Abtak Media Google News

ત્રિપલ તલાકમાંથી આજ મહિલાઓને મુકતી મળશે: રાજયસભામાં બીલ પાસ થતા આ કાયદો લાગુ થઇ જશે

મોદી સરકારની પ્રથમ ટર્મ દરમ્યાન વિચારવામાં આવેલ મુસ્લીમ મહીલાઓને ઘ્યાને લઇ અને તેમને થતાં અન્યાય ને ઘ્યાને લઇ સરકારે એક બીલ બનાવ્યું પરંતુ, વિપક્ષના વિરોધનુે લીધે મોદીની પ્રથમ સત્રના સમયમાં આ બીલ પાસ ન કરી શકી, ત્યારે આ બીલ બીજી ટર્મમાં બેસતાની સાથે જ ૧૬મી લોકસભામાં પાસ કરી દીધેલ પરંતુ આ બીલ રાજયસભામાં પાસ કરવાનું બાકી હોય આજ આ બીલ પર રાજયસભામાં પસાર કરવાની તજવીજ ભાજપ દ્વારા કરવામાં આવશે.

મંગળવારના દિવસે સરકાર દ્વારા ત્રીપલ તલાક બીલને પાસ કરવામાં આવશે. લોકસભામાં વોઇસ વોટ ના સહારે પાસ કરવામાં આવેલ આ બીલમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમુલ કોંગ્રેસ, ડીએમકે અને અન્ય પાર્ટીના વોક આઉટ કરવા છતાં પણ આ બીલ ૧૩મી લોકસભામાં પાસ કરવામાં આવ્યું હતું.

આ બીલથી ઇન્સ્ટન્ટ તલાક આપનાર વ્યકિત પર ગુન્હેગારોની જેમ કાર્યવાહી કરવામાં આવશે. અને તેને જેલની સજા સહીતની આકરી સજાનું પ્રાવધાન છે.

મુસ્લીમ બિરાદરો દ્વારા સામાજીક ઉધાર માટે અને સામાજીક ન્યાયીક પ્રક્રિયાને ઘ્યાને લઇ કોઇપણ વ્યકિત એકવારમાં તાત્કાલીક તલાક ન આપી શકે તે હેતુથી આ બીલને ઘ્યાને લેવામાં આવ્યું છે.જયારે કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ અને ડીએમકેની એવી માંગે કે આ બીલમાં સુધારા માટે પારલામેન્ટરી બોર્ડમાં ફેર વિચારણાના હેતુથી

મુકવામાં આવે પરંતુ આ બીલને સમજી વિચારીને જ તૈયાર કરવામાં આવ્યું હોય સરકાર દ્વારા આ બીલને રાજયસભામાં પસાર કરી દેવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.