Abtak Media Google News

શ્રીલંકાના આંતરિક કોચ નીક પોથાસે ભારત સામે નાગપુર ખાતેની બીજી ટેસ્ટમાં પોતાના ખેલાડીઓના નબળાં પ્રદર્શન માટે તેમની પર ગુસ્સામાં વરસી પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઇનિગ્સ સાથે આટલી મોટી હાર બદલ ટીમે શરમ અનુભવી જોઇએ. “આવી હાર ખૂબ નિરાશાજનક કહેવાય કેમ કે ખેલાડીઓનું કામ હાલ માત્ર પડદા પાછળ જ જઇ રહ્યું છે. ખેલાડીઓએ પોતે તેમના પ્રદર્શન માટે શરમ અનુભવી જોઇએ. જો તમે બોર્ડ પર કાંઇ કાઢીને રન ન બનાવી શકો તો નેટ પ્રેક્ટિસનો કોઇ જ મતલબ ઇંનિગ્સના ૨૦૫ અને ૧૬૬ રનના સંદર્ભમાં કહ્યું હતું.

તમે ચાહો તે વિશે કહી તે પ્રમાણે આયોજન કરી શકો છો, પરંતુ દિવસના અંતે તમારે તે આયોજનનો અમલ પણ કરવો જરુરી રહે છે. એક ખેલાડી તરીકે રન, વિકેટ અને કેચ જ તમારા માટે બધુ છે, તમને ગમે તેવું તમે કહી શકો છો, પણ જો તમે તે ન મેળવી શકો તો ચોક્કસપણે સામી પ્રતિક્રિયાઓ આવશે જ. આવી જ વ્યાવસાયિક રમતની દુનિયા છે.

પોથાસે ટીમના અનુભવી ખેલાડી એવા એન્જલો મેથ્યુસને વિનંતી કરી છે કે તેણે આ બાબતે જરુરી ચર્ચાઓ કરી આ સમસ્યાનું નિરાકરણ લાવું પડશે. કેમ કે ભારત સામેના છેલ્લા ૫ ટેસ્ટ મેચોમાં આ ચોથી વખત એવું બન્યું છે જ્યારે શ્રીલંકાની ટીમને સાડા ત્રણ દિવસમાં જ હારનો સામનો કરવો પડ્યો છે.

મહિલા જયાવર્ધને અને કુમાર સંગાકારાના ગયા પછી જે મેથ્યુઝે ટીમનો ભાર સંભાળવો જોઇએ તેણે છેલ્લા ૧૦ ટેસ્ટની ૨૦ ઇનિગ્સમાં ૨૬.૮૫ની એવરેજથી માત્ર ૫૩૭ રન જ બનાવ્યા છે. પોથાસે પીઢ ઓલરાઉન્ડર મેથ્યુસના ફોર્મ અંગે ચિંતા કરતા જણાવ્યું હતું કે, “હું અહું માત્ર ૬ મહિનાથી છુ અને એન્જલો મેથ્યુસે આ પહેલા વધુ ટેસ્ટ મેચો રમી નથી. પણ તમે સમયની સાથે આંકાડઓ પર જ નજર કરી શકો છો. તમારા આંકડાઓ તમે ક્યાં છે તે વિશે સારું કહી શકે છે. તમે પોતાની સામે જોઇને પૂછી શકો છે કે મે શું-શું કર્યુ.

જ્યારે તમે સતત રમતમાં ન હો અને ખાસ કરીને પાછા ફરવા માટે પ્રયત્ન કરી રીધમ મેળવવા માંગતા હોય ત્યારે તે સહેલું હોતું નથી. એન્જલો મેથ્યુસ ચોક્કસપણે ટીમના બેટિંગ કોચ થીલન સમારવિરા સાથે બેસીને આ વિષયે કોઇ ચોક્કસ પગલાં લેશે.

પોથસના મતે મેથ્યુસની ક્ષમતાઓ પર કોઇ જ શંકા નથી, તે ઝડપથી જ કોઇ નક્કર જવાબ અને નીતી સાથે ઉતરશે. એક કોચ પ્રમાણે અમારે તેને શ્રેષ્ઠ વાતાવરણ પુરું પાડવાની કોશિશ કરી છીએ જેથી તેને શ્રેષ્ઠ તક મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.