રાજકોટમાં યુવાનની હત્યાના ગુનામાં પત્નીના પ્રેમી જામીન મૂકત

દારૂડીયા પતિથી કંટાળી પરિણીતાએ પ્રેમી સાથે મળી ગળેટુપો આપી મોતને ઘાટ ઉતાર્યો’તો

શહેરનાં ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટ નજીક ફાટક પાસે ભરવાડ યુવાનની હત્યાના ગુન્હામાં પકડાયેલી પત્નીના પ્રેમી મયુર ચાવડીયાના જામીન સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલા છે.

વધુ વિગત મુજબ ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટ નજીક મચ્છોનગર શેરી નં.૨માં રહેતા પરેશ નાથાભાઈ ગોહેલની દારૂ પીવાની ટેવથી કંટાળી તેની પત્ની કિરણે પોતાના પ્રેમી મયુર ચંદુભાઈ ચાવડીયા સાથે મળી તા.૮-૧૧-૧૯ના રોજ પરેશ ગોહેલ એકલો કોઠારીયા સોલવન્ટથી રસુલપરા તરફ જતો હતો. ત્યારે મયુરે પોતાના મોટર સાયકલમાં બેસાડી રામેશ્ર્વર રેસીડેન્સીનાં ખૂલ્લા પ્લોટમાં લઈ જઈ પરેશ ગોહેલને સ્કુટર ઉપરથી ધકકો મારી નીચે પછાડી ઉપર બેસી જઈ મોઢા ઉપર લૂંગીથી ગળાટુંપો દઈ હત્યા નીપજાવ્યાની ઘટનાની ફરિયાદ મરણજનારના ભાઈ કાળુ નાથાભાઈ ગોહેલે આજીડેમ પોલીસ મથકે નોંધાવેલ હતી.

આજીડેમ પોલીસે મૃતકની કિરણબેન પરેશભાઈ ગોહેલ, મયુર ચંદુભાઈ ચાવડીયા ધરપકડ કરી જેલ હવાલે કરેલા અને તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરતા આરોપી મયુર ચંદુભાઈ ચાવડીયાએ તેના એડવોકેટ તુષાર ગોકાણી મારફત સેશન્સ કોર્ટમાં જામીન પર મૂકત થવા અરજી દાખલ કરી રજૂઅત કરી હતી કે સમગ્ર બનાવમાં આરોપી મયુર દ્વારા ગુજરનારને કોઈ ઈજા કરવામાં આવેલી હોય તેવું પોલીસ ચાર્જશીટનાં કાગળોમાંબ તાવી શકેલ નથી. આરોપી બનાવ સમયે, બનાવ સ્થળે હાજર હોય તેવા પણ કોઈ પુરાવો રજૂ કરવામાં પોલીસ અસક્ષમ રહેલ છે. ફોન કોલ ડીટેઈલના આધારે તેની પત્ની કિરણ સાથે મયુરને આડાસંબંધ હોવાની થીયરી આગળ ધરી ન કરેલા ગુન્હામાં ખોટી રીતે ધરપકડ કરી લીધેલી છે. ત્યારે સર્વોચ્ચ અદાલતનાં વિવિધ ચૂકાદાઓમાં ઠરાવેલ સિધ્ધાંતો ધ્યાને લઈ આરોપી મયુરને જામીન આપવા વિસ્તૃત પણે રજૂઆતો કરેલ હતી. બંને પક્ષકારોની વિસ્તૃત દલીલોના અંતે અદાલતે બચાવ પક્ષના એડવોકેટની દલીલ ધ્યાને લઈ મયુર ચાવડીયાને રાજકોટ શહેરની હદ ન છોડવાની શરતે જામીન મૂકત કરવાનો આદેશ કરેલો છે.આરોપી મયુર ચાવડીયા વતી જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, ગૌરાંગ ગોકાણી, હાર્દિક શેઠ, અંશ ભારદ્વાજ, ક્રિશ્ર્ના ગોર, હર્ષ ભીમાણી અને જશપાલસિંહ જાડેજા રોકાયેલ હતા.

Loading...