Abtak Media Google News

21મી સદીના વિશ્ર્વ માટે ગ્લોબલ વોર્મિંગ નિયંત્રણ અને પર્યાવરણની જાળવણી અનિવાર્ય બની છે ત્યારે પેરીસમાં યોજાયેલી યુનાઈટેડ નેશન કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં વેશ્વિક પર્યાવરણ માટે પડકારરૂપ બનેલા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને કાબુમાં લેવા માટે દરેક સભ્ય રાષ્ટ્રોને પોતાના પર્યાવરણમાં 1 થી 3 ડિગ્રી સેલ્સીયશ સુધીનો ઘટાડો થાય તેવી વ્યવસ્થાનો વિચાર આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગ્રીન હાઉસ એનર્જી અને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે પરંપરાગત ઉર્જાના બદલે સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા જેવા વૈકલ્પીક ઉર્જા સ્ત્રોતોનો વિકાસ કરવા માટે સુચન કર્યું હતું. વડાપ્રધાનના આ સુચનને સમીટમાં ભાગ લેનાર 196 દેશોએ આવકાર્યો હતો અને એ દીશામાં વિશ્ર્વના દેશોએ હાથ ધરેલી કવાયતથી કાર્બન ઉત્સર્જનની સમસ્યા નિવારણમાં સારી એવી સફળતા મેળવી હતી. ક્લાઈમેટ ચેન્જની પેરીસ ખાતે યોજાયેલી આ સમીટમાં ભારત અને ખાસ કરીને વડાપ્રધાન મોદી સમગ્ર વિશ્ર્વ માટે માર્ગદર્શક બન્યા હતા.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગ્લોબલ એનર્જી અને એન્વાયર્મેન્ટ લીડરશીપ એવોર્ડ આપવામાં આવશે. 5 માર્ચે સીઈઆરએ વીક ગ્લોબલ એનર્જી અને એન્વાયર્મેન્ટ  લીડરશીપ એવોર્ડ એનાયત કરવામાં આવશે. કેમ્બ્રીજ એનર્જી રીસર્ચ એસોસીએટ વિક સીઈઆર 2021ના ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટ લીડરશીપ એવોર્ડ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પસંદગી કરવામાં આવી છે.

સીઈઆરએ વીકની સ્થાપના 1983માં ડો.ડેનીયલ માર્જીને કરી હતી અને દર વર્ષે માર્ચના હ્યુન્સ્ટનમાં આ એવોર્ડ આપવામાં આવે છે. આ સંસ્થાને વિશ્ર્વનું આદર્શ ઉર્જા પ્લેટફોર્મ માનવામાં આવે છે. 2021માં 1 થી 5 માર્ચ સુધી સત્ર બોલાવવામાં આવ્યું છે અને તેમાં વિશ્ર્વને ઉર્જા અને ગ્લોબલ વોર્મિંગ માટે સાચુ માર્ગદર્શન  આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા, ઉકેલ અને પર્યાવરણની જાળવણી માટેની નીતિ અને દિશા નિર્દેશ પ્રદાન કરનારા લોકોને આપવામાં આવતો એવોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનાયત કરવામાં આવશે જે ભારતની વિશ્વગુરૂની ગરીમાને વધુ ઉજાગર કરનારી બનશે.

આવતીકાલે મોદી ગુજરાતમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સુરક્ષા અંગે રાષ્ટ્રીય મહાનિર્દેશક ડીજી સંમેલનના સમારોહને સંબોધીત કરવા આવતીકાલે કેવડીયાની મુલાકાત લેશે. વડાપ્રધાન ટેન્ટ સિટીમાં રાત રોકાયા બાદ બીજા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જેમાં ડીજી સંમેલન સહિતના મહત્વના કાર્યક્રમથી આખો દિવસ વ્યસ્ત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.