Abtak Media Google News

ક્રિકેટ સહિતની રમતોમાં સટ્ટાને કાયદેસર કરવા સુપ્રીમમાં અરજી દાખલ કરાય

ક્રિકેટ સહિતની વિવિધ રમતોમાં સટ્ટા અને જુગારને કાયદેસર કરવા બાબતે સુપ્રીમ કોર્ટે સમગ્ર મુદ્દાનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું છે. ન્યાયાધીશ દિપક મિશ્રા અને એ.એમ.ખાનવીલકરની ખંડપીઠે જુગાર અને સટ્ટાને કાયદેસર કરવા માટે કાયદો ઘડવા બાબતે યેલી અરજીની સુનાવણી કરવા માટે તૈયારી કરી છે. જેમાં કોર્ટે એમ પણ કહ્યું હતું કે, ક્રિકેટમાં સટ્ટાના કાયદાઓ બાબતે પણ આ અરજીની સો જ સુનાવણી કરવામાં આવશે.

સીનીયર એડવોકેટ આર.એસ.સુરી અને રિપક કાનસલ અરજદાર તરફી કોર્ટમાં હાજર રહ્યાં હતા. જેમાં ખંડપીઠ સમક્ષ વાત રજૂ કરી હતી કે, જો સટ્ટાને કાયદેસર કરવામાં આવે તો દર વર્ષે વેરાઓ દ્વારા સરકારને ૧૨૦૦૦ કરોડી વધુની આવક મળી શકે તેમ છે. વધુમાં જો સટ્ટો કાયદેસર ાય તો મેચ ફિકસીંગના બનાવો બાબતે પણ પુરતુ ધ્યાન રહી શકે. અરજદારે કહ્યું હતું કે, જો સટ્ટો કાયદેસર ાય તો સરકારને પણ ઘણા ફાયદા મળી શકે અને આ માટે યોગ્ય કાયદાઓ ઘડવામાં આવે તો આ સમગ્ર પ્રવૃત્તિ સરકારની નજર હેઠળ જ ઈ શકે. વધુમાં ભારતનું સટ્ટા બજાર ૩ લાખ કરોડ ‚પિયાનું હોવાી તેમાંી સરકારને પણ આવક મળી શકે તેમ છે.

વધુમાં અત્યારે ગેરકાયદેસર રીતે સટ્ટો રમાતો હોવાી સરકારનું કોઈ નિયંત્રણ ની. પરંતુ જો સમગ્ર માળખુ અને કાયદો ઘડવામાં આવે તો મોટા ગુન્હાઓ અટકાવી શકાય અને ક્રિકેટ સહિતની રમતોમાં મેચ ફિકસીંગની પ્રવૃતિને પણ ડામીશકાય. આ બધી દલીલો સાંભળી કોર્ટે સમગ્ર મુદ્દાનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.