Abtak Media Google News

આપણે જાણીએ છીએ કે બાર માસમાં 3 મુખ્ય ૠતુ આવે છે. શિયાળો,ઉનાળો,ચોમાસું. તેમાંની બધાથી સુંદર ઋતુ છે શિયાળો .શિયાળો એટલે સ્વસ્થ બનાવવાની ઋતુ.લોકો કહે છે કે જો વૃદ્ધ લોકો શિયાળો કાઢી ગયા તો આખું વર્ષ કાઢી ગયા.શિયાળો એ ઠંડીનું વાતાવરણ માણવાની ૠતુ છે.જેમાં ખુશનુમા વાતાવરણ અને ગુલાબી ઠંડી હોય છે.

“જ્યારે સૂર્યોદય પણ ઉઠવામાં આળસ કરે ત્યારે સમજી લેવું કે શિયાળો આવી ગયો છે.”

લોકો કહે છે કે જો શિયાળામાં સ્વાસ્થ્ય બનાવવામાં આવશે તો આખું વર્ષ બીમારીઓનો સામનો કરવો પડતો નથી.દરવર્ષે શિયાળો યુવાનો અને વૃદ્ધો માટે તંદુરસ્ત જીવનનો મંત્ર આપે છે કે, ‘યોગ્ય અને ભરપૂર પોષણવાળો ખોરાક ખાવ અને તાજામાજા રહો’ શિયાળામાં પેટભરીને ખાય શકીયે છીએ કારણકે શિયાળામાં જમવાનું સરળ રીતે પચી જાય છે.

શિયાળામાં લીલા શાકભાજી ખાવા જોઇએ, દૂધ અને ઘી વાળો ખોરાક વધુ લેવો જોઇએ કારણ કે ચોમાસબાદ શિયાળામાં શાક પણ વધુ સારા આવે છે. તેથી રોજ સવારમાં તાજા શાકભાજીના સૂપ પીવા જોઈએ જેમકે ટામેટાં, બીટ, પાલક,દૂધી વગરે પોષ્ટિક છે જેનાથી ચેહરાની ચમક વધારી શકાય છે.શિયાળાની ઠંડીમાં ગરમાગરમ ખવાની મજા પડતી હોય છે બને તો ગરમ જ જમવું અને આરોગ્યપ્રદ જમવું.

શિયાળામાં ફક્ત પૌષ્ટિક જમવાથી યોગ્ય સ્વાસ્થય બનતું નથી તેના માટે કસરત કરવી પણ જરૂરી છે.શિયાળાની શરૂઆતથી જ ઠંડી વધુ હોય છે તો સવારમાં સૂર્યોદય પેહલા કસરતમાટે નીકળી જવું જોઈએ.ઘણા લોકો બાગ- બગીચામાં જઈને પ્રાણાયામ અને યોગાસનો કરતા હોય છે .યુવાનો લોકો જોશથી બીજી કસરત કરતા હોય છે.શિયાળામાં ઘી ખાવાથી અપચાની તકલીફ રેહતી નથી કારણકે શિયાળામાં બધા જ ભારે ખોરાક સરળતાથી પચી જાય છે.તેથી અડદિયા, લાડવા જેવી ભરપૂર ઘીથી લથબથતી વાનગીઓ બનાવવી જોઈએ અને સહપરિવાર ખાવી જોઈએ.

શિયાળામાં ટ્રાવેલિંગ કરવાની મજા પણ કંઈક અલગ હોય છે. લોકો શિયાળામાં ટ્રેકિંગ કરવા પણ જય છે.શિયાળામાં ફેશનની ચિંતા ન કરીને શરીરના રક્ષણ માટે ગરમ કપડાં પહેરી લેવા જોઈએ.શરીરનું રક્ષણ ન કરીએ તો ઠંડીના લીધે બીમારી નો ભોગ પણ બની શકીયે છીએ.તંદુરસ્ત વર્ષ વિતાવવા માટે શિયાળામાં સ્વાસ્થ્ય બનવું જોઈએ.

જે લોકોને બ્લડપ્રેશર, અથવા જેમનો વજન ખૂબ વધારે હોય તેમના માટે તો આ અમૂલ્ય તક છે કે પોતાનો વજન ઘટાડીને તંદુરસ્ત બને.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.