Abtak Media Google News

કાલાવડ બાર એસો.નું મામલતદારને આવેદન

કાયદાકિય પ્રક્રિયા વગર તલાટીઓને અપાયેલ સોગંદનામાની સત્તા અંગેનો પરીપત્ર ખેંચી લેવા કાલાવડ બાર એસોસીએશને માંગ કરી છે. કાલાવડ તાલુકા શહેર સહિત તમામ વકિલો દ્વારા આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે, ગુજરાત સરકાર તરફથી સંયુકત સચિવ (પંચાયત) જે.પી.દ્વિવેદી દ્વારા પરિપત્ર (નોટીફીકેશન) બહાર પાડી કાયદાની પ્રક્રિયા વગર લાયકાત જોયા વગર તેમજ સ્ટેમ્પ એકટમાં સુધારો કર્યા વગર સોગંદનામાની તમામ સત્તા, તલાટી કમ મંત્રી, પંચાયત સેક્રેટરીને સોંપી જે એકઝી.મેજી.જયુડીશીયલ મેજીસ્ટ્રેેટ, નોટરીના પાવર આપ્યા છે તે સીઆરપીસી,

સીપીસી અને ઓથ એકટની બંધારણીય જોગવાઈ વિરુઘ્ધ છે.  આવેદનમાં વધુમાં જણાવેલ છે કે, હાલ ખેડુતોનું ઓનલાઈન કામ તેમજ નિયમિત ગામડે હાજર રહી પ્રજાજનોની સેવા કરવી જોઈએ તે પણ તલાટીઓ સંતોષકારક રીતે કરતા નથી તે સચિવો સિવાય તમામ ધારાસભ્યો, સંસદસભ્યો જાણે છે. ઘર આંગણે સેવાના બદલે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે તેમજ વકિલોને સ્વરોજગારી મળે છે. ખાસ કરીને જુનિયર વકિલો અને રેવન્યુ પ્રેકટીસ સાથે જોડાયેલા તેમજ પીટીશન રાઈટર જે તેમની આર્થિક મુખ્ય રોજગારી ઉપર આ એક જ પરીપત્રથી આવક છીનવાઈ ગઈ છે.

સરકારે વકિલો માટે આ કોવિડ-૧૯માં કોઈ સહાય કાયદાકિય પણ જાહેર કરી નથી છતાં પણ બાર એસોસીએશન દ્વારા સી.એમ.ફંડમાં કોવિડ-૧૯માં ફાળો સ્વૈચ્છિક આપેલ છે જેથી તાત્કાલિક અસરથી આ પરિપત્ર સરકારે પાછો ખેંચી લે નહિતર જલદ કાર્યક્રમો કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.