Abtak Media Google News

એ તો શાસ્ત્ર વિહિત છે કે ‘સુરભિ’ ગાયને આપણે આદિ ગૌમાતા તરીકે ઓળખીએ છીએ. સૃષ્ટિનું સર્જન તો થયું પરંતુ એના પોષણનો પ્રશ્ર્ન ઉદભવ્યો એટલે, બ્રહ્માજીએ સર્વેના પોષણ અર્થે સુરભિગાય ઉત્પન્ન કરી (આના ઉપરથી સહેજે સમજાય કે ગાયનું હિંદુધર્મમાં કેટલુ મહત્વ અને મહિમાં છે) પછી તો એ આદ્ય ગૌ માતામાંથી અનેક ગૌમાતાઓ પ્રગટ થઈ. આ સર્વે ગૌમાતાઓ શ્ર્વેત વર્ણની હતી.

કહે છે કે, એકવાર સુરભિ ગૌમાતા પોતાના વાછરડાને ધવરાવતી હતી ત્યારે તેના મુખમાંથી ફીણ ઉડીને ભગવાન શિવજી ઉપર પડયું આથી સદાશિવે કોપાયમાન થઈ ત્રીજુ નેત્ર ખોલ્યું પરિણામે સમસ્ત ગૌમાતાની ચામડી શ્ર્વેતમાંથી અનેક રંગી બની ગઈ.

કૈલાશપતિના આ ક્રોધને શાંત કરવા બ્રહ્માજીએ ‘વૃષભ’ અર્પણ કર્યો ત્યારથી વૃષભ શિવજીના વાહન રૂપે વિખ્યાત બન્યો.

એને જરા ગહેરાઈથી સમજીએતો, વૃષો હી ભગવાન ધર્મ શરીર છે.

ભગવાન શિવનું વાહન જેમ નંદી છે તેમ આપણા આત્માનું વાહન શરીર છે. મતલબ જીવ અને શિવનું આ મધુર મિલન છે. એને ચાર પગ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ભગવાન એના ઉપર સવારી કરે છે. મતલબ જીવની જે મહત્વાકાંક્ષા છે જે પૂરી કરતા મોઢામાં ફીણ આવી જાય આખર ભગવાનને ત્રીજુ નેત્ર પોતાના પુત્રના કલ્યાણ માટે ખોલવું પડે છે. ત્યારે માયા કેડો છોડે. એટલે જ કામના અને વાસનાનું નામ વૃષભ છે. અને શિવજી એના ઉપર સવાર છે. સ્કંદપૂરાણ અનુસાર ધર્મરાજાને ભગવાન ભોળાનાથના વાહન બનવાની ઈચ્છા કરી અને ભોળાનાથે પૂર્ણ કરી અત: વૃષભએ ધર્મનું પણ પ્રતિક છે. જયા ધર્મ છે. ત્યાં શિવ છે. અને જયાં શિવ છે ત્યાં સર્વત્ર કલ્યાણ છે.

ઈશાન-ઈશ એટલે, શાસન કરવું યાને સત્તા ચલાવવી, નિયંત્રણ કરવું સૂર્ય પોતાના દિવ્ય રશ્મિ વડે સમગ્ર સંસાર ને ચલાવે છે. સૂર્ય જ સર્વ સૌર મંડળનો શહેનશાહ છે. સૂર્ય છે તો જીવન છે. આમ સૂર્યમૂર્તિના ભગવાન ઈશાન સાચા અર્થમાં વિશ્ર્વ શાસક છે.

આ આઠ મૂર્તિના આઠ નામોની પૂજા અર્ચના શાસ્ત્રોએ આ પ્રમાણે વર્ણવી છે.

અષ્ટો પ્રકૃતિરપાણિ કષ્ટાનિ અષ્ટ ઐવ દેહિન:

સ્પષ્ટ મર્તિભ: અષ્ટાભિ: અષ્ટમૂર્તિ હરતિ અસૈ

અર્થાત પ્રકૃતિના આઠ રૂપો એજ દેહધારીના આઠ કષ્ટો અષ્ટમૂર્તિ ભગવાન શિવ આ આઠમૂર્તિ વડે એ સહુ કષ્ટોને કાપે છે. દૂર કરે છે એમાં જરાપણ સંશય નથી.

આદિ શંકરાચાર્યએ આ અષ્ટમૂર્તિ શિવના દર્શન કરી, ભાવ વિભોર અવસ્થામાં તેના ક્રમ પ્રમાણે સ્તુતિકરી તેમને પ્રસન્ન કર્યા હતા. આ અનુભૂતિનું અલૌકિક અદભૂત વર્ણન તેમણે દક્ષિણામૂર્તિસ્ત્રોતમાં આસ્થાભેર કર્યું છે.

આ સિવાય દ્વાદ્વશ જયોતિર્લિંગો, એના ઉપલિંગો, પાર્થિવ લિંગ જેને પાર્શ્ર્વનાર્થશ્ર્વર કહેવાય સ્ફટીક લીગ, પારદલિંગ એના ઉપલિંગો વિ.ની પણ પૂજા, અર્ચના, આરાધનાનું અલગ અલગ વિધિ વિધાન અને અલગ અલગ ફળ છે. એમ વિવિધ વસ્તુઓના અર્પણ અભિષેકોનું પણ શાસ્ત્રમાં અલગ અલગ ફળ દર્શાવ્યું બતાવ્યું છે. વિવિધ કામનાની સિધ્ધી અર્થે પણ અમૂક નિશ્ર્ચિત કરેલ વસ્તુ અર્પણ કરી આશુતોષને આજીજી ભરી અરજ કરવાથી તે કાર્ય સફળતા અને સફળતાને પામે છે. વિસ્તાર ભયે આ વસ્તુ વિધિ-વિધાનમાં ન પડતા ન ઉતરતા ખરા અંતરનાં ભાવથી જો ૐ નમ: શિવાયનું રટણ કરશો ને તો પણ બેડો પાર થઈ જશે. ભગવાન ભોળાનાથ તો ભાવના ભૂખ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.