Abtak Media Google News

ઘઉં, ચણા, જીરૂ , ધાણા સહિતના પાકોની મુખ્ય આવક : ઉપલેટા-મોરબી યાર્ડમાં મજૂરોની અછત : જસદણ બગસરા-જામજોધપુર યાર્ડો પણ ખુલ્યાં : દરેક યાર્ડમાં માસ્ક સેનેટાઇઝરની વ્યવસ્થા

કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે ખેડૂતોની મુશ્કેલી નિવારવા તેમજ આવશ્યક ચીજવસ્તુઓની ખામી ન વર્તાય તે માટે રાજ્ય સરકારે ચુસ્ત નીતી-નિયમો માર્કેટીંગ યાર્ડો શરૂ  કરવાની મંજૂરી આપતા છેલ્લા એક પખવાડિયાથી સૌરાષ્ટ્રના ગોંડલ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ઉપલેટા, જસદણ, બગસરા, મોરબી સહિતના યાર્ડોમાં ઘઉં, ચણા, ઘાણા, જીરૂ,કપાસ વગેરે જણસીની ખરીદ-વેચાણથી ધમધમી રહ્યાં છે.

ખેડૂતો-વેપારીઓ માસ્ક બાંધી, યોગ્ય ડિસ્ટન્સ જાળવી હરરાજીની પ્રક્યિા કરે છે તેમજ ખેડૂતોને માર્કેટીંગ યાર્ડમાં રજીસ્ટ્રેશન ક્રમ મુજબ બોલાવવામાં આવે છે. અમુક યાર્ડમાં મજૂરોની અછત પણ વર્તાય રહી હોવાનુ જાણવા મળ્યુ છે.

  • રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ટૂંકમાં જીરૂ ની હરરાજી શરૂ કરાશે: ચેરમેન ડી.કે. સખીયા

રાજકોટ માર્કેટીંગ છેલ્લા એક પખવાડિયાથી લોકડાઉનના ચુસ્ત નિતિ નિયમોના પાલન સાથે ખેડૂતો-વેપારીઓ જણસીની આપેલ કરી રહ્યા છે. હાલ ઘઉં, ચણા, કપાસ, એરંડા, ઘાણા સહિતની જસણીની હરરાજી થઇ રહી છે. આગામી ટુંકાગાળામાં જ જરૂ ની હરરાજી પણ શરૂ  કરવામાં આવનાર હોવાનું રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યુ છે.

અલગ અલગ જણસી લઇને આશરે ૫૦૦ જેટલા ખેડૂતો આવી રહ્યા છે. હાલ મજૂરોની અછત હોય રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પણ વે બ્રીજ પર વજન કરી ખરીદી થઇ રહી છે. ખેડૂતો કોરોના કહેર વચ્ચે લોકડાઉનના નીતી નિયમોનું ચુસ્ત પાલન કરી. માસ્ક પહેરી આપ લે કરતા જોવા મળે છે.

  • ઉપલેટાના ખેડૂતોને રાહત….: સાંસદ ધડુકે સીસીઆઇ પાસે કપાસ ખરીદ કેન્દ્ર મંજુર કરાવ્યું

V 1

યાર્ડના ચેરમેન માધવજીભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રવિણ માકડીયાની રજુઆતને સફળતા: ચાર દિવસમાં કપાસની ખરીદી ચાલુ થશે

કોરોના વાઇરસને કારણે ઉપલેટા માર્કેટીંગ યાર્ડમાં કપાસની ખરીદી સંપૂર્ણ બંધ હોવાથી ખેડુતોના ઘરમાં પડેલો કપાસની લાખો મણ કપાસ તળીયાના ભાવે વેચવો પડે એ પહેલા યાર્ડના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય દ્વારા સાંસદનું ઘ્યાન દોરતા સાંસદ દ્વારા કેન્દ્રીય મંત્રી સહિતનાઓને ઉગ્ર રજુઆત કરતા ઉપલેટા વિસ્તારના ખેડૂતો માટે આગામી દિવસોમાં કપાસની ખરીદી સીસીઆઇ દ્વારા કરવામાં આવશે.

યાર્ડના ચેરમેન માધવજીભાઇ પટેલ અને પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા દ્વારા ઉપલેટા વિસ્તારના ખેડુતોના હિતને ઘ્યાનમાં પોરબંદર ના સાંસદ રમેશભાઇ ધડુકે કાપડ મંત્રી સ્મૃતિ ઇરાની અને સીસીઆઇ અધિકારીઓને ઉગ્ર રજુઆત કરી ઉપલેટા વિસ્તારના ખેડુતો માટે કપાસની ખરીદી કેન્દ્ર મંજુર કરવામાં આવેલ છે.

