત સોના સંબંધો સુધારવાના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવવા માટે ટ્રમ્પને પણ તક સાંપડી છે.

થોડા સમયમાં ટ્રમ્પ સામે ઈમ્પીચમેન્ટ હિયરીંગ એટલે કે મહાભિયોગની દરખાસ્ત મુદ્દે પ્રક્રિયા વાની છે. ત્યારે ભારત પ્રવાસ કરીને ટ્રમ્પ અમેરિકામાં પોતાના એશિયન મતદારોને રાજી કરવા માંગે છે. ડોનાલ્ડ ટ્રમ્પને હવે આતંકવાદ કે આઈએસ સામે લડાઈમાં પોતાના તરફી સારૂ પ્રદર્શન દેખાડવું પડે તેવો સમય પાકી ગયો છે. જેથી હવે ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં શાંતિ લાવે તેવી આશા વૈશ્ર્વિક નેતાઓ વ્યકત કરી રહ્યાં છે.

વર્તમાન સમયે પાકિસ્તાન સો વણસેલા સંબંધો ભારતીય રાજનીતિ માટે નવા સિમાચિન્હો સર કરવા સમાન છે. અત્યાર સુધી પાકિસ્તાન સામે દાખવવામાં આવેલી નરમાસ મુદ્દે ભારતીય રાજકારણીઓ ઉપર પ્રજાએ માછલા ધોયા છે. ભારતીય રાજકારણીઓને નબળા માનવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા તી વારંવાર અવળચંડાઈ મુદ્દે મૌન ધારણ કરી કોઈ પગલા ન લેનાર રાજકારણીઓને લોકોએ જાકારો આપ્યો છે. ભારત તરફી પાકિસ્તાન પ્રત્યે કુણુ વલણ દાખવાયું હોવાના દાખલા વારંવાર બન્યા છે પરંતુ હવે સ્થિતિ  બદલાઈ છે. કાશ્મીર કે આતંકવાદના મુદ્દે કોઈ પણ કચાસ પાકિસ્તાન તરફી રાખવામાં આવે તેવું ભારત સાખી શકે તેમ નથી. કોઈપણ બાંધછોડ કરવા ભારતની તૈયારી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.