Abtak Media Google News

દેશના અર્થતંત્રને બેઠુ કરવા મોદીનું સ્વપ્ન સાકાર બનશે?

૨૦૧૭-૧૮માં ભારત વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર દેશોમાં છઠ્ઠા ક્રમેથી સાતમાં ક્રમે પહોંચ્યું: વર્લ્ડબેંકે જાહેર કર્યો રિપોર્ટ

કોઈપણ દેશની સમૃદ્ધિ તેની અર્થવ્યવસ્થા પર નિર્ભર રહેતી હોય છે ત્યારે વિશ્વનો કોઈપણ દેશ પોતાની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે તમામ પ્રકારનાં પ્રયત્નો હાથ ધરતું હોય છે જેના માટે દેશનો વિકાસ થવો પણ એટલો જ જરૂરી છે પરંતુ ૨૦૧૮ની વાત કરવામાં આવે તો વર્લ્ડ બેન્કનાં રીપોર્ટ અનુસાર ભારત વિશ્વનાં જે મોટા અર્થતંત્ર દેશો છે તેમાં છઠ્ઠા ક્રમેથી હટી સાતમાં ક્રમે પહોંચ્યું છે જેનું કારણ તરલતાનો અભાવ, દેશનો યોગ્ય વિકાસ ન થયો હોય તે પણ માનવામાં આવી રહ્યું છે ત્યારે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે પાંચ ટ્રિલીયન ડોલર ઈકોનોમીને પહોંચવાની જાહેરાત કરી છે ત્યારે આ લક્ષ્યાંકને પહોંચવા જાણે દેશ માટે જોજનો દુર સ્વપ્નું લાગી રહ્યું છે.

હાલ ભારત દેશની અર્થવ્યવસ્થાની વાત કરવામાં આવે તો દેશની ઈકોનોમી ૨.૬૫ ટ્રિલીયન ડોલરની છે જે યુ.કે. કરતાં પણ અને ફ્રાંસ કરતાં પણ વધુ હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી સુધી પહોંચવા માટે દેશમાં યોગ્ય તરલતા અને જે ક્ષેત્રો બેઠા થયા નથી તે તમામ ક્ષેત્રોને બેઠા કરવા માટે પણ સરકારે પ્રયત્નો કરવા પડશે ત્યારે પ્રશ્ન એ પણ ઉભો થઈ રહ્યો છે કે દેશને ૫ ટ્રિલીયન ડોલરે પહોંચાડવા શું મોદી સરકાર વિકાસને ગાંડો કરશે ? હાલ યુનાઈટેડ સ્ટેટની જીડીપી વિશે વાત કરવામાં આવે તો તેની અર્થવ્યવસ્થા ૨૦.૫ ટ્રિલીયન ડોલર રહી છે ત્યારે ૨૦૧૭માં ભારતનો ક્રમ છઠ્ઠો રહ્યો હતો. જે એક વર્ષમાં એક સ્થાન ઘટી સાતમાં ક્રમે આવી ગયું છે.

૨૦૧૮માં ફ્રાન્સની ઇકોનોમી ૨.૭૮ ટ્રિલીયન ડોલર હતી જ્યારે યુકેની ૨.૮૨ ટ્રિલીયન ડોલર રહી છે. તેની સામે ભારતની ર્અવ્યવસ ૨.૭૩ ટ્રિલીયન ડોલર(લગભગ ૧૮ હજાર ૬૫૦ અબજ રૂપિયા) રહી હતી. ૨૦૧૮માં ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાના સ્થાને હતું. આ પહેલાના ડેટામાં ભારત ૨૦૧૭માં છઠ્ઠા ક્રમાંકની અર્થવ્યવસ્થા હતી અને ત્યારે ફ્રાન્સને સાતમું સન મળ્યું હતું. જોકે લેટેસ્ટ ડેટામાં ભારત યુકેને પછાડીને પાંચમા સ્થાને પહોંચ્યું હતું. ૨૦૧૭માં ભારતની આર્થિક તાકાત ૨.૬૫ ટ્રીલિયન ડોલરની હતી જેના પછી યુકે ૨.૩ ટ્રીલિયન ડોલર અને ફ્રાન્સ ૨.૫૯ ટ્રીલિયન ડોલર સાથે નીચે હતું.

જોકે સ્ટેટસ થોડા સમય માટે રહ્યું અને લેટેસ્ટ ડેટામાં ભારતનું સ્થાન સાતમા ક્રમાંકે પહોંચી ગયું છે. આ આંકડા પ્રમાણે ભારતની ર્અવ્યવસ ડોલર ટર્મની દ્રષ્ટિએ ૨૦૧૮માં ૩.૦૧ ટકાના દરે વધી હતી. ૨૦૧૭માં આ વૃદ્ધિ દર ૧૫.૭૨ ટકાનો હતો. બીજી તરફ યુકેની અર્થવ્યવસ્થા ૬.૮૧ ટકાના દરે વધી અને ફ્રાન્સની ઇકોનોમી ૪.૮૫ ટકાથી વધીને ૭.૩૩ ટકાની વૃદ્ધિ મેળવી. જાણીત ઇકોનોમિસ્ટ દેવેન્દ્ર પંતે એક નિવેદનમાં કહ્યુ, ૨૦૧૭માં રૂપિયો ૩ ટકા વધ્યો હતો જે ૨૦૧૮માં ૫ ટકા ઘટ્યો. તેના લીધે ભારતની અર્થવ્યવસ્થા ડોલર ટર્મ્સમાં ધીમી ગતિએ વધી. રૂપિયાના ટર્મમાં ભારતની ર્અવ્યવસ ૨૦૧૮-૧૯માં ૧૧.૨ ટકાના દરે વધી છે જે ૨૦૧૭માં ૧૧.૩ ટકા હતી.

ભારત દેશના વિકાસ માટે જે યોજનાઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે તે આગામી લક્ષ્યાંકને પહોંચી વળવાની હશે તેમાં સહેજ પણ મીનમેક નથી. આગામી સમયમાં રોડ, રસ્તા, રોજગારી સહિતની કામગીરી ભારત દેશ દ્વારા યથાયોગ્ય રીતે કરવામાં આવે તે દિશામાં હાલ ભારત દેશ આગળ વધી રહ્યું છે. પરંતુ મુખ્ય પ્રશ્ર્ન હાલ ઉદભવીત થઇ રહ્યો છે કે જે પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમીનું સ્વપ્ન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સેવામાં આવ્યું છે તે કેટલા અંશે સફળ થશે કારણ કે જો આ સ્વપ્નને સાકાર કરવું હોય તો દેશના અર્થતંત્ર માટે વિકાસ કામો જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.