આ અંગે યાર્ડના પ્રમુખ માધવજીભાઇ પટેલનો સંપર્ક કરતાં તેઓએ જણાવેલ કે હાલના સમયમાં કોરોના વાઇરસના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગમાં યાર્ડોમાં કપાસની ખરીદી વેપારીઓ દ્વારા બંધ હોય હાલ ખેડુતો પાસે લાખો મણ કપાસ ઘરમાં પડયો હોય કોરોના વાઇરસના કારણે ખેડુતોનો કપાસ પાણીના ાવે વેચવો પડે તેવી સ્થીતી ઉભી થાય એ પહેલા મે અને મારી ટીમે સાંસદ રમેશભાઇ ધડુકને કપાસ ખરીદ કેન્દ્ર ઉ૫લેટાને મળે તેવી રજુઆત કરેલ સાંસદ રમેશભાઇ એ દિલ્હીમાં સતત સંપર્કમાં રહી બે દિવસ પહેલા સીસીઆઇ ના અધિકારી મારફત કેન્દ્રને મંજુરી અપાવેલ. ગઇકાલે સીસીઆઇ ના અધિકારી શર્માએ અમારો સંપર્ક કરી કોલકી ગામે સબ યાર્ડ ઉભુ કરી ચાર દિવસમાં ઉ૫લેટા વિસ્તારનો ખેડુતોનો કપાસ ખરીદવાનું ચાલુ કરી દેવામાં આવશે. કપાસ ખરીદ કેન્દ્રને મંજુરી મળતા આ વિસ્તારમાં ખેડૂતોને મોટો ફાયદો થશે તેના પાકનું પુરેપુરુ વળતર મળશે ખેડુતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઇ છે તેમ યાર્ડના ચેરમેન માધવજીભાઇ પટેલે જણાવેલ હતું.

  • બગસરા માર્કેટીંગ યાર્ડમાં ઘઉં, કપાસ, તલની હરરાજી શરૂ : ખેડૂતો આનંદમાં

V 2

કોરોના વાયરસની મહા મારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં આવેલ બગસરાનું માર્કેટીંગ યાર્ડ ગત સોમવારથી ચાલુ કરવામાં આવેલ છે તેમ બગસરા એપીએમસી ચેરમેન કાંતિભાઇ સતાસિયા દ્વારા જણાવવામાં આવેલ માર્કેટીંગ યાર્ડની અંદર આવનારા ખેડૂતોને આવ્યા હતા તેમજ યાર્ડમાં કપાસ, તલ, ઘંઉ, મગ, ચણા જેવી ખેત જણસો વેચવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે જેથી બગસરા તાલુકાના ખેડૂતોએ પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ તે ખેડૂતોને ફોન દ્વારા જાણ કરી બોલાવી લેવામાં આવેલા હતા તેમજ ટેલીફોનીક રજીસ્ટ્રેશન પણ થઇ શકશે તેમ બગસરા એપી એમસી ચેરમેન જણાવી રહ્યા છે.

  • જૂનાગઢ યાર્ડમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટેની ખુબ સારી વ્યવસ્થા

કોરોના મુકત રહેલા જૂનાગઢ જિલ્લાના માર્કેટીંગ યાર્ડમાં પણ તંત્ર દ્વારા સોશ્યલ ડિસ્ટન્સની જાળવણી અર્થે ખુબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે છેલ્લા એક અઠવાડીયામાં ૯૧૬૬ ડિવન્ટલ જણસીનું વેચાણ થયું હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જુનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ખાસ કરીને ધાણા, તુવેર, ઘંઉ, ચણા, મગફળી, જીરૂ , મગ વગેરે પાકો વેચાણ અર્થે આવી રહ્યા છે. અઠવાડીયાના વાર મુજબ નકકી કરેલા પાકો લઇ ખેડૂતો આવે છે પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત રાખે છે અને સવારના ચાર વાગ્યાથી જ ડયુટી પર હાજર થઇ જાય છે.

બીજી બાજુ ખેડૂતો પણ મોઢે બાંધીને આવે છે અને યોગ્ય ડિસ્ટન્સ જાળવે છે દરરોજ પ૦ ખેડૂતોને બોલાવવામાં આવે છે. અહીં મજુરો પુરતા પ્રમાણમાં હોય હરરાજી કે જણસીની લે-વેચમાં કોઇ પ્રોબ્લેમ થતો નથી તેમજ સરકારની ગાઇડ લાઇન મુજબ જ કાર્યવાહી થઇ રહી છે.

