સ્થળાંતરીતોનો પ્રશ્ન વરવું સ્વરૂપ લેશે ?

૧૦થી વધુ કામદારો ધરાવતી ખાનગી પેઢીઓ, ઉદ્યોગોને કાયદો લાગુ પડશે

પૈસા રળવા માટે લોકો એક શહેર માંથી બીજા શહેરમાં જતાં હોય છે. બીજા રાજયમાં પણ પોતાના પૈસા રળવા માટે જતાં હોય છે. ત્યારે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે બીજા રાજયોમાંથી આવેલા લોકોની સંખ્યામાં વધારો થવાથી સ્થાનિક લોકોને રોજગારી મળવાનો પ્રશ્ર્ન ઉભો થતો હોય છે. ત્યારે હરિયાણા સરકાર દ્વારા એ પ્રશ્ર્નને હલ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. કે હરિયાણાની ઇન્ડસ્ટ્રીયમાં ૭૫ ટકા કારીગરી સ્થાનિકોને કામપર રાખવા ફરજીયાત કર્યુ છે.

હરિયાણા સરકારે સોમવારે એક વિધેયક બહાલ કરી રાજયના ઉદ્યોગોમાં સ્થાનિક નિવાસીઓને ૭૫% નોકરી આપવાનુ કાયદો મંજુર કર્યો હતો જો કે, આ કાયદા અંતિમ મજુરી માટે આવતા મહિને મળનારી કેબિનેટની બેઠકમાં મોકલવામાં આવશે.

આ કવાયતને મંજુરી આપતાં હરિયાણાનાં નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ  જણાવ્યુ હતુ કે હવે પછી રાજયમાં નવી ઉભી થતી અને કાર્યરત કારખાના અને ઉદ્યોગોમાં સ્થાનિકોને ૭૫% નોકરીઓ મળશે.

ઉદ્યોગો અને કારખાનાઓને હરિયાણમાં જન્મેલાઓનેે નોકરી માટે પ્રાથમિકતા આપવાની રહેશે આ નવો કાયદો અત્યારે માત્ર નવી શરૂ થનારી કંપનીઓને લાગુ પડશે. અત્યારે જે કર્મચારીઓ કામદારો રોજગારો મેળવે છે તેમને કોઇ સંજોગોમાં અસર નહી કરે. આ નવા કાયદો હરિયાણા રાજયમાં સ્થાનિક સભ્યોને રોજગારી અધિનિયમ ૨૦૨૦ તરીકે ઓળખવોમાં આવશે. રાજયમાં આ કાયદો ૧૦થી વધુ કામદારો ધરાવતા દરેક ખાનગી પેઢીઓ, ઉદ્યોગો અને સેવકીય વિતરીત એકમોમાં લાગુ પડશે.

આ નવા નિયમ અગાઉથી જ નોકરી કરતા કામદારો અને જેણે સુચિત નવા કાયદાના જાહેરનામા પૂર્વે અરજી કરી હોય તેમને આ નિયમ લાગુ નહી પડે. આ નવો કાયદો મહિને ૫૦ હજાર કે તેથી ઓછો પગાર ધરાવતા કામદારો અને નોકરીઓને જ લાગુ પડશે. આ નવા કાયદાના પાલન માટે રાજયના શ્રમ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે.

Loading...