Abtak Media Google News

કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૦૦ ઈ-બસોને સબસિડી આપવાની દરખાસ્ત કરી

સમગ્ર દેશમાં પ્રદુષણની જટીલ સમસ્યા સમગ્ર દેશવાસીઓએ ભોગવવી પડી રહી છે ત્યારે વૈશ્ર્વિક સ્તર પર પ્રદુષણયુકત વાહનોને અમલી બનાવવામાં આવ્યા છે જે દિશામાં ભારત સરકાર પણ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

આ તકે કેન્દ્ર સરકારે રાજયનાં પરિવહન વિભાગને સુચિત કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે ૨૦૦૦ ઈ-બસોને સબસીડી આપવામાં આવશે તે સર્વે માટેની દરખાસ્ત કરવામાં આવી જોઈએ. હાલ સરકાર ઈ-બસોને અમલી બનાવવા માટે ફેઈસ-૨ સ્કીમને અમલી બનાવી હોય તેવું લાગી રહ્યું છે.સરકારે સુચિત પણ કર્યા છે કે જે શહેરોને ડિફોલ્ટ કર્યા હોય પ્રથમ રાઉન્ડમાં તે તમામ શહેરો બીજા રાઉન્ડમાં ભાગ લઈ નહીં શકે.આગામી માસમાં સરકાર હાઈબ્રીડ અને ઈલેકટ્રીક વાહનો માટે એકસપ્રેશન ઓફ ઈન્ટ્રસ્ટની અરજી કરશે.

7537D2F3 10

આ પ્રસંગે સરકાર દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ એ તમામ શહેરો કે જેઓએ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધેલો નહીં હોય તે સર્વેની અરજી ફગાવી દેવામાં આવશે એટલે કે અંદાજે ૧૮ જેટલા શહેરો ટેન્ડરીંગ પ્રક્રિયામાં સહભાગી ન થયા હોય તે સર્વે માટે સરકારની આ યોજના લાભાન્વિત નહીં કરે. જે શહેરો માટે સરકારે સબસીડીની ઘોષણા કરી છે તે તમામ શહેરોએ ૧૫૦૦ જેટલી ઈલેકટ્રીક બસોને કે જે ગત ઓગસ્ટ માસમાં લેવામાં આવી હતી તેને ફરીથી રીએલોકેટ કરવામાં આવશે જેથી જે કોઈ ખરાઅર્થમાં ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગ શહેરમાં કરવા માંગતા હોય તેમના માટે સરકારની આ યોજના અત્યંત મહત્વપૂર્ણ અને ફાયદા‚પ નિવડશે. કયાંકને કયાંક આ સ્કિમથી જે જેન્યુઅલ બાયરો છે તે જળવાય રહેશે.

આંકડાકિય માહિતી મુજબ અંદાજે ૩૦ શહેરો વચ્ચે ૨૦૦૦ ઈલેકટ્રીક બસોનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો જે કોન્ટ્રાકટ ૧૫ જાન્યુઆરીનાં રોજ પૂર્ણ થઈ ગયેલ હોવાનું સામે આવ્યું છે ત્યારે બીજી તરફ ૨૦ અન્ય શહેરોમાં પણ ૧૯૦૦ જેટલી ઈ-બસો માટેનો કોન્ટ્રાકટ લાગુ કરવામાં આવ્યો છે.

બીજા તબકકામાં ટેન્ડરીંગ પ્રોસેસથી દુર રહેનાર શહેરોની જો યાદી કરવામાં આવે તો તેવા હૈદરાબાદ, અગરતાલા, સીમલા, શ્રીનગર, જમ્મુ અને રાયપુરનો સમાવેશ થાય છે અને ૬ શહેરો કે જેઓએ ટેન્ડરીંગ પ્રક્રિયામાં ભાગ લીધેલો હોય તો તેમાં બેંગલુરુ, ઉતરાખંડ, કોચી, કોઝીકોડનો સમાવેશ થયો હોવાનું સામે આવ્યું છે.સરકારે ફેઈસ-૨ માટે ઈ-વ્હીકલને વધુ પ્રોત્સાહન મળી રહે તે માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું ફંડિગ આપ્યું છે જેમાંથી આ તમામ કાર્યવાહી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.