Abtak Media Google News

ઠંડા ઠંડા કૂલ કૂલ….

ઠંડીની ઋતુમાં શુષ્ક થઇ જતી ચામડીને ક્રાંતિવાન બનાવે છે ગ્લીસરીન

શિયાળો શરૂ થતાં જ આપતી સ્ક્રીન સુકાઇ જાય છે અને તેના કારણે સ્કીન ફાટવા લાગે છે કયારેક તો પગમાં વાઢીયા પડે છે. એટલે  અસહ્ય પીડા થાય છે. પરંતુ જો આ ઋતુમાં ગ્લીસરીનનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તમારી ત્વચામાં ચાર ચાંદ લાગી જશે અને સ્કીન ગ્લો કરવા લાગશે ગ્લીસરીન એક ખુબ જ જુનુ અને સહેલાઇથી મળી રહે છે. ગ્લીસરીન સૂકી અને નિસ્તેજ ત્વચાને ચમકીલી બનાવે છે. આજના સમયમાં દરેક વ્યકિત પોતાની સ્કીન ને સ્વચ્છ બનાવવા માટે પ્રયાસ કરતું હોય છે. વિવિધ પ્રકારની મોંધા ટોનર અને વિવિધ પ્રકારની ક્રીમ અને ઉપચારો કરે છે. પરંતુ સ્કીન પર તેની અસર થતી નથી. પરંતુ ગ્લીસરીન એવું સસ્તા અને સૌથી ઉત્તમ પ્રાકૃતિક પદાર્થ છે જે સ્કીન સંબંધીત વિવિધ પ્રકારની સમસ્યાઓને દૂર કરી લાભદાયક ગુણો પુરા પાડે છે. ગ્લીસરીનના ઉપયોગથી સ્કીનનું મોસ્ચ્યર્સ જળવાઇ રહે છે. ગ્લીસરીનનો ઉપયોગ ત્વચાને ફેસ રાખે છે. અને ડ્રાયનેસને દૂર કરે છે. ગ્લીસરીનનો યોગ્ય ઉપયોગ કરવાથી સ્કીનને ગ્લો મળે છે.

પી.એચ. બેલેન્સને મેઇન્ટેઇન કરે છે

શરીરમાં જયારે પાણીનું પ્રમાણ ઘટી જાય ત્યારે તેની સીધી અસર સ્કીન પર પડે છે. ગ્લીસરીન લગાવવાથી તડકાના કારણે પડેલા રેશીસ દૂર થાય છે. અને સ્કીન હેલ્થી હાઇડ્રેડ અને ગ્લોવાળી બને છે.

એન્ટી ફંગલ

જો શરીરમાં ફંગલ ઇન્ફેકશન થયું હોય તો ગ્લીસરીન તેનો રામબાણ ઇલાજ છે. આ કુદરતી ઉપચાર કરવાથી ફંગલ ઇન્ફેકશન વધશે નહીં અને ઇચીંગમાં પણ રાહત થશે.

ડેડ સ્કીન રીમુવલ

ગ્લીસરીન સુષ્ક ત્વચાને રીમુવ કરી નવી ત્વચા લાવવામાં મદદરુપ થાય છે. શું તમને ખબર છે કે ગ્લીસરીન તમારી બ્યુટી ને બરકરાર રાખવામાં મદદરુપ થાય છે. માર્કેટમાં ઘણી બધી બ્યુટી પ્રોડકટ મળે છે. જેમાં ગ્લીસરીનનો ઉપયોગ થાય છે. પરંતુ ઘરમાં જ હાજર કેટલાક પદાર્થોનો ઉપયોગ કરી બ્યુટી કેરમાં ગ્લીસરીનનો ઉપયોગ કરી શકીએ છીએ.

નાઇટ મોર્સ્ચરાઇઝર

પ૦ મીલીયમ ગ્લીસરીનમાં પ૦ મીલીગ્રામ ગુલાબજળ ભેળવી તેને એયર ટાઇટ બોટલમાં ભરી દો અને કોટન બોલ દ્વારા રાત્રે સુતી વખતે તમારા ચહેરા સ્કીન પર લગાવો સવારે ઉઠીને તેને ઘોઇ નાખો.

 હેન્ડ મોસ્ચરાઇઝર

બે ટેબલ સ્પુન મધ, બે ટેબલ સ્પુન ગ્લીસરીન, ર ટેબલ સ્પુન ઓટ મીલને એક બાઉલમાં મિકસ કરો અને એક થીક પેસ્ટ બનાવો. તેને તમારા હાથ ઉપર લગાવી તેને સુકાવા દો ત્યારબાદ તેને દૂધથી સ્કબ કરી પાણીથી ઘોઇ નાખો.

સ્કીન કલીન્જર એન્ડ સોફટનર

બે ટેબલ સ્પુન સુગર, ર ટેબલ સ્પુન ગ્લસીરન, બે ટીપા લીવેન્ડર ઓઇલ, ૧ ટેબલ મીઠુ  અને લીંબુનો રસ આ બધી સામગ્રીને એક બાઉલમાં મીકસ કરો અને સ્કીન પર સ્ક્રબ કરો સુગર અને મીઠુ બને સ્કીન કલીન્સરનું કામ કરે છે. સ્કબ કર્યા બાદ સ્કીનને પાણીથી ઘોઇ નાખો.

મેકઅપ રીમુવર

શું તમે જાણો છો ગ્લીસરીને એ સ્કીન માટે ખુબ સારુ કલીનઝર છે તમે તેનો ઉપયોગ મેકઅપ રીમુવ કરવાના પણ કરી શકો છે. ર ટેબલ સ્પુન ગ્લીસરીન, અડધા લીંબુ નો રસ અને ર ટેબલ સ્પુન દૂધ મીકસ કરી કોટન બોલની મદદથી ફેસ પરનો મેકઅપ દૂર કરો અને ત્યારબાદ સાદ પાણીથી ચહેરો ઘોઇ નાખો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.