Abtak Media Google News

ભારત- દ.આફ્રિકા વચ્ચે બીજા ટેસ્ટ માટે તૈયારી: સેન્ચુરીયન સ્ટેડિયમમાં બેટીંગ પીચ છે: યજમાનને યારી આપે તેવી વધુ શકયતા

દ.આફ્રિકાનાં સેન્ચુરીયનમાં ભારત બીજી ટેસ્ટ મેચ રમશે. આ બેટિંગ પીચ છે. ત્યારે ક્રિકેટ રસિયાઓનાં મનમાં સવાલ ઉઠ્યા વિના રહેતો નથી. શું સેંન્ચુરીયનમાં આફ્રિકા રનનો ખડકલો કરશે? એટલા માટે કે દ. આફ્રિકા યજમાન ટીમ છે.

બાકી સેન્ચુરીયન સ્ટેડીયમ પર અગર બેટિંગ પીચ છે તો તે ભારતના બેટધરોને પણ યારી આપે જ ને જો કે દ.આફ્રિકાનો હજુ ઉગી ન ઉભો થતો તરવરિયો ખેલાડી એડન માર્કરમ કહે છે કે સેન્ચુરીયન મારૂ ઘર છે. અને બેટિંગ માટે અનુકૂળ પીચ છે. ઉલ્લેખનીય છે કે સેન્ચુરીયનમાં એડન ઘરી બધી મેચ રમ્યો છે.પણ આ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની હજુ પાંચમી મેચ જ છે.

૨૩ વર્ષનો એડન હજુ યુવા ખેલાડી છે. અને તેને લાંબી મજલ કાપવાની છે. આ સિવાય તેણે અન્ડર ૧૯માં દ. આફ્રિકા માટે જીત અપાવતી સદીઓ ફટકારી છે. એટલે ભારતીય બોલરોનો ટારગેટ માત્ર ને માત્ર એડન હોવો જોઈએ.

એડન ક્રિકેટના ત્રણેય ફોરમેટમાં સારૂ રમે છે. ટેસ્ટ, વન-ડે અને ટી.૨૦ ત્રણેયમાં તે ચમકે છે. કોચ ઓટિશ ગિબ્સન પણ તેને વિશેષ તાલીમ આપી રહ્યા છે.

સેંન્ચુરીયનમા ભારત અને દ. આફ્રિકામાંથી જે ટીમ સારૂ બેટિંગ કરશે તેના ગળામાં વિજયમાળા પહેરાવવામાં આવશે. સામા છે ડે બંને ટીમના બોલરોની પણ જવાબદારી વધશે, ‘અગ્નિપરીક્ષા’ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.