Abtak Media Google News

વાઇન વિષે આપણે અગાઉ અનેક રસપ્રદ વાતો કરી જેમે તેનો જાજરમાન ઈતિહાસ અને વિશ્વની શ્રેષ્ઠ વાઇન ક્યાં મળે છે તે વિષે વાત કરી હતી. આજે આપણે વાત કરીશું વાઇનને કઈ રીતે ટેસ્ટ કરવી તેમજ વાઇન પીવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે કે પછી નુકશાન..?

Screenshot 1 22

વાઇનને ટેસ્ટ કરવી એ પણ એક કલા છે. જે લોકો અનુભવી હોય અને સ્વાદને ઓળખતા હોય છે તે લોકો વાઇનની ગુણવત્તાને સરળ રોતે ઓળખી શકે છે. જે લોકો સજ રીતે સમયંતરે આલ્કોહોલ ડ્રિંક કરતાં હોય છે તેઓ વાઈનનું સેવન પણ કરતાં હશે પરંતુ વાઇનને ટેસ્ટ કરી તેની ગુણવત્તા, તે કેટલી જૂની છે અને અન્ય વિશેષતાઓ વિષે કદાચ ઓછું જાણતા હશે. પરંતુ જો એક જ ઘૂંટમાં આ તમામ બાત વિષેની જાણકારી મેળવી લ્યે છે તો તેને પીવાની મજા જ કઈક અલગ આવે છે. વાઇન ટેસ્ટિંગ એક કળા છે તો સાથે સાથે એ જાણવું પણ જરૂરી છે કે વાઇન પીવાની સ્ટાઈલ શું છે?

વાઇનનો રંગ તેની ગુણવત્તાની ચાળી ખાય છે, જેમ કે રેડ વાઇન જેમ જેમ જૂની થાય છે તેમ તે આછી થાય છે અને તેનો સ્વાદ વધુ સારો થાય છે.

Pouring Wine E1496451844420

જ્યારે વાઇટ વાઇન જેમ જેમ જૂની થાય છે તેમ તે ઘટી થાય છે.

વાઇન પીવી એ તો એક કળા છે જ પરંતુ વાઇન પીવા સમાએ એક વાતનું ખાસ ધન રાખવું જોઈએ કે જ્યારે પણ વાઇન પોવો છો ત્યારે વાઇનનો ગ્લાસ તેના સ્ટેમ એટ્લે કે તેના નીચેના પાતળા ભાગથી પકડવો જોઈએ નહિ કે

Img 2 920332B7 B6B0 4E7D Bf42 7Ac97A136000

ગ્લાસને ઉપરના ભાગથી પકડવો, જો એવું થાય છે તો હાથની ગરમીના કારણે વાઇનનો સ્વાદ ખરાબ થાય છે.

426343 Kycb 3840X2400

વાઇન પીવા સમયે પહેલો ઘૂંટ લેતા પહેલા ગ્લાસને હળવેથી ગોળ ગોળ ફેરવવાઓ જોઈએ જેથી તેના દરેક સ્વાદ મિક્સ થાય અને પહેલો ઘૂંટ હમેશા નાનો લેવો જોઈએ, એવુ કરવાથી તેના સ્વાદને ઓળખી શકાય અને બાદમાં સામાન્ય રીતે પીવાનું ક્રમશ: રાખો.

Screenshot 2 9

એક અનુભવી વાઇન ડ્રિંકર વાઈનને સૂંઘીને જ તેના સ્વાદનો અંદાજ મેળવે છે. જે મુખ્યત્વે બે રીતે થાય છે, એક તો વાઇનને ઝડપથી સૂંઘી જે સમજાય તે જ તેનો સ્વાદ છે. અને બીજી રીત એ છે કે લાંબો શ્વાસ લેતા લેતા તેને સૂંઘવી અને સ્વાદને ઓડખવો.

Gettyimages 658672900

વાઇન પીવા સમયે જ્યારે પહેલો ઘૂંટ લ્યો છો ત્યારે તેને થિડી વાર જીભ પર રાખો અને આરામથી તેને તમારા મુખમાં પ્રસારવા દો અને તમે ખુદ તે આહ્લાદક સ્વાદને પણ અનુભવો.

જીભ પર જ્યાં સ્વાદનો અનુભવ થાય છે ત્યાં વાઇનનો ઘૂંટ ભરી થોડો શ્વાસ ભરી રાખો ત્યારબાદ હળવાશ અનુભવી તે સ્વાદને ફિલ કરો.

58D2B1C2F1Ddf92Cdaae98F3061183050Ff122Be.jpg 1200X630

આતો વાત થયી કે વાઇનને કઈ રીતે ટેસ્ટ કરવી જોઈએ જેથી તેના સ્વાદને ઓળખી અને માણી શકાય. હવે વાત કરીએ કે વાઈન સ્વસ્થ્ય માટે સારી કે ખરાબ…

Maxresdefault 2 1

સામન્ય રીતે વાત કરીએ તો કોઈ પણ વસ્તુનો અતિરેક એ સ્વસ્થ્ય માટે નુકશાન દાયક જ છે. પરંતુ જો નિયમિત રૂપથી અને નિયંત્રિત રીતે એટ્લે કે વાઇનનો રોજનો એક ગ્લાસ પીવાથી શરીરને તાજગી મળે છે સાથે સાથે હાર્ટને લગતી બીમારી, બ્લડ પ્રેસર અને ડાયાબિટીઝથી બચી શકાય છે.રેડ વાઈનમાં શરીરને ફાયદાકારક તત્વ પોલીફેર્નોલ્સ હોય છે. જે શરીરમાં આવેલો સોજો ઉતારવામાં પણ મદદરૂપ થાય છે. તેમજ અન્ય હાનિકારક રસાયણોને પણ દૂર કરે છે.

આશા છે કે વાઇન વિષેની આ રસપ્રદ વાતો વાંચવી તમને પસંદ આવી હશે. તમારા અભિપ્રાય અમારા માટે અમૂલ્ય છે તો જરૂરથી જણાવશો કે આ આલેખન વિષે તમારા શું અભિપ્રાય છે.   

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.