Abtak Media Google News

લગ્ન જીવનની સૌથી મોટી ખુશીનો દિવસ છે. વર અને કન્યા માટે આ દિવસ અમુલ્ય છે, આ એવો દિવસ છે જેને તેઓ પોતાના જીવનમાં ક્યારેય પણ ભૂલવા નથી માંગતા, તેમના જીવનનો સૌથી ખુશીનો દિવસ હોય છે. જો કે અત્યારના સમયમાં લગ્ન વિશે લોકોના વિચારો બદલાઈ રહ્યા છે. હવેનાં સમયમાં લોકો માટે લગ્ન એ અતૂટ બંધન રહ્યું નથી.

આપણે જ્યારે કોઈપણ લગ્નમાં જઈએ ત્યારે તેઓનું લગ્નજીવન સુખમય રહે તેવી આશા રાખીએ છીએ તથા નવદંપતિને તેવા આશીર્વાદ પણ આપીએ છીએ. છતાં પણ ક્યારેય એવો વિચાર પણ જરૂર આવી જાય છે કે શું આ લગ્ન સુખમય રહેશે? શું આ લગ્નજીવન ટકશે ખરા? આ પ્રશ્નોના જવાબ પતિ પત્ની પાસે રહેલા છે, જો તેઓ ઈશ્વર દ્વારા આપવામાં આવેલા રસ્તા પર ચાલશે તો જરૂરથી સુખી થઈ શકશે.

લગ્નએ એક નવા પરિવારની શરૂઆત છે અને એકબીજાએ સ્વીકારેલી જવાબદારી છે. લગ્ન એ ફક્ત બે વ્યક્તિ વચ્ચેનું શારીરિક જોડાણ નથી પરંતુ માનસિક અને લાગણીનું જોડાણ છે. જ્યારે સ્ત્રી અને પુરુષના લગ્ન થાય છે ત્યારે તેઓ બે માંથી એક થઈ જાય છે. એકબીજાના પૂરક બની રહે છે. લગ્ન કરવાથી માત્ર એક લાઇફ પાર્ટનર જ નહીં પરંતુ બંનેને એક સારો મિત્ર માં મળે છે.

એક એવો પાર્ટનર મળે છે જે તમારા જીવનના દરેક સુખ અને દુખમાં તમારી સાથે રહે છે. જીવનમાં આવતા દરેક ચડાવ ઉતરમાં તમારી સાથે ઊભા રહે છે. તમને પડતી દરેક મુશ્કેલીમાં તમને સાચી સલાહ આપે છે, જો લાગણીથી મળતો આવો સાથ હોય તો જીવનની દરેક પરિસ્થિતિનો સામનો કરી શકાય છે.

લગ્ન કરવા એ તો ખૂબ જરૂરી છે સાથો સાથ એક સારો જીવનસાથી મળવો એ પણ અગત્યનું છે. જો તમને એક સારો જીવનસથી મળી જાય છે તો તમારું જીવન સુંદર બની જાય છે. તમારું આખું જીવન તમે તમારા જીવનસાથી સાથે આનંદમય રીતે વિતાવી શકીએ છીએ.

લગ્ન કરવાથી તમારું વ્યક્તિત્વ બદલાઈ જાય છે અને તમે સમાજની નજીક આવો છો. કુટુંબ તથા સમાજમાં તમારું એક અલગ જ સ્થાન બની જાય છે. પરિવાર અને સમાજને આગળ વધારવામાં તમે સહભાગી બનો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.