Abtak Media Google News

જાતિ આધારીત વસતી ગણતરી અગાઉની સરકારે શરૂ કરી હતી જે હાલની સરકાર નાબૂદ કરવા માગે છે

૧૯૩૧થી બ્રિટીશોએ વિવિધ જ્ઞાતીઓની વસ્તી ગણતરી શરૂઆત કરી હતી દેશમાં પર તલવાર લટકતી હોય તેવું સાબીત થયું છે.

સોશીયો ઈકોનોમીક ક્રાસ્ટ સેન્સસ (એઈસીસી) અર્થાત સામાજીક અને આર્થિક જ્ઞાતી અનુસાર વસ્તી ગણતરીના એક ભાગરૂપે ઓબીસી જ્ઞાતીઓના ભાવી પર ઘણા સવાલો ઉઠ્યા છે. કેન્દ્ર દ્વારા પેટા કેટેગરીની ઓબીસી જ્ઞાતીઓ માટે કમિશનની રચના કરવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે.

જાતી આધારીત વસ્તી ગણતરી યુપીએ સરકારે વોટ બેંકનાં કારણે શરૂ કરી હતી જે હાલની સરકાર નાબૂદ કરવા માંગે છે.

મોદી સરકારના એક વર્ષમાં જ એસઈસીસીની માહિતી મંગાવવામાં આવી હતી. અને જુલાઈ ૨૦૧૫માં નીતિ આયોગનાં પૂર્વ ચેરમેન અરવિંદ પનગરીયા દ્વારા જાતીઓનું એનાલીસીસ કરવા માટે એકસપર્ટ કમીટીનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. પરંતુ પ્રાપ્ત વિગત અનુસાર કેન્દ્ર દ્વારા બે વર્ષથી વધુ સમય બાદ પણ આ સમિતિ કાર્યરત રહી નથી.

પરંતુ એસઈસીસી સાથેના જોડાણને શંકાસ્પદ રીતે જોવામાં આવી રહ્યું છે. કારણ કે આ મુદે તેનો હજુ સુધી કોઈ જ પગલા નથી લીધા.

જાતીની વસ્તી ગણતરી બાબતે કોઈ કાર્યવાહી ન થતા શંકા વધતી જાય છે કે જો સરકાર દ્વારા એસઈસીસીને તેના પેટા મંડલ સમિતિના પ્રોજેકટમાં મદદ અપાઈ તો એવું માનવામાં આવે છે કે આ જાતી આધારીત વસ્તી ગણતરી નાબુદ થઈ શકે.people couting

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.