રામમંદિર નિર્માણમાં કોંગ્રેસ કેમ આડી ઉતરી છે? – અરવિંદભાઈ રૈયાણી

bjp
bjp

રામમંદિર દરેક ભારતવાસીઓની આસનું કેન્દ્ર છે: તેના સો કોઈ પણ જાતના ચેડાં હરગીઝ સાંખી ન લેવાય

અયોઘ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ ૫ર શ્રી રામ મંદિર નિર્માણ કરવાની કરોડો હિંદુઓની આસનો ભાજ૫ રાજકીય ઉ૫યોગ કરી રહયાનો આજ સુઘી સતત આક્ષે૫ કરી રહેલી કોંગ્રેસનસ અસલિયત ખૂલ્લી ૫ડી ગઇ છે. ર૦૧૯ની લોકસભાની ચૂંટણી સુઘી કોંગ્રેસ જ રામ મંદિર ન બને તે માટે મેદાને ૫ડી છે. રાજકોટ પૂર્વના ભાજ૫ના ઉમેદવાર શ્રી અરવિંદભાઇ રૈયાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની એક સમયની કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી, સુપ્રિમ કોર્ટના ટોચના એડવોકેટ શ્રી કપિલ સિબ્બલે તાજેતરમાં સુપ્રિમ કોર્ટમાં સુન્ની વકફ બોર્ડના વકીલ તરીકે કોર્ટને એવી વિનંતી કરી હતી કે રામ મંદિર અંગે જૂલાઇ-ર૦૧૯ સુઘી મુદત આ૫વી. જયારે કોર્ટે આટલી લાંબી મૂદત શા માટે જોઇએ છે તેવો પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે કામય ચૂંટણીને જ નજરમાં રાખી આવતી કોંગ્રેસનાઆ નેતાએ તમામ શરમ નેવે મૂકીને એમ કહયું કે, જૂલાઇ ર૦૧૯માં લોકસભાની ચૂંટણી આવે છે. રામમંદિર નિર્માણનો લાભ ભાજ૫ ઉઠાવે તેવી શકયતા છે. સિબ્બલના આ વલણની અદાલતે ઉપેક્ષા કરી. કારણ કે સુપ્રિમ કોર્ટ પોતે શ્રી રામ મંદિરનો વર્ષો જૂનો પ્રશ્ન ઝડ૫ી ઉકેલાય તે માટે કટિબઘ્ઘ છે. પ્રશ્નઉકેલાય તે માટે ‘આઉટ ઓફ કોર્ટ’ સમાઘાનની ૫ણ કોર્ટ હિમાયત કરી છે. અત્યારે સ્િિતએવી છે કે અયોઘ્યામાં ર૦૧૯ પહેલા રામમંદિર નિર્માણનો રસ્તો સાફ ઇ જાય. આ સ્િિતમાં જશ ભાજ૫ને મળે અને ર૦૧૯ની ચૂંટણી જીતી જાય. આવી માન્યતા ઘરાવતી કોંગ્રેસે શ્રી રામ મંદિરમાં વિઘ્નો પેદા કરવા શરૂ કર્યા છે.

કોંગ્રેસે સ્પષ્ટ કરવું જોઇએ કે, કોંગ્રેસ અયોઘ્યામાં શ્રી રામ મંદિર ઇચ્છે છે કે નહિ. એમ ૫ણ તેમણે કહયું હતું. “મંદિર વહી બનાયેંગે લેકીન તારીખ નહી બતાયેગે, તેમ કહીને રામ મંદિરના મુદે ભાજ૫ ૫ર હિન્દુત્વ ભડકાવવાનો આરો૫ અને આક્ષે૫ કોંગ્રેસ ઘ્વારા સતત કરવામાં આવી રહયો છે ૫રંતુ જયારે સુપ્રિમ કોર્ટે આ કેસનો વહેલાસર નિકાલ લાવવા માટે “ડેઇલી હીયરીંગ નકકી કર્યું તેનો કપીલ સીબલે વિરોઘ કર્યો છે અને મુદત મેળવવામાં સફળ રહયા છે. કપીલ સીબલના આ ગેમ પ્લાનમાં પડદા પાછળ કોંગ્રેસના ટોચના નેતાઓની વરવી માનસિકતા હોવાનું સમાજનો મોટો વર્ગ માની રહયો છે.

ગુજરાતની ચૂંટણી જીતવા માટે રાહુલ ગાંઘી મંદિરોમાં આટાફેરા કરતાં ઇ ગયા છે અને હિંદુ મત મેળવવા માગે છે તો બીજી તરફ કોંગ્રેસની હિન્દુ વિરોઘી માનસીકતાનો ૫રીચય કોંગ્રેસે કપીલ સીબલના વલણ અને વર્તની આપી દીઘો હોવાનો આક્ષે૫ ૫ણ ઇ રહયો છે. વકીલ તરીકેના વ્યવસાયના ભાગ રૂપે કપીલ સીબલ આ કેસ લડી રહયા છે તેવો બચાવ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા મનીષ તીવારી કરે છે ૫રંતુ તેમની આ દલીલ કોઇના ગળે ઉતરે તેવી ની.

રામ જન્મ ભૂમિ વિવાદ કેસમાં ત્રણ પક્ષકારો છે તેમાંી કોંગ્રેસના કપીલ સીબલ મુસ્લીમો વતી કેસ લડી રહયા છે. ગુજરાતની ચૂંટણી તો ગણતરીના દિવસોમાં પૂરી ઇ જશે ૫રંતુ આ પ્રશ્નોનો ઉકેલ ન આવે અને હાર્ડકોર હિન્દુત્વના મુદે ભાજ૫ને વઘુમાં વઘુ બદનામ કરી શકાય તે માટે આ કેસમાં કપીલ સીબલે ર૦૧૯ ૫છી કેસ ચલાવવાની માંગણી સુપ્રિમ કોર્ટ સમક્ષ કરી હતી ૫રંતુ કોર્ટે તેમનો સ્વીકાર કર્યો ની અને ગુજરાતની ચૂંટણી પૂરી યા બાદ સુપ્રિમ કોર્ટ રોજે રોજ આ કેસનું હીયરીંગ હા ઘરશે.

કેન્દ્રમાં વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર છે અને ઉતરપ્રદેશમાં યોગી આદિત્યનાના વડ૫ણ હેઠળની ભાજ૫ની સરકાર છે. આ બન્ને બાબતો રામજન્મ ભૂમિ અને મંદિર વિવાદના ઉકેલ માટે પોઝિટીવ છે. ર૫ વર્ષી ન્યાયની રાહ જોઇને બેઠેલા દેશના કરોડો હિન્દુઓ ભગવાન શ્રી રામનું ભવ્ય અને દિવ્ય મંદિર બને તે માટે ઉત્સુકતાી બેઠા છે તેવા સમયે કોંગ્રેસનું અને કપિલ સીબ્બલનું વલણ હિન્દુઓ માટે કુઠારાઘાત સમાન બની રહી છે.

Loading...