Abtak Media Google News
કાંગારૂ ઓએ બાંગ્લાદેશને ૪૮ રને આપ્યો પરાજય: ડેવિડ વોર્નરે ફટકાર્યા ૧૬૬ રન

વર્લ્ડકપની ૨૬મી મેચ ટેન્ટબ્રીચ ખાતે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી જેમાં કાંગારૂઓએ બાંગ્લાદેશને ૪૮ રને હરાવ્યું હતું. ૩૮૨ રનનો લક્ષ્યાંક આપ્યા બાદ બાંગ્લાદેશ તેનો પીછો કરતાં ૫૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી ૩૩૩ રન કરી શકયું હતું. ટીમનાં વિકેટ કિપર મુશફિકર રહિમે ૯૭ બોલમાં સદી ફટકારી ૧૦૨ રન નોંધાવ્યા હતા. તેના સિવાય તમીમ ઈકબાલ ૬૨ રન, મહમદુલ્લાએ ૬૯ રનનું યોગદાન આપ્યું હતું જોકે બાંગ્લાદેશની ટીમ ફિનીશીંગ લાઈન ક્રોસ કરી શકી ન હતી. ઓસ્ટ્રેલિયા માટે કુલ્ટર નાઈલ, માર્કસ સ્ટોઈનીસ અને મીચેલ સ્ટાર્કે બે-બે વિકેટ ઝડપી હતી જયારે એડમજેમ્પાએ એક વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાનાં ૬ મેચમાં ૫ જીત માટે ૧૦ પોઈન્ટ મળ્યા છે જેથી તે પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ સ્થાન પર આવી ગયું છે.

વર્લ્ડકપની ૨૬મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતાં ૫૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ૩૮૧ રન નોંધાવ્યા હતા. ઈનીંગ્સની છેલ્લી ઓવર શરૂ થાય તે પહેલા વરસાદ આવતા મેચ રોકવામાં આવ્યો હતો. કાંગારૂઓ માટે ડેવિડ વોર્નરે વન-ડે કેરીયરની ૧૬મી સદી ફટકારતાં ૧૪૭ બોલ રમી ૧૪ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૧૬૬ રન કર્યા હતા. જયારે ટીમનાં શુકાની સાથે પ્રથમ વિકેટની ભાગીદારી ૧૨૧ રનની રહી હતી. આ મેચમાં ઉસ્માન ખ્વાઝાએ ૮૯ રન કરી ટીમને મજબુતી આપી હતી. બાંગ્લાદેશ તરફથી પાર્ટ ટાઈમ બોલર સૌમ્ય સરકારે ૩ વિકેટ ઝડપી હતી. આ તકે વિશ્ર્વકપ માટે સેમીફાઈનલની ટીમો અંદાજે નકકી થઈ ગયેલી છે ત્યારે પ્રશ્ર્ન એ ઉદભવિત થયો છે કે, શું સેમીફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામે ભીડાશે કે કેમ ?

ક્રિકેટ પીચ ‘ધવન’ને કરશે ‘મીસ’: મોદી

69877748

ભારત દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિખર ધવનને અંગુઠામાં થયેલા ફેકચરનાં કારણે વિશ્ર્વકપમાંથી આઉટ થયા બાદ તેઓએ ટવીટ કરતાં જણાવ્યું હતું કે, ક્રિકેટ પીચ શિખરને ૧૦૦ ટકા મીસ કરશે. ભારતીય ટીમ અને દેશને દુ:ખ છે કે, ધવન વિશ્ર્વકપમાંથી આઉટ થયો છે પરંતુ એ વાતનો ભરોસો છે કે, શિખર ધવન ટુંક સમયમાં જ ફરી ગ્રાઉન્ડ ઉપર પરત ફરશે અને દેશ માટે અને દેશનું નામ રોશન કરશે. ભારતીય ટીમ માટે શિખર ધવનનું મહત્વ ખુબ જ વધુ છે ત્યારે વિશ્ર્વકપમાંથી ધવનની એકઝીટ થતાં ટીમમાં રીષભ પંતને સ્થાન આપવામાં આવ્યું છે તે પણ એક સારો નિર્ણય છે પરંતુ ક્રિકેટ પીચ ધવનને મીસ કરશે તેમાં કોઈ જ મીનમેક નથી. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ધવન ટુંક સમયમાં જ ટીમમાં પરત ફરશે અને વિશ્ર્વ ફલક ઉપર ટીમને એક આગવું સ્થાન પ્રાપ્ત કરવામાં મદદ‚પ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.