Abtak Media Google News

સુપ્રીમકોર્ટે રાફેલ ડીલ પર દાખલ કરવામાં આવેલી અરજીને નકારી દેતા કહ્યું છે કે, રાફેલ ડીલ વિશે કોઈ શંકા નથી. રાફેલની ગુણવત્તાવિશે પણ કોઈ સવાલ નથી. અમે સમગ્ર સોદાની પ્રક્રિયા વાંચી છે અને તે દેશ માટે જરૂરીછે.

સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ વિશે દાખલ કરવામાં આવેલી દરેક અરજીને નકારી દીધી છે.સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી શિયાળુ સત્રના ચોથા દિવસે સંસદમાં બીજેપી દ્વારા ખૂબહોબાળો કરવામાં આવ્યો હતો. તેમણે રાહુલગાંધી માફી માંગેનીનારેબાજી કરી હતી.


સુપ્રીમ કોર્ટનો નિર્ણય કોંગ્રેસ માટે ઝટકા સમાન છે. કારણકે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરતાં હતા. સંસદીય કાર્યમંત્રી થાવર ચંદ ગેહલોતે લોકસભામાં કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષે રાફેલ ડીલ મામલે દેશને ગેરમાર્ગે દોર્યો છે અને હવે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યો પછી રાહુલ ગાંધીએ દેશની માફી માગવી જોઈએ.

લોકસભામાં બીજેપી ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી નારેબાજી પછી સ્પીકર સુમિત્રા મહાજને સંસદની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.