Abtak Media Google News

ટેલીકોમ સેકટરમાં મસમોટી નુકસાનીની ફરિયાદ કરનાર વોડાફોન બજારમાં ટકી રહેવા ઉંધામાથે

ભારતીય ટેલીકોમ ક્ષેત્રમાં મસમોટા નુકસાનની કાગરોળ મચાવનાર વોડાફોન આગામી સમયમાં પણ ભારતમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. તાજેતરમાં વોડાફોનનાં ગ્લોબલ સીઈઓની નીક રીડે ભારતીય ટેલીકોમ ક્ષેત્રમાં ઉંચા કરવેરા અને સ્ટ્રેકટમની ફીનાં કારણે નુકસાન થયું હોવાનું બહાનું બતાવ્યું હતું. અલબત તેમણે તુરંત જ યુ-ટર્ન લીધો છે અને હજુ પણ ભારતમાં રોકાણ ચાલુ રાખવાની ઈચ્છા વ્યકત કરી છે.

તાજેતરમાં વોડાફોનનાં ગ્લોબલ સીઈઓ નીક રીડે ભારતમાં અવાસ્તવિક નિયમો અને ઉંચા કરવેરાની ફરિયાદ કરી હતી. તેમણે વડાપ્રધાન મોદી અને ટેલીકોમ મીનીસ્ટર રવિશંકર પ્રસાદને પત્ર પણ લખ્યો હતો. આ સાથે જ ભારતીય ટેલીકોમ ક્ષેત્રમાં જીયો સામે સરકારી કે ખાનગી કંપની ટકી શકે નહીં તેવી ચર્ચાએ પણ જોર પકડયું હતું. સરકાર દ્વારા સંચાલિત બીએસએનએલ પણ લાંબા સમયથી નુકસાન કરી રહ્યું છે. સરકાર બીએસએનએલને બજારમાં ટકી શકવા તેમજ કર્મચારીઓને પગાર કરવા માટે બુસ્ટર ડોઝ આપે છે. આવી જ રીતે ખાનગી કંપનીઓની હાલત પણ ખુબ જ દયનીય હોવાની ફરિયાદ સરકાર સુધી થઈ રહી છે. જીયોનાં સસ્તા ટેરીફ સામે એરટેલ, વોડાફોન, આઈડિયા સહિતની કંપનીઓ ટકી શકી નથી. લાંબા સમયથી આ કંપનીઓ ખોટ ખાઈ રહી હોવાની દલીલ કરે છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20

ભારતીય ટેલીકોમ સેકટરમાં અગાઉ જીયોનાં આગમન પહેલા મોટાભાગની કંપનીઓ નફો કરી રહી હતી. અલબત ગ્રાહકો ઉંચા ટેરીફનાં કારણે ત્રસ્ત હતા દરમિયાન ૪-જી કનેકટીવીટી સાથે જીયોનું આગમન થયું અને બજારની સ્થિતિમાં ધરખમ ફેરફાર જોવા મળ્યા. જીયોનાં સસ્તા કોલ અને ઈન્ટરનેટ ટેરીફનાં કારણે કરોડો ગ્રાહકો જીયો તરફ આકર્ષાયા હતા અને અન્ય કંપનીઓનો સાથ છોડી દીધો હતો. પરીણામે સમયાંતરે ખાનગી કંપનીઓને નુકસાન થયું હોવાની ફરિયાદો ઉઠી હતી. જીયોનાં કારણે નુકસાન થતું હોવાની ફરીયાદો થઈ હતી. વોડાફોન અને આઈડિયા જેવી મસમોટી કંપનીઓને નુકસાનનાં કારણે મર્જ કરવાની ફરજ પડી હતી છતાં પણ હજુ સુધી આ કંપનીઓ નુકસાનથી આગળ વધી શકી નથી. કંપનીઓ હજુ પણ સરકાર પાસે ટેકસ માળખાની રાહત માંગી રહી છે.  ટેરીફના નીચા દરના કારણે જીઓનું કદ વધતું ગયું છે અને અન્ય કંપનીઓને ફટકો પડયો છે. બીએસએનએલ ટૂંકાગાળામાં અધધધ… ખોટ સહન કરવા લાગ્યું છે. સર્વાઈવલ ધી ફિટેસ્ટનો નિયમ મોબાઈલ ક્ષેત્રને લાગ્યો છે ત્યારે જીઓ સામે કોઈ અન્ય કંપની ટકી શકશે ? તેવા પ્રશ્ર્નો લોકોમાં ઉઠી રહ્યાં છે.  સરકારી કંપનીની ખસતા હાલત ઈ છે. બીજી તરફ ખાનગી કંપનીઓ પણ જીઓના ફટકાી બાકાત રહી ની. વોડાફોન-આઈડિયા ૧.૯ બીલીયન યુરોનું નુકશાન કરી રહ્યાં હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ભારતીય ટેલીકોમ ક્ષેત્રમાં પરિસ્થિતિ લાંબા સમય માટે પડકારરૂપ હોવાનો દાવો વોડાફોનના ચિફ એક્ઝિક્યુટીવ નીકરીડ કરી રહ્યાં છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ ખાનગી ટેલીકોમ કંપનીઓને ખુબજ આકરો લાગયો છે. સ્પેકટ્રમના પેમેન્ટ, લાયસન્સ ફી અને ટેકસની સાથે પેનલ્ટીમાં પણ રાહત આપવામાં આવે તેવી ઈચ્છા વોડાફોનની છે. પ્રાઈઝ વોરમાં જીઓએ સરકારી તેમજ ખાનગી કંપનીઓને ઘુંટણીએ પાડી દીધી છે. નાની માછલીને મોટી માછલી ખાય જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. જોકે આ સ્થિતિમાં પણ વોડાફોન હાર માન્યું નથી અને ભવિષ્યમાં ભારતમાં રોકાણ ચાલુ રાખશે તેવો નિર્ધાર વ્યકત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.