Abtak Media Google News

આતંકવાદી તત્ત્વોને ટેરર ફંડથી માંડીને આશ્રય સ્થાન પુરા પાડનારા દેશવિરોધી ગદ્દારોને સીધા દોર કરવા મોદી સરકારે કાશ્મીરમાં મોટી સંખ્યામાં લશ્કરી જવાનોને તૈનાત કરતા અલગતાવાદીઓમાં ફફડાટ

એક સમયે ધરતી પરનું સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં આઝાદી બાદ એવી રાજકીય સ્થિતિઓ નિર્માણ થવા પામી હતી. કાશ્મીરની ખીણ અલગતાવાદી તત્વો બેફામ બની જવા પામ્યા છે. એક સમયે એવી સ્થિતિ ઉભી થવાપામી હતી કે નેતાઓનાં અંગત રાજકીય સ્વાર્થતા કારણે અલગતાવાદી તત્વોએ કાશ્મીરને બાનમાં લઈ લીધુ હતુ તાજેતરમાં યોજાયેલી લોકસભામાં ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતિ મેળવીને બીજા વખત સત્તા મેળવનારી મોદી સરકારે તેના બીજા કાર્યકાળમાં પહેલા દેશના ગદારો સામે આરપારની લડાઈ લડી લેવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે છેલ્લા ૧૫ દિવસથી કાશ્મીરમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળોના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. કાશ્મીરમાં ભારે લશ્કરી જમાવડાને લઈને અલગતાવાદી તત્વો અને તેને પોસનારા નેતાઓના હાજા ગગડી ગયા છે આવા તત્વો મોદી સરકારની ચાલ સમજી શકતા ન હોય રઘવાયા બની ગયા છે.

આધારભૂત વર્તુળોમાંથી મળેલી વિગતો મુજબ મોદી સરકાર કાશ્મીરના ખૂણે ખૂણે છુપાયેલા દેશ વિરોધી તત્વો કે જેઓ આતંકવાદીઓને ટેરર ફંડીગથી માંડીને આશ્રય સ્થાન પૂરૂ પાડે છે. તેમને વીખીનાખવા મન બનાવ્યું છે. અમરનાથ યાત્રામાં સુરક્ષાનાનામે ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાં કરેલા ભારે લશ્કરી જમાવડાના કારણે અગલતાવાદી તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામી છે. મોદી સરકાર દેશના આગામી આઝાદી દીન ૧૫મી ઓગષ્ટ પહેલા કાશ્મીરમાં લાંબા સમયથી ભારતનું ખાયને ભારતનું ખોદનરા અલગતાવાદી નેતાઓને વીંધી નાખવા એક ઓપરેશન હાથ ધરનાર હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય લશ્કરી જવાનો દેશના ગદ્દારોને પીંખી નાખશે તેવા ડરથી અલગતાવાદી તત્વો અને તેના રાજકીય આકા જેવા પક્ષોના નેતાઓ કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવવા મુદે કાગારોળ મચાવીને કાશ્મીરી લોકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલે કાશ્મીર દોડી જઈને શ્રીનગરમાં સેના અને પોલીસના વરિષ્ટ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી હાલમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા પર પાકિસ્તાન પ્રેરીત આતંકવાદી તત્વો હુમલા કરે તેવી આશંકાના નામે ડોવલે કાશ્મીરમાં વધુ ૯૦ હજાર સુરક્ષા જવાનોને તૈનાત કરવા ગૃહમંત્રી અમિત શાહને વિનંતી કરી હતી. જે બાદ, હાલમાં કાશ્મીરમાં ફરજ બજાવી રહેલા ૪૦ હજાર લશ્કરી અને અર્ધ લશ્કરી જવાનો ઉપરાંત વધારાના ૧૦ હજાર જવાનોને કાશ્મીરમાં મોકલવાનો ગૃહમંત્રી અમિત શાહે નિર્ણય લીધો હતો. જેથી, કાશ્મીરમાં ૫૦ હજાર જેટલા લશ્કરી જવાનોના જમાવટાથી મોદી સરકાર કાશ્મીરમાં કંઈક નવા જૂની કરવાના મૂડમાં હોવાનો અલગતાવાદી તત્વો ભય પેસી જવા પામ્યો છે.

દરમ્યાન, નેશનલ સિકયુરીટી એજન્સી એનઆઈએ કાશ્મીરમાંથી મળતા આતંકવાદીઓને ટેરર ફડીંગ સામે કાયદાનો ગાળીયો કસવા ગઈકાલે ચાર સ્થાનો પર દરોડા પાડયા હતા એનઆઈએ પોલસી અને અર્ધ લશ્કરી દળોના જવાનોને સાથે રાખીને કટ્ટર અલગતાવાદી નેતા સજજાદ લોનના નજીકનાં ગણાતા આસિફ લોન, તનવીર અહમદ, તારિક અહમદ અને બિલાલ ભાટના ઘરે દરોડા પાડીને અનેક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. આ અગાઉ એનઆઈએ લાઈન પર કન્ટ્રોલ પર વેપાર કરતા બે વેપારીઓ પર ગત મંગળવારે દરોડા પાડયા હતા.

એનઆઈએની ટીમ દ્વારા ટેરર ફંડ માટે મદદ કરતા આગેવાનો, વેપારીઓને ટારગેટ બનાવીને દરોડા પાડીને તેમની સામે કેસ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી રહી છે. જેથી દેશ વિરોધી તત્વોને કાશ્મીરમાંથી સહાય કરનારા લોકો કાયદાની રડારમાં આવી જતા આતંકવાદીઓને આર્થિક મદદની કમર ભાંગી જવા પામી છે.

મોદી સરકારના આ પ્રયાસોને કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ અને ૩૫-એ દૂર કરવા માટેના ભાગરૂપે ગણવામાં આવી રહ્યા છે. મોદી સરકાર આ બંધારણોને હટાવીને કાશ્મીરમાંની આતંકવાદી તત્વોના સફાયો કરીને આઝાદી કાળથી ચાલી આવતી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગે છે. સાથે જ આ પગલાથીકાશ્મીર દેશનો અવિભાજય હિસ્સો બનાવી દઈને દેશની મજબૂત રાષ્ટ્ર તરીકે છાપને ઉપસાવીને આગામી ૧૦ વર્ષ સુધી દેશમાં ભાજપની સરકાર રહે તે માટેના પ્રયાસો કરી રહી છે. ટુંક સમયમાં જમ્મુ કાશ્મીર રાજયમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે. જેથી અલગતાવાદી તત્વો અને તેને પોસનારા રાજકીય પક્ષોના નેતાઓનો સફાયો કરી દઈને ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં પણ કેસરીયો લહેરાવવા કમર કસી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.