શું ફરી એકવાર પાકની રાજનીતિમાં ભુટો પરિવારનો દબદબો આવશે?

bilawal-bhutto
bilawal-bhutto

સાવધાન, બેનઝીર ભુટો અને આસિફ ઝરદારીનો મોટો પુત્ર બિલાવલ રાજનીતિમાં આવે છે !!!

શું ફરી એકવાર પાકના રાજકારણમાં ભુટો પરિવારનો દબદબો આવશે ? કેમ કે આસિફ ઝરદારી અને બેનઝીર ભુટોનો મોટો પુત્ર બિલાવલ રાજનીતિમાં આવે છે. લંડનમાં ભણેલો બિલાવલ માતા બેનઝીર ભુટોની માફક પાકની રાજનીતિમાં જગ્યા બનાવશે કે કેમ તે આવનારો સમય જ કહેશે કેમ કે આ યુવા નેતા હજુ અપરીપકવ છે તેમને રાજનીતિનો અનુભવ નથી.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે બિલાવલના નાના ઝુલ્ફીકાર અલી ભુટો પાકના દિગ્ગજ નેતા હતા. તેઓ પીપીપી એટલે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ફાઉન્ડર છે. તેનો વારસો પુત્રી બેનઝીર ભુટોએ આગળ ધપાવ્યો અને હવે બેનઝીર પુત્ર બિલાવલ તેને આગળ ધપાવે છે. બેનઝીરની ગેરહાજરીમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીમાં બિલાવલ જાન ફુકી શકે છે કે કેમ તે તેના સક્રિય થયાના અમુક વખત પછી ખબર પડશે કેમ કે તેમનામાં આખરે તો નાના ઝુલ્ફીકાર અલી ભુટો અને માતા બેનઝીર ભુટોનું ખૂન છે.

અગર બિલાવલ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બની પણ જાય તો તેમની સામે ઘણા પડકારો આવશે કેમ કે તેમણે પાર્ટીને રાખમાંથી લાખની જેમ ફિનિકસ પંખીની માફક જાન ફુંકવી પડશે. તેમની બહેન પણ સમર્થનમાં છે. જે મોટાભાગે પાકમાં નહીં પણ યુ.કે.માં જ રહે છે.

Loading...