  • જસદણ માર્કેટ યાર્ડમાં ખેડૂતોની જણસના વાહનોના થપ્પા લાગ્યાં

V 3

જસદણ માર્કેટ યાર્ડમાં ખેડૂતોના ઘંઉ બાદ આજે ચણાના વાહનોની લાંબી લાઇન લાગી હતી. લોકડાઉન બાદ રાજય સરકારે માર્કેટ યાર્ડ ખોલવાની મંજુરી આપતા ખેડૂતો પોતાની જણસનું રજીસ્ટ્ર.ેશન કર્યા બાદ માર્કેટ યાર્ડમાં માલ વેચવા આવી રહ્યા છે પણ સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ તે હેતુથી ખેડૂતોને પોતાની જણસ વેચવાનું કામ પણ આસાનીથી થઇ રહ્યું છે ત્યારે જસદણ માર્કેટ યાર્ડના સેક્રેટરી બળવંતભાઇ ચોહલીયાના માર્ગદર્શન હેઠળ દરેક કર્મચારીઓ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. ગઇકાલે બે હજાર કવિન્ટલ ચણાની આવક થઇ હતી જેમાં એક મણનો ભાવ ૭૮૦ થી ૮૨૬ નો રહ્યો હતો.

  • પ્રથમ ઘઉંની હરરાજીથી યાર્ડ શરૂ કરાયું : મોરબી માર્કેટીંગ યાર્ડના પ્રમુખ રજનીભાઇ પટેલ

સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડો ધીમે ધીમે ધમધમતા થવા લાગ્યા છે ત્યારે મોરબી માર્કેટીંગ યાર્ડ પણ ગઇકાલથી શરૂ  થઇ પ્રથમ ઘંઉની હરરાજી કરવામાં આવી રહી છે. મોરબી માર્કેટીંગ  યાર્ડમાં શરૂ આતના દિવસોમાં દરરોજ ૨૫-૨૫ ખેડૂતોને બોલાવવામાં આવશે અને ઘઉની હરરાજી કરાશે ત્યારબાદ બીજી જણસી ચણા લેવામાં આવશે તેમ પ્રમુખ રજનીભાઇ પટેલ દ્વારા જણાવાયું છે. ઘંઉના ભાવ અત્રેના યાર્ડમાં રૂ . ૩૫૦ થી લઇ ૩૯૫ સુધીના બોલાઇ રહ્યા છે. કોરોનાનો કહેર હોય જેથી ખેડૂતો માટે માસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે.

યાર્ડમાં આવનાર દરેકની મેડિક ચકાસણી પણ કરવામાં આવે છે. જણસીના વેચાણ અર્થે ખેડૂત સાથે એક માત્ર ડ્રાઇવર જ આવે છે. આ યાર્ડમાં ઘંઉ- કપાસ, જીરૂ  , ચણા વગેરે પાકો માટેના રજીસ્ટ્રેશન  થયા છે જેમાં સૌથી વધુ ચણાની ૬૦૦૦ જેટલી નોંધણી થઇ છે. હાલ માર્કેટીંગ યાર્ડમાં મજુરો ન હોય જેથી જીરૂ , કપાસની હરરાજી થઇ શકતી નથી.

મજુરો ન હોય જેના વિકલ્પમાં વે બ્રીજથી તોલ કરવામાં આવે છે: ગોંડલ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી પ્રવિણભાઇ સોમૈયા

લોકડાઉન વચ્ચે ખેડૂતોની મુશ્કેલી નિવારવા અને સરકારની જાહેરાત બાદ શરૂ  થયેલા ગોંડલ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી પ્રવિણભાઇ સોમૈયાએ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ અમારા યાર્ડમાં કપાસ, મગફળી, સફેદ ડુંગળી, ઘંઉ સહિતના પાકો આવી રહ્યા છે

એક જણસીની હરરાજી માટે પ૦ ખેડૂતોને બોલાવવામાં આવે છે એટલે કે રોજ છ થી સાત જણસીની હરરાજી માટે ૩૦૦ થી ૩૫૦ ખેડૂતો અહી આવી પોતાનો માલ વહેંચી રહ્યાં છે.

સરકારની ગાઇડ મુજબ તમા નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે અને દરેક વેપારી, ખેડૂતો માસ્ક બાંધી યોગ્ય ડિસ્ટન્સ જાળવી પોતાના માલની લે-વેચ કરે છે. લોકડાઉનમાં ખાસ કરીને યાર્ડમાં કામ કરતા મજુરો, શ્રમિકો ન હોય ત્યારે મજુરોના વિકલ્પમાં વે બ્રીજ પર તોલ કરવામાં આવે છે અને વેપારીઓ આ રીતે ખરીદી કરી ખેડૂતોનો માલ સીધો પોતાના ગોડાઉન ખાતે લઇ